Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૦ : શ્રી હેમચંદ્રસૂરિજીનું જીવન
ચાંગદેવે વિ. સં. ૧૧૫૪ માં શ્રીદેવચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી ને તેમનું નામ સેમચંદ્ર મુનિ રાખવામાં આવ્યું. મુનિજીવનનાં દશ-બાર વર્ષમાં તેમણે શ્રમણઆચામાં કુશળતા મેળવીને તપથી માનસિક એકાગ્રતા સાધી લીધી. અવધાનની શક્તિ મેળવીને તેમણે “શતસહસ્ત્રપદ'નું સામર્થ્ય પ્રાપ્ત કર્યું વિદ્યાસાધનામાં તેમણે તર્ક, લક્ષણ અને સાહિત્ય પર પ્રભુત્વ મેળવી લીધું.
આવી અસાધારણ વિદ્યાપ્રાપ્તિ તેમણે કેની પાસે કરી એ વિષે જાણવા યોગ્ય કોઈ સામગ્રી મળતી નથી, પરંતુ તેમના ગુરુ શ્રીદેવચંદ્રસુરિજી સમર્થ વિદ્વાન હતા. તેમણે રચેલા સ્થાનાંગસૂત્ર-કા” અને “સંતિનાહચચિ' જેવા આકર પ્રથી જણાય છે કે, તેઓ આગમના રહસ્યવેદી ને સંસ્કૃતપ્રાકૃત ભાષાના ધુરંધર કવિ હતા. એવા ગુરુને પ્રસાદથી તેમને જ્ઞાન-સંપત્તિ મળ્યાને એકરાર હેમચંદ્રસૂરિજી પિતે જ કરે છે.
આ શક્તિઓ જાણે ઓછી હેય એમ તેમણે “કાશ્મીરદેશવાસિની' સરસ્વતીને આરાધવા માટે કાશ્મીર જવાને ઈર કર્યો ને પિતાને નિર્ણય ગુરુ આગળ રજૂ કર્યો, પરંતુ ખંભાતથી વિહાર કરતાં માર્ગમાં આવેલા ‘વર્તાવિહારમાં તેમને બ્રાહ્મીને-સરસ્વતીનો સાક્ષાત્કાર થયાનું કહેવાય છે.
ગુરુને તેમની જ્ઞાન-આરાધના ને તપ-સાધને જોઈને થયું કે આ વિષમ કાળમાં આ ગુણી ને પ્રાપ્ત થવા મુશ્કેલ છે. આ યોગ્યતાથી સં. ૧૧૬૬ માં એટલે એકવીશ વર્ષની ઉંમરે તેમના ગુરુએ અને શ્રી નાગોર (મારવાડ)માં તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. આ આચાર્યપદમોત્સવમાં ધનદ શિકીએ છૂટે હાથે ખર્ચ કર્યું હતું. શ્રી સોમચંદ્ર મુનિ હવેથી શ્રી હેમચંદ્રસૂરિના નામે પ્રખ્યાત થયા.
- આચાર્ય થયા પહેલાં તેમણે લેકોપકાર માટે વિવિધ દેશોમાં ભ્રમણ કર્યું હતું, પણ ગુરુ શ્રીદેવચંદ્રસૂરિજી જાણે ગુજરાતનું ને શિષ્યનું ભાવિ ઉકેલતા હોય એમ તેમને છેલ્લા બેલ સુચવ્યું “ગુજરાતને છેડીને બીજા દેશમાં વિહાર ન કરીશ, જ્યાં તું રહીશ ત્યાં મહાન ઉપકાર થશે.” આથી જણાય છે કે, આચાર્ય થયા પછી ગુજરાતને છોડીને એમણે બીજે વિહાર નહિ કર્યો હોય. તેમના કાર્ય-પ્રદેશ ઉપરથી લાગે છે કે તેમનું મુખ્ય નિવાસસ્થળ પાટણ હતું.
પાટણ ગુજરાતની રાજધાનીનું નગર હતું. વિ. સં. ૮૦૨ માં એની સ્થાપના થઈ હતી. શ્રી શીલગુણસૂરિજી, ચંપક શ્રેણી ને શ્રીદેવી જેવાં જૈન સંતાનોના હાથે એના પાયાનાં મુહૂર્ત થયાં હતાં ને વનરાજથી માંડી વાઘેલા સુધીના કાળમાં જૈન મંત્રીઓએ ગૂર્જરરાજ્યને દર બનાવ્યું હતું. વનરાજ, મૂળરાજ, ચામુંડરાજ, ભીમદેવ. કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ ને કુમારપાળ જેવા પરાક્રમી રાજવીઓએ ગુજરાતને યશસ્વી બનાવ્યું હતું. એમના સમયમાં જેનચાર્યોથી આ ભૂમિ પુનિત બની હતી ને તેમની ઉપદેશધારાથી પ્રભાવિત થઈ હતી. મંત્રીઓ, રાજાઓ અને શ્રેટીઓએ ગુજરાતને શિલ્પ-સ્થાપત્યથી શણગાયું હતું કે જેનાચાર્યોના ઉપદેશથી ગુજરાતની પ્રજાએ મગધ ને માલવાના સંસ્કાર ઝીલ્યા હતા ને વલભી તેમજ ભિન્નમાળના સંસ્કારે પોતાના હાડમ પચાવ્યા હતા.
સિદ્ધરાજ પિતે સંસ્કારપ્રિય રાજવી હતો. તત્કાલીન રાજ્યોમાં એને પોતાના સામ્રાજ્યને ભવ્યતા અર્પવી હતી. તેને હસ્પતિનું વિવેકીપણું, પિતાના ચક્રવર્તિત્વની સિદ્ધિ અને પાટણને માનવસમુદ્ર બનાવવાની મહત્ત્વાકાંક્ષા હતી, એ માટે એની સતત જાગૃતિ હતી.
પાટણ વિવિધ વિદ્યાઓનું કેન્દ્ર બન્યું હતું. વિદ્વાનોનું એ આકર્ષણ કરતું. ત્યાંના વાદી-મલેના અખાડામાં જીત મેળવનાર સર્વત્ર વિજયી લેખાતો. સિદ્ધરાજ પિતાની મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિ અર્થે આવા અનેક વિદ્વાનોના સમાગમમાં આવતા હતા,