Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
ઉપો દુ ઘાત
[ પૂર્વાર્ધ ] લેખક: ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ; વ્યાકરણતીર્થ.
સંપાદક અને પૂરક
[ આચાર્યવર્ય શ્રીમદ્વિજયેલાવણ્યસરીશ્વરજી ] કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજે રચેલા રિન્દ્ર-રાજનુરાસન પર લગભગ ૮૪૦૦૦ શ્લેકપૂરને ઉમાગઢ નામને બ્રહભ્યાસ તેમણે જ છે પરંતુ આપણાં કમનસીબે એ પૂરેપૂરા મળતો નથી. જે છૂટકવુટક ભાગ મળી આવે છે તેનું યોગ્ય હાથે સંપાદન થાય એવી વિદ્વાનોની માગણી રહ્યા કરતી. એક સુભાગી પળે આચાર્યવર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજીએ એનું સંપાદનકાર્ય હાથ ધરવાને પુણ્યસંકલ્પ કર્યો. તેમણે જોયું કે ત્રુટક અંશેને જ પ્રગટ કરવાથી લેકેને એ બહુ ઉપકારક નહીં થાય અને આ વિચારણાએ આ કાર્યને મહાભારત કામ બનાવી મુકયું. તેમણે ત્રુટક અને અનુસંધાનરૂપે પૂરા કરી એ ન્યાસને અખંડિત સ્વરૂપે જનતા સમક્ષ મૂકવાની હામ ભીડી. આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજીની શૈલીને વફાદાર રહેવાનું આ મહાભારત કામ કેટલું કપરું છે એને ખ્યાલ વિદેને આવ્યા વિના ન જ રહે. ખરું જોતાં વ્યાકરણુસૂત્રને મર્મ સમજ, એને પૂર્વાપર સંબંધ જોડ, ઈતર વૈયાકરણના મતે પચાવવા, એની મીમાંસા કરી પિતાના મતનું સમર્થન કરવું, ઈતર વિષેનું સમાધાન આપી સમન્વય સાધવાનું એકીસાથે જ્ઞાન અને ચીવટ રાખવી એ બહુશ્રુત પાંડિય વિના સાધી ન જ શકાય.
શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વ્યાકરણના આઠ અધ્યાયે રચેલા છે. છેલ્લે અધ્યાય પ્રાકૃત ભાષા સંબંધે છે ને સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાના સમગ્ર નિયમ સૂત્રબદ્ધ કર્યા છે. એના ઉપર તેમણે પોતે રાત્તિ, વૃ ત્ત ને આ વૃદજાણ ની રચના કરેલી છે. આ સ્થાનના પ્રથમ અધ્યાયને એક ગ્રંથ આજે પ્રગટ થાય છે, તેમાં પ્રથમ યાદનાં છેટલાં ચાર સૂત્રો ને સમગ્ર બીજા પાદ પરના ન્યાસની રચના આચાર્ય શ્રીવિજયલાવણ્યસૂરિજીએ કરેલી છે. એની આલોચના કરવાનું કામ તે તદ્દવિદોનું છે. અલબત્ત, આચાર્ય હેમચંદ્રસૂરિજીની શૈલીથી આ રચનામાં ભિન્નતા જણાઈ આવે તેનું કારણ તે આ હેમચંદ્રસુરિજી પછી થયેલા ધુરંધર વૈયાકરણેએ નબન્યાયમાં આલેખેલી રચનાપદ્ધતિને પચાવતાં, તેમના મતની મીમાંસા કરતાં ને તેમનું સમર્થન મેળવી આ ન્યાસને આજ સુધીના વૈયાકરણમાં પણ પ્રતિષ્ઠિત બનાવવાનું હોય એમ લાગે છે. વૃત્તિમાં જણાવેલ અર્થ કઈ રીતે સુત્રમાંથી નિષ્પન્ન થયો, એ અંગે પૂર્વ સૂત્રની અનુવૃત્તિ અથવા અનુવર્તમાનની નિવૃત્તિ, સમસ્ત પદને વિગ્રહ, પરિભાષા વગેરેનું અનુસંધાન, એકવચન-બહુવચનાદિનાં ફળ તથા ઉદાહરણ અને પ્રત્યુદાહરણગત અભિનવ શબ્દોની