Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ૪ઃ રચનાકૌશલ ૧૦. અનેકાર્થ કેશ. ૧૮૨૮ ઇતિહાસકાવ્ય વ્યાકરણ સાથે: ૧૧. નિઘંટુ શેષ (વનસ્પતિવિષયક) ૩૯૬ ૧૭. સંસ્કૃત–પાશ્રય મહાકાવ્ય. ૨૮૨૮ ૧૨. દેશી નામમાલા–પણ ટીકા સાથે. ૩૫૦૦ ૧૮. પ્રાકૃત-વાશ્રય મહાકાવ્ય. ૧૫૦૦ સાહિત્ય: ઇતિહાસકથાકાવ્ય ને ઉપદેરા: ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતે ૧૩. કાવ્યાનુશાસન-પત્ત અલંકારચૂડામણિ (મહાકાવ્ય-દશપર્વ). ૩૨૦૦૦ અને વિવેક સાથે. ૨૦. પરિશિષ્ટ પર્વ ૩૫૦૦ યોગ: " ૧૪. દેનુશાસન-છંદડામણિ ટીકા સાથે.૩૦૦૦ ૨૧. યોગશાસ્ત્ર-સ્વપજ્ઞ ટીકા સાથે. ૧૨ પછo ન્યાય: સ્તુતિ-સ્તોત્રઃ ૨૨. વીતરાગ ઑત્ર. ૧૮૮ ૧૫. પ્રમાણમીમાંસાપત્ત વૃત્તિ સાથે ૨૫૦૦ ૨૩. અન્ય વ્યવહેદ દ્વાત્રિશિક. (પદ્ય) ૩૨ (અપૂર્ણ) ૨૪. અગિ વ્યવચ્છેદ દ્વાáિશિકા. , ૩૨ ૧૬. વેદાંકુજ (દિજવદનચપેટા). ૧૦૦૦ ૨૫. મહાદેવ સ્તોત્ર. રચનાકૌશલ એમની આ અપૂર્વ રચનાકૃતિઓ માટે તેમને પૂર્વના ગ્રંથકારેને જેવા પડ્યા છે ને તેથી જ પૂર્વના ગ્રંથમાં રહેલી ક્ષતિઓને સુધારતા, પિતાની નવી માન્યતાઓને રજૂ કરતા ને સહુના પ્રજ્ઞાતેજને પિતાની માર્તડ મંડલથી પ્રતિભા પ્રભામાં સંક્રમાવી દેતાં તેમણે પ્રત્યેક વિધ્ય ઉપર લલિત પ્રવાહભર્યું સાહિત્યસર્જન કરી ગુજરાતનું મુખ ઉજ્જવળ બનાવ્યું છે. એમની રચનામાં તેમણે જૂનાં વચમાં નવી ચેતના રેડી છે. તત્કાલીન સમસ્યાઓના ઉકેલ તાજી ને રોચક ભાષામાં આપ્યા છે. ગૂઢ ને રહસ્યવાણીને વિશદ ને પારદર્શક બનાવી છે. એકાંગી વિધાનને વ્યાપક અર્થમાં ઘટાવ્યું છે ને આલેગનામાં ઉદારતાને બોધ ભરી દીધા છે. નિરર્થક વિસ્તારમાં એ રાચતા નથી. કિલષ્ટતા એમને ભાવતી નથી. જૂનું-પુરાણું ને અનુપયોગી વસ્તુદર્શન એમને ગમતું નથી. આવું મૌલિક રચનાકૌશલ હેવા છતાં એમણે પરંપરાને ઉવેખીનથી. એમણે મહર્ષિ પાણિનિ ને પતંજલિને સ્મર્યા છે, ને તેમને અણુસ્વીકાર કર્યો છે; કવીશ્વર આ૦ શ્રીસિદ્ધસેનસૂરિજીને ધનપાલને પ્રતિષ્ઠિત માન્યા છે; વાચક ઉમાસ્વાતિ ને શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વિશેષતાઓ કબૂલી છે. શાકટાયન ને જેનેન્દ્રના પ્રમાણેથી પોતાની વાણીને પ્રતિષ્ઠિત બનાવી છે. વળી, દક્ષિણના પાંડિત્યસ્વરૂપ ગણાતી પૂર્વ-ઉત્તર મીમાંસાને તેમજ તક્ષશિલા ને કાશ્મીરની વિદ્યાને ગંભીર પરિચય–આભાસ એમણે જ પહેલવહેલે ગુજરાતને કરાશે છે. આવા સમર્થ સમન્વયાત્મક પ્રતિભાનું જીવંતચિત્ર બીજું કયું હોઈ શકે? એકલા હેમચંદ્રાચાર્યજીના સમગ્ર ગ્રંથને માર્મિક અભ્યાસી સકલ શાસ્ત્ર વિશારદપણું મેળવી શકે એમાં શક નથી. એ ગ્રંથનો વાંચનાર કંટાળતો નથી કે થાકતો નથી, એવે સંજીવની સ્ત્રોત એમાં વહ્યા કરે છે. એના અભ્યાસીને એમ પણ લાગ્યા વિના રહેતું નથી કે શું પાણિનિ કે પતંજલિ, શુ અક્ષપાદ કે શંકર, શું મમ્મટ કે ભદ્ધિ, શું વ્યાસ કે કાલિદાસની એકસામટી પ્રતિભા આ માનવીમાં સંક્રમણ કરી બેઠી છે? પ્રત્યેક વિષયની રચનામાં જ્ઞાનને પ્રચંડ ધોધ વરસી રહેલે જઇને થઈ આવે છે કે એમણે આ બધું કયારે વાંચ્યું ને લખ્યું હશે ? તેઓ રાજવીઓને ક્યારે મળતા ને માનવીઓને કયારે ઉપદેશતા હશે ? એમણે તપ, સાધુક્રિયા, પ્રતિક્રમણાદિ વિહારને અવકાશ કેવી રીતે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 522