Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1 Author(s): Hemchandracharya, Lavanyasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 8
________________ ભાવ જાગૃત થતા વિ. સં. ૧૯૮૨માં તેમણે પરમપાવની ભાગવતી દીક્ષા અંગીકાર કરી, શ્રી. જશવિજયજી મુનિરાજ નામે ખ્યાત થયા. આજે તેઓ રિપદે શ્રી. વિજયદેવસૂરિ નામે ખ્યાત છે. શ્રી. ગંગાબેને પ્રવજ્યા અંગીકાર કરી પૂજ્ય વિવણથીજી સાધ્વીજી તરીકે વિદ્યમાન છે. સુરિસમ્રાટને સંપર્ક :--શ્રી. ચીમનલાલભાઈ ધર્મશ્રદ્ધાળુ હતા એ આપણે ઉપર જાણ્યું છે પણ સં. ૧૯૬૩-૬૪માં શાસનસમ્રાટ સર્વતન્ન સ્વતંત્ર સુરિક્રવત બાલબ્રહ્મચારી જગદગુરુ શ્રીવિજયનેમિસુરીશ્વરજી મહારાજજી પાસે ધર્મમવણ કરવા સારુ તેમના વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. વ્યાખ્યાન શ્રવણથી તેમની ધર્મશ્રદ્ધાનાં મૂળ ઊંડો નંખાયાં ને તેઓ જૈન પ્રવચનના તત્તને રસિયા ને અભ્યાસી બન્યા. તેમની વિવિધ જિજ્ઞાસાઓનું સમાધાન સરિજી પાસેથી મળતાં તેઓ તેમનામાં એકનિષ્ઠ ભક્તિવાળા થયા, અને પિતાની જિજ્ઞાસાને શમાવવા સુરિજી જે સ્થળે હોય ત્યાં પણ અનેકવાર વંદનાર્થે જઈ આવતા અને પિતાના તત્ત્વરસિયા દિલનું સમાધાન કરતા. ધાર્મિક પ્રવૃત્તિ ––તેઓ વ્યવસાયી લેવા છતાં નિયમિત પૂજા, સામાયિક આદિ કરતા હતા. પર્વતિથિએ તપ, પ્રતિક્રમણ, ચોમાસામાં પૌષધ, નિયમિત ચૌદ નિયમની ધારણા, અને સદા ગરમ પાણી પીતા હતા તેમણે તીર્થયાત્રાઓ પણ કરી હતી. શ્રીસુરિસમ્રાટના ઉપદેશથી તેમની જ અધ્યક્ષતામાં સં. ૧૯૯૧માં શ્રેષ્ઠીવર્ય માણેકલાલ મનસુખભાઈએ છરી પાળ સંધ કાઢયો હતો તેમાં પિતે સાથે હતા અને શત્રુંજય, ગિરનાર, કદંબગિરિ પ્રમુખ તીર્થોની છરી પાળતા અને પિતાનું સ્વતંત્ર રડું રાખીને એ કરી હતી. સં. ૧૯૯૫માં મૂરિસમ્રાટે પરમપાવન તીર્થાધિરાજ શ્રી વિમલગિરિની છત્રછાયામાં ચતુમસ વીતાવ્યું ત્યારે ચતુર્માસ દરમ્યાન પાલીતાણામાં રહીને તેમણે ધર્મારાધન કર્યું હતું. સં. ૧૯૯૬માં શાસનસમ્રાટ ગુરુદેવના પદાલંકાર વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્રવિશારદ પૂજ્યપાદ શ્રીમદ્ વિજયલાવયસુરીશ્વરજીએ અમદાવાદમાં ચતુમસ કર્યું ત્યારે ચાર અનુયાગમય પંચમાંગ પૂજ્યશ્રી ભગવતી સૂત્ર'નું સંપૂર્ણ વ્યાખ્યાનશ્રવણ સં. ૧૯૯૭ને ફાગણ માસ સુધી કર્યું હતું, સં. ૧૯૯હ્મ શ્રી શત્રુંજયની દક્ષિણ તરફની તળેટીમાં આવેલા રોહીશાળા મુકામે પ્રતિષ્ઠા પ્રસંગ હતા એ જ સમયે તેમણે સુરિસમ્રાટ ગુરુદેવના વરદ હસ્તે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું હતું, અને અમદાવાદમાં ચતુમસ સ્થિત પૂ. આ. શ્રીવિલાવણ્યસરીશ્વરજી મ. પાસે તેમણે સંપૂર્ણ “શ્રી આચારાંગસૂત્રનું વ્યાખ્યાનશ્રવણું કર્યું હતું. સં. ૨૦૦૦ની સાલમાં તેમને અગિયારે અંગે સંપૂર્ણ રીતે સાંભળવાની ભાવના થતાં શ્રી વિજય લાવણ્યસૂરિજીને ચતુર્માસ કરવી “શ્રી ઠાણાંગસૂત્ર'નું ક્યાખ્યાનશ્રવણ કર્યું હતું. એ જ સમય દરમિયાન તેમણે બારવતાં ઉચ્ચારવા માટે પૂર્વ તૈયારીઓ કરી, માછ સેશન જજ શ્રી. સુરચંદભાઈ બદામી અને ધર્મરસિક વકીલ મણિલાલ રતનચંદ વગેરેની બારવ્રતની નોંધબુકો મંગાવી આ. વિજયલાવણ્યસરિજી પાસે ખરડ તૈયાર કર્યો હતે; સાથે જ એલિસબ્રીજ તરફ બંધાતા તેમના શાંતિસદને બંગલામાં પ્રભુ મંદિર બંધાવવાની તૈયારીઓ કરી હતી. તેમણે વિધિ સહિત શ્રીનવપદજીની ઓળીઓ કરી હતી અને બીજાને પણ કરાવી હતી. સુકૃતવ્ય:-- સં. ૧૯૮૯માં કદંબગિરિ તીર્થમાં કદમ્બવિહાર પ્રાસાદની ભમતીમાં મોટી દેવકુલિકા બંધાવી પ્રભુપ્રતિમાઓ પધરાવી હતી. સં. ૧૯૯૧માં શેડ માણેકલાલ મનસુખભાઈએ કાઢેલા સંઘમાં પિતે સ્વતંત્ર રસોડું રાખી સાધર્મિક બંધુઓ અને સાધુ-સાધ્વીઓને સારે ધર્મલાભ લીધે હતા; એમાં લગભગ ત્રીશPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 522