Book Title: Swopagnyashabda maharnavnyas Bruhannyasa Part 1
Author(s): Hemchandracharya, Lavanyasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ૨ : સંપાદક અને પૂરક સાધનિક, તેને લગતી ચર્ચા અને સમન્વય, તેમજ અવતરણ અને ઉપસંહાર વગેરેને તેમણે સમાવેશ કર્યો છે. આ રીતે જોઈએ તે શ્રી હેમચંદ્રસૂરિજીની શિલીને વફાદાર રહેવામાં અનુસંધાનની રચના થયેલી જોવાય છે; છતાં જે સ્થળે નવી શૈલીનું દર્શન થાય છે તે તે આધુનિક પરિષ્કારપદ્ધતિને ધ્યાનમાં રાખીને જ કરેલું છે. વિશેષતઃ પ્રાચીન શૈલીને જ આમાં મુખ્યપણે સ્થાન આપેલું છે. આ બૃહવ્યાસના અધ્યાયોને તે તે સહાયક સામગ્રીથી અલંકૃત કરવાનો વિચાર પણ તેમણે જ કર્યો નથી અને તેથી તેના પરિશિષ્ટોમાં શ્રી હેમચંદ્રાચાર્ય રચિત પજ્ઞ ટીકા સહિત fજીનુરાસન અને તેમણે જ રચેલા સૂકાઇ માને એક અધ્યાય પૂરતો ભાગ શ્રીઅભયતિલકસૂરિજીએ તેના પર રચેલી વ્યાખ્યા સાથે આવે છે. વળી, ગુજરાતી શબ્દાનુક્રમણિકા આપીને આખાયે અંધને સાંગે પાંગ ને ઉપયોગી બનાવવાનો વિચાર એમણે આમાં આવરી લીધું છે. આ કાર્ય કેવું પાંડિત્યપૂર્ણ અને શ્રમસાધ્ય છે એ સહુને સહેજે જણાઈ આવશે. આચાર્યશ્રીનું વ્યાકરણવિષયક જ્ઞાન અગાધ છે ને સાથે જ દર્શનશાસ્ત્ર તેમજ સાહિત્યના પણ તેઓ પ્રખર અભ્યાસી છે એ તેમની ગ્રંથરચનાઓથી પણ જણાઈ આવે છે. તેમણે શ્રીમદ્દ ઉમાસ્વાતિ મહારાજકૃત “તત્વાર્થીધિગમવ'નાં દર્શનમૂલક ત્રણ સૂત્ર ઉપરના ભાષ્ય અને શ્રીસિદ્ધસેનગણિની ટીકા ઉપર વિશદ અને ભાવવાહી “ત્રિસૂરીપ્રકાશિકા' નામને પ્રૌઢ ગ્રંથ લગભગ ૪૦૦૦ કપૂરને બનાવ્યો છે. વળી, “ધાતુરત્નાકર 'ના સાત ભાગો જે ૪ લાખ શ્લોકાત્મક છે, જે પ્રગટ થઈ ચૂક્યા છે. આ સિવાય શ્રી હેમચંદ્રસૂરિજીત “કાવ્યાનુશાસન' પર જે “અલંકારચૂડામણિ’ નામની ટીકા અને તે પર વિવેક-ટિપ્પણ છે તેને ધ્યાનમાં રાખી એક વિશાળકાય ટીકાગ્રંથની રચના કરી રાખેલી છે, જે સમય આવતાં પ્રગટ કરવામાં આવશે. તેમણે શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય જેવા પ્રતિભાસંપન્ન દાર્શનિક વિદ્વાનના ગ્રંથ પર ટીકાઓ રચી છે, તેમાંથી અત્યાર સુધીમાં વર્ષની નથી, નથી ઉપરની ટીકાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે અને અને સચવા તેમજ વોરા ઉપરની ટીકાઓ છપાઈ રહી છે. વળી, વિધાતાને વિઠનની ભાળ જ્યાં સુધી લાગી નહાતી ત્યાં સુધી આવી જે ગ્રંથ એક માત્ર ગદ્યકાવ્યમાં મૂર્ધન્ય ગણાત. પ્રસિદ્ધિ પામેલા એ મૂળ માત્ર ગ્રંથને બહુ ઓછાજણ હાથમાં લેતા. આથી તેના પર વિશદ ટીકા રચવાનું કાર્ય પણ તેમણે હાથ ધર્યું છે. હર્ષની વાત છે કે એ ગ્રંથ પણ આજે છપાઈ રહ્યો છે. આ ઉપરથી એમની સમર્થ પ્રજ્ઞાને સહુ કોઈને ખ્યાલ આવી શકશે. આ વિષે અહીં વધુ વિવેચન કરવું ઉચિત નથી, વિદ્વાની સમભાવી દૃષ્ટિ જ એને માણી શકશે. છેવટે એટલું જ કહીશ કે, શ્રી હેમચંદ્રાચાર્યજીની દુષ્કર વ્યાકરણરચનામાં જ આચાર્ય શ્રીવિજ્યલાવણ્યસુરિજીના રથનાસંક૯૫નું મહત્ત્વ સમજાશે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 522