Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
ગ્રંથકાર
[ આચાર્યવર્ય શ્રીમદ હેમચંદ્રસૂરીશ્વરજી ] ઉપક્રમ : | ગુજરાતના ઈતિહાસમાં આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીનું જીવન અને કવન અનેખું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જ નહિ બલ્ક આખાયે ભારતવર્ષમાં એમના જેવા સંક૯૫સિદ્ધ કર્મઠ, પ્રતિભાશાળી વિદ્યાનિધિ ને પોપકારપરાયણ ત્યાગમૂર્તિ વિભૂતિની જેડ જડવી મુશ્કેલ છે. એમનું નામ લેતાં જ વિવિધ ભાષાવિશારદ, અપ્રતિમ દાર્શનિક, પ્રેરણાશાળી મહાકવિ અને રાષ્ટ્રનિર્માતા તરીકે એકીસાથે એવા અદ્ભુત લાગે છે કે એમનું કોઈ પણ એક ચિત્ર એમના જીવનના વિવિધ પાસાઓનું પૂરેપૂરું પ્રતિબિંબ પાડતું હોય એમ ન કહી શકાય. છતાંય એમના વિષે જે કંઈ સામગ્રી મળી આવે છે એ ઉપરથી લાગે છે કે એમના જીવન નમાં અભૂતપૂર્વ શકિતઓને સંચય થયેલે હતો; એને કેવી રીતે વિકસાવી તેમણે માનવજીવનના વિકાસની સિદ્ધિઓનો આદર્શ જનતા સમક્ષ મૂકો એ રસપ્રદ વિગતોની સંકલનાયે આપણી મમ 9 ચેતનામાં ખરેખર, સંજીવની પ્રેરે એવી તે છે જ. આથી એમના સાહિત્યમાંથી પ્રગટ થતી પ્રતિભા, રાષ્ટ્રમાં એમનું સ્થાન અને પ્રેરણું તેમજ પ્રસ્તુત ગ્રંથનિર્માણમાં એમના જીવનની પહેલેથી લઈ છેવટ સુધી કેવી ઘટનાઓએ સ્થાન મેળવ્યું તેની ઝાંખી કરાવતાં “સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ સંબંધી વિગતે ટૂંકમાં આલેખીશ. સાહિત્યિક જીવનદર્શન :
શ્રી હેમચંદ્રસૂરિજીના સાહિત્યિક જીવનનો અભ્યાસ કરીએ તે આપણને એ લાગ્યા વિના ન જ રહે કે સાહિત્ય ક્ષેત્રમાં એવો કયો વિષય છે કે જે એમનાથી અછૂતે રહ્યો હોય ? એમણે વેદ-વેદાંગથી માંડીને ઇતિહાસ ને પુરાણ, ગૃહ્યસૂત્રને આયુર્વેદ, આગમ ને દર્શન, વ્યાકરણને કેશ, છંદને સાહિત્ય, તિષ ને મંત્ર, યોગ ને રાજનીતિ, પ્રાકૃત ને દેશ્યએ બધાય સાહિત્યના ઉદધિ લે છે. એનું દર્શન તેમના છે અને પ્રત્યેક ગ્રંથમાં છૂટે હાથે વેરેલાં ઉદાહરણે તેમજ વિષયમીમાંસામાં જોઈ શકાય છે.
એમને મંથરાશિ જોઈને તે દંગ થઈ જવાય. આપણને એમને જે જ્ઞાનવારસો મળે છે એ પાછળ સિદ્ધરાજ જયસિંહ અને પરમહંત કુમારપાલને હાથ ન હત–પ્રેરણું ન હેત તો એ જ્ઞાનરાશિનું સર્જન થયું હતું કે કેમ એ એક પ્રશ્ન બની રહે છે. એમણે જે ગ્રંથ રચ્યા છે ને આજે મળી આવે છે તેની પ્લેકસંખ્યા સાથેની નોંધ વિદ્વલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આપી છે તે જ અહીં આપું છું ? વ્યાકરણ અને તેના અંગે : કપૂર ૬. ઉષ્ણદિગણ વિવરણ.
૩૨૫૦ ૧. સિદ્ધહેમ લધુવૃત્તિ.
૬૦૦૦ ૭. ધાતુપારાયણ વિવરણ. ૨. સિદ્ધહેમ બ્રહવૃત્તિ.
૧૮૦૦૦ કેશ: ૩. સિદ્ધહેમ ખૂહન્યાસ. (અપૂર્ણ) ૮૪૦૦૦ ૮. અભિધાન ચિંતામણિ-પન્ન ૪. સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ.
૨૨૦૦ ટીકા સાથે. ૫. લિંગાનુશાસન–સટીક.
ક૬૮૪ ૯. અભિધાન ચિંતામણિ પરિશિષ્ટ, ૨૦૪