Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રીસિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન.
[ઉત્તરાર્ધ ] શ્રી હેમચંદ્રસૂરિજીના “સિદ્ધહેમચંદ્ર વ્યાકરણની રચનાનું ઐતિહાસિક રહસ્ય સમજવા માટે તેની પૃષ્ઠ ભૂમિકા જાણવી જરૂરી છે. ભાષાશાસ્ત્ર અને પ્રાચીન વૈયાકરણની આછી-પાતળી વિગતો ઉપક્રમરૂપે જોઈ લઈ તેમના વ્યાકરણ ગ્રંથનું મહત્વ નિર્દેશવાને અહીં ઉદ્દેશ છે. ઉપક્રમઃ
વાણી વિચારનું વાહન છે. સંસારનો બધે વ્યવહાર એના ઉપર જ નિર્ભર છે. આ વાણીની ઉત્પત્તિ, વિકાસ અને લિપિબદ્ધતાને એક વિશિષ્ટ ઇતિહાસ છે. આજની આપણી પ્રાંતીય ભાષાનો કોઈ એક ઉદ્દગમ હતો અને એ ઉદ્દગમે કાળક્રમે કેવું વ્યવસ્થિત સ્વરૂપ લીધું તે આપણું પ્રાચીન ગ્રંથની ક્રમબદ્ધ રચનામાં જોવાય છે. એના વિકાસ કરનારા મહર્ષિઓએ વ્યાકરણના વિજ્ઞાન ઉપર ભાર કેમ મૂકયો એનું રહસ્ય ગણિતજ્ઞશિરોમણિ ભાસ્કરાચાર્યે એક પદ્યમાં પણ આમૂલચૂલ સુંદર રીતે બતાવ્યું છે
“શાળા લિઃિ , પ્રસિદેરો તા.
અર્થાત તાશા, તણાવાન્ કહે છે ”
અર્થાત-શબ્દથી પદની સિદ્ધિ થાય, પદસિદ્ધિથી અને નિર્ણય, અર્થથી તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનથી, પરમ કલ્યાણ થાય છે.
શ્રી હેમચંદ્રસૂરિએ પણ પિતાના “શબ્દમહાવ' ન્યાસમાં આ હકીકતનું સમર્થન કર્યું છે.' આંથી સમજી શકાય એમ છે કે વ્યાકરણના પાયા વિના કોઈ શાસ્ત્રમાં ગતિ થઈ શકતી નથી.
વ્યાકરણ વિસ્તાર અને રચનાની દુષ્કરતાને ખ્યાલ આપતાં શ્રી હેમચંદ્રસુરિજી પિતાના મૃહયાસમાં એક અવતરણ નોંધે છે તે જાણવા જેવું છે; એને સાર આ છેઃ
“બહરપતિએ ઈદ્ર આગળ દિવ્ય એવાં એક હજાર વર્ષ સુધી પ્રત્યેક પવાળા શબ્દોનું શબ્દપારાયણ કર્યું પણ પાર ન આવ્યો. જે આવા વક્તા, આવી ભણનાર અને આવા અધ્યયન સમયમાં પણ પાર ન આવે તે આજે જેવાતેવા અલ્પ આયુ વાળા સંતાનમાં ગ્રહણ, અભ્યાસ, અધ્યાપન અને ક્રિયાકાળરૂપ ચાર પ્રકાર વડે વિદ્યા ક્યાંથી ઉપયુક્ત થાય ? તેના ગ્રહણકાળમાં આખું આયુષ્ય ખપી જાય. આથી શબ્દોના ઉપદેશમાં અ૫ ઉપાયથી સામાન્ય અને વિશેષ લક્ષણે જ કહેવાં જોઈએ.( અર્થાત
१. विविक्तानामसाधुत्वनिर्मुक्तानां शब्दानां प्रयुक्तः सभ्य ज्ञानलक्षगा सिद्धर्भवति, शब्दानुशासनस्य साधवः शब्दा अभिधेयाः, यमर्यमधिकृय प्रासते तत् प्रयोजनम्, इ.ते समयाज्ञानमनन्तरं प्रयोजनम् , लद्वारेण જ નિઃ i uત
(જુઓ : આ પુસ્તકનું પાન ૧, પંક્તિ ૨૮ )