Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
ગ્રંથ મહત્વનું પ્રકાશન પામે. આ અપૂર્વ કાર્ય કરવા માટે તેમણે પ્રયત્ન કરવા માંડ્યો પણ જ્યારે તેમણે કેટલાક વિદ્વાને અને ગૃહસ્થ મારફત જાણ્યું કે કાર્યને બરાબર ન્યાય આપી શકે એવા વ્યાકરણ વાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્રવિશારદ આચાર્ય વિજયલાવણ્યસરીશ્વરજી મહારાજ સાહેબ જ છે, ત્યારે તેમના હર્ષનો પાર રહ્યો નહિ, આથી આચાર્યશ્રીને આ કાર્ય સવર કરવાની તેમણે વિનંતિ કરી. .
વિ. સં. ૨૦૦૦માં ૫૦ પૂજ્ય આચાર્ય શ્રીમદ્દવિજયલાવણ્યસૂરિજી મ. સા. અમદાવાદમાં ચતુર્માસ સ્થિત હતા ત્યારે પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન કાર્યમાં કેટલે ખર્ચ થશે? અને દર વર્ષે કેટલા ખર્ચને વ્યય કરવો પડશે? વગેરે બાબતો પૂછી ત્યારે માહિતી એકઠી કરતાં તેમના જાણવામાં આવ્યું કે લગભગ ૨ હજારનો ખર્ચ થશે અને દર વર્ષે બેથી અઢી હજારનો ખરચ કરવો પડશે એમ કરતાં લગભગ દશ વર્ષે આ કામ પૂરું થઈ શકે એવી હકીક્ત સાંભળીને તેમણે આ ગ્રંથના પ્રકાશન માટે બેવડા ઉત્સાહથી કાર્ય આરંભ કરવા માટે નિર્ણય જાહેર કર્યો. પરંતુ અફસોસ છે કે, આ ગ્રંથ જુએ એ પહેલાં તેઓ સ્વર્ગસ્થ થયા. માત્ર આ ગ્રંથનાં કેટલાંક છપાયેલાં છે તે જોઈ શક્યા હતા એટલું જ માત્ર આપણને સમાધાન આપે છે. '
પિતા અને કાકાના ધાર્મિક સંસ્કારોમાં ઉછરેલા શેઠ સારાભાઈ, જયંતીભાઈ અને ચીનુભાઈ એ પિતાના કાકાશ્રીનું રણ અદા કરવા માટે આ સુકત કાર્ય આગળ ધપાવ્યે રાખ્યું છે જેના પરિણામે આ વ્યાકરણનો પ્રથમ વિભાગ પ્રગટ થઈ શક્યો છે. આ માટે કાકાશ્રીનાં અધૂરાં કામોને પૂરાં ક ભાવના રાખતા શેઠ સારાભાઈ વગેરે ભાઈઓને આ પ્રસંગે ધન્યવાદ આપ ઘટે છે. માંદગી અને અંતિમ આરાધના –
શેઠ ચીમનલાલભાઈ આનંદથી ધર્મ આરાધન કરતા હતા. એ સમયે ઠાણુગસૂત્રનું ત્રીજું કાણું સંપૂર્ણ સાંભળી લીધું હતું. બારવ્રતની ટીપ તૈયાર કરીને બારવ્રત ઉચ્ચારવાની અને પિતાના બંધાતા બંગલામાં જિનમંદિર કરાવવા માટેની શરૂઆત કરી ચુક્યા અને ખંભાતમાં વિરાજતા સુરિસમ્રાટના વંદન નિમિત્તે જવાની તૈયારી કરતા હતા એવા જ સમયે તેઓ અચાનક માંદગીમાં પટકાઈ પડયા. જોતજોતામાં વ્યાધિએ ઉગ્રરૂપ ધારણ કર્યું. અમદાવાદના ડોકટરો આ વ્યાધિ આગળ હારી ગયા, મુંબઈના ભરૂચા ડોકટર આવીને વીસેક દિવસ રહ્યા, પણ તેમની જીવનદોરી ટુંકાવા માંડી, આદર્યા કામ અધૂરાં રહ્યાં અને છેવટ સુધી ધર્મધ્યાનમાં મન પરેવી વિ. સં. ૨૦૦૧ના પિષ વદિ ૯ના દિવસે પ્રભુ પ્રતિમાનાં દર્શન કરી, મુનિરાજને વંદન કરી આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. - તેમના કુટુંબીઓએ મળીને વિ. સં. ૨૦૦૧ના ચૈત્ર મહિનામાં સ્વર્ગસ્થના કારણથે અઠ્ઠાઈ મહત્સવ કરી વીશ હજાર રૂપિયાને સદ્વ્યય કર્યો. ઉપસંહાર –
, “ઊગે તે આથમે અને ખીલ્યું તે કરમાય’એ શાશ્વત નિયમ મુજબ શેઠ ચીમનલાલભાઈ જમ્યા, વિકસ્યા અને ઝળક્યા. જીવનને પ્રભાત કાળથી સંધ્યા સમય સુધી તેમણે પોતાની જીવનસાધના ઉત્તરોત્તર દીપાવી સંસ્થાના અનમ રંગે ઉપર કાળી રાતના અંધારાં ઢોળાવા માંડયાં ને એ ઝબુકતા તારો સદા માટે અસ્ત થયે પણ માત્ર અક્ષરરૂપે બની રહી એમની આ સુવાસભરી જીવન ગાથા. એક ભાઈએ ચારિત્રજીવનને દીપાવ્યું જયારે બીજા ભાઈ એ ગૃહસ્થજીવનને અજવાળ્યું. એ બંને આદર્શ જીવને આપણને પ્રેરક બને, એ જ શુભેચ્છા.
– પ્રકાશક