Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૬: પ્રોસિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
આ બધામાં છે, સાતમે અને આમે અધ્યાય બહુ વિસ્તૃત છે. પાંચ અધ્યાયમાં જેટલી સૂત્ર સંખ્યા છે તેથીયે અધિક બાકીના ત્રણ અધ્યામાં છે. કેમકે તેમાં ક્રમશઃ કૃદંત, તદ્ધિત અને પ્રાકૃત છ ભાષાઓનાં વ્યાકરણનાં મોટા પ્રકરણે આવેલાં છે. પ્રત્યેક વૈયાકરણને આ પ્રકરણને વિસ્તાર કરવા પડે છે; કેમકે તેમાં ઘણું વિષય પરત્વે વિસ્તૃત વકતવ્ય હોય છે. આ સફળ, વિષયરચનાનું અનુકરણ ભટ્ટજી દીક્ષિતે પિતાના-
સિત્તાકgવી દશાવાળ માં કર્યું છે. સૂત્રરચના, તેની સંકલન, સૂત્રનું સ્પષ્ટીકરણ, અધિકાર સૂત્રો, પ્રગસિદ્ધિ, ઉદાહરણ-પ્રત્યુદાહરણની સમજ, મતાંતરોની સ્પષ્ટતા, સૂત્રનું રહસ્ય, પૂર્વાપર સંબંધ, ન્યાયોને યથાયોગ્ય સમાવેશ તેમજ એકેક શબ્દની સિદ્ધિ માટે કયા પ્રકરણમાં કયો પ્રત્યય, આદેશ કે આગમ વગેરે ફેરફારો દ્વારા શબ્દને અસાધુત્વ દોષથી બચાવવો એ એકલી મહેનત જ નહિ પણ અપૂર્વ સ્મરણશકિતને પણ ખ્યાલ આપે છે. સૂત્રમાં લાઘવપણું, લધુવૃત્તિમાં ઉપયુક્ત વિષયસૂચન, બહવૃત્તિમાં વિવિસ્તાર અને હત્યાસમાં ચર્ચાબાહુથની મર્યાદાઓ વડે વ્યાકરણ અલંકૃત કર્યું છે. વળી, પૂર્વના વ્યાકરણમાંને નિરર્થક વિસ્તાર, દૂરાન્વય, વિશૃંખલતા, લિષ્ટતા, વેદિક પ્રયોગે-એ બધું વિદ્યાર્થીને વ્યાકરણનું અરુચિકર તત્ત્વ હતું તે રદ્દોબદલ કરીને તેમાં બની શકે તેટલી સરળતા અને સૌદર્ય લાવવાની ભારે જહેમત ઉઠાવી છે.
શ્રી હેમચંદ્રાચાર્યજીએ મતાંતરોની આચનામાં ચાઠાદને આશ્રય લીધો છે અને વ્યાકરણ જેવા વિષયને સર્વગ્રાહી બનાવવા માટે બધા દર્શનના સમુદાયમાં સ્યાદ્વાદને સ્વીકાર અત્યંત ઉપગી દર્શાવ્યા છે. કેમકે બધાં દર્શનેને સમૂહ સ્યાદ્વાદરૂપ મહાસાગરમાં સમાઈ જાય છે. આથી સિદ્ધિ થાય એવું અધિકારસૂત્ર મૂકી વ્યાકરણની દૃષ્ટિ વિશાળ અને ઉદાર બનાવી છે. બીજી રીતે વાદથી તત્ત્વજ્ઞાન થાય એ લૌકિક અર્થ પણ એમાંથી નિષ્પન્ન કર્યો છે
તેમણે વિવિધ વૈયાકરણના મતે પોતાના “બ્રહભ્યાસમાં નોંધીને તેની તકલીએ ચર્ચા કરી સમન્વય સારો છે અને તે વિષયમાં પિતાના મતની ભિન્નતા, વિશેષતા, મૌલિકતા કે સંગ્રહને પણ તેમણે સ્પષ્ટ કરી પૂર્વાચાર્યોનું ઋણ અદા કર્યું છે. આથી વ્યાકરણનું તુલનાત્મક અધ્યયન કરનારને તેમાં સંક્રાંત તેમની પ્રસાદસૌષ્ઠવ પ્રતિભાનાં દર્શન થયા વિના રહેતાં નથી.
તેમણે ૮૪૦૦૦ શ્લેકપ્રમાણને બ્રહભ્યાસ રચેલે છે, તેમાં આજે ૨૦૦૦૦ લોકપ્રમાણ લગભગને જ મળે છે. એ ન્યાસગ્રંથ કેટલે ઉપલબ્ધ છે તે નીચે પ્રમાણે છે: અધ્યાય પાદ
( પ્રથમ પાદમાં ૩૮ સૂત્ર ઉપર જ ન્યાસ મળે છે. બાકીના ચાર સૂત્રને ન્યાસ ઉપલબ્ધ નથી.)
૧-૪
આ ઉપલબ્ધ ભાગની બીજા અધ્યાયના પહેલાં પાદ સુધીની હસ્તલિખિત પ્રતિમાંથી જે ગ્રંથ કે ગ્રંથકારોનાં નામે ઉલ્લેખાયેલાં સાંપડે છે તે મેં તાવી લીધાં છે, જે સૂવાનુક્રમપૂર્વક નીચે નોંધ્યાં છે: