Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
આ ઉલ્લેખે આપણા જૈનેતર વિદ્વાનેાને છે. ખેાધપાઠ નથી આપતા.
આજે પણ મુહુર જેવા પ્રતિષ્ઠિત વિદ્વાને લખેલે ‘ શ્રીહેમચંદ્રનું... જીવન ’ નામને ગ્રંથ, શ્રી, ધૂમકેતુની એવિની ક્લમે આલેખાયેલી શ્રીહેમચંદ્રાચાર્ય' નામે જીવનકથા, તે શ્રી મધુસ્ટન મેદી જેવા વિદ્વાને રચેલા હૅમસમીક્ષા ' નામને ગ્ર'; શ્રીહેમચંદ્રાચાર્યજીના વ્યક્તિત્વને ખાસા પરિચય આપી રહ્યા છે.
'
શ્રીહેમચંદ્રસૂરિજીનુ' રાષ્ટ્રમાં સ્થાન અને પ્રેરણા :
ઉપેદ્યાત : ૭
" सन्त्यन्ये कवितावितानरसिकास्ते भूरयः सूरयः, क्ष्मापस्तु प्रतिबोध्यते यदि परं श्रीहेमसूरेगिरा । उन्मीलन्ति महामहांस्यपि परे लक्षाणि ऋक्षाणि वै,
नो राकाशशिना विना यत ! भयत्युज्जागरः सागरः ॥ " [ઝિનમહનત-વુમા પારિત ]
કવિતા રચનારા રસિક કવિએ-સૂરિએ તા અનેક લાધે પરંતુ રાજાને પ્રતિક્ષેાધ કરવામાં તે શ્રીહેમચંદ્રસૂરિજીની વાણી જ અસાધારણ ગણાય. કેમકે, આકાશમાં અત્યંત તેજસ્વી એવાં લાખેા નક્ષત્ર ઊગે છે પરંતુ સાગરના નદી ખળભળાટ તે! પૂર્ણિમાના ચંદ્ર સિવાય થતો નથી. '
66
કવિતા રચવી કે કાઈ પણ વિષયના ગ્રંથતું આલેખન કરવુ એ એક વાત છે પરંતુ સિદ્ધરાજ ને કુમારપાળ જેવા રાજકુશળ નૃપતિને પ્રતિખાધ કરવા એ અસાધારણ રાજનીતિનિપુણતા અને વ્યવહારદક્ષતા વગર શકય નથી. રાષ્ટ્રનિર્માણુમાં શ્રીહેમચંદ્રસૂરિને! ફાળો કેવા હશે એના મમ` ઉપરના શ્લેાકમાં અને અગાઉ જણાવેલ શ્રીધર પંડિતે ગાયેલી પ્રશસ્તિમાંથી પણ સૂચવાય છે.
બીહેમચંદ્રસૂરિજીની રાજનીતિજ્ઞતા માટે આજે એ મત પ્રવર્તે છે પરંતુ સિદ્ધરાજ અને કુમારપાલના તિહાસના અભ્યાસીઓ જાણે છે કે, સિદ્ધરાજ અને કુમારપાળ વચ્ચે વૈમનસ્યની ઊંડી ખાઈ બનેલી હતી; તેએ સામસામા પૂર્વ-પશ્ચિમ મહારથી હતા; છતાં શ્રીહેમચંદ્રાચાયજીએ પાતાની દીદી પ્રતિભાથી એ બે વચ્ચે તોડ કાઢી આપ્યા એ જ એમની રાજનીતિજ્ઞતાનું ઉત્કૃષ્ટ નિદર્શન છે.
પ્રાચીન ગ્રંથો ને ચરિત્રો કૌટિલ્યને સર્વોત્કૃષ્ટ રાજનીતિજ્ઞ તરીકે ઓળખાવે છે પરતુ તેણે એક રાજવંશને નિર્મૂળ કરી બીજાની સ્થાપના કરી ત્યારે સહજ રીતે રાષ્ટ્રને કેટલુંયે ખમવું પડયું હશે, કેટલાંયે હત્યાકાંડ ને રાજપ્યાદાંઓના કાવાદાવાની લીલાએ ભજવાઈ હશે, જ્યારે શ્રીહેમચંદ્રસૂરિજીને શ્રમણત્વની મર્યાદાએ હતી. એના ઔચિત્યને ખ્યાલમાં રાખી રાષ્ટ્રને વિદ્યાતક એવી કાઈ પ્રવૃત્તિ હાથ ધર્યા વિના રાષ્ટ્ર અને વરાતી શૃંખલા જોડી આપી, તેને સુરક્ષિત બનાવી રાખવામાં જે કુનેહ દાખવી છે તે કારણે કહે! કે અકસ્માતથી કહેા---પણ ચૌલકચવશના આ ગૌરવશાળી યુગ હૈમયુગ-સુવયુગ કહેવાય છે જે રાજવશના યાજક એ આચાર્યના નામને સાઈક કરે છે; એટલુ જ નહિ લગભગ ૭૦૦ વર્ષ વીત્યાં તાયે ઈતિહાસના અભ્યાસીએના હૃદયમાં એ યુગ આજે ઊંચુ' આસન જમાવી બેઠો છે.
વસ્તુત: શ્રીહેમચંદ્રાચાર્ય ની વિધાયક શક્તિમાં જે પ્રબળ ઉલ્લાસ, જ્વલંત તેજ અને ભવ્ય ધ્યેય હતું તેણે જ ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાને દેહ આપ્યા અને એને 'સ્કારસંપત્તિથી શણુગારી જાજવલ્યમાન કર્યાં છે; એટલું જ નહિ એની કાળને દિશાઓને વેધતી પ્રતિષ્ઠા મધમધતી બનાવી રાખવા માટે લેખની દ્વારા જે સાધના આદરી તે આજસુધીકે આપણા રાષ્ટ્રની અમૂલ્ય સપત્તિ બની રહી છે,