________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠપરિચછેદ
૧૯૧ રણ કરી આ મહારો મિત્ર બહાર નીકળશે. એટલે તે ત્યારે પરિજનવર્ગ પણ વિમોહિત થઈ જશે અને તેઓ કિંચિત માત્ર પણ આપણા આ કપટને જાણી શકશે નહી. વળી આ મહારે મિત્ર પરકાર્ય કરવામાં બહુજ રસિક અને ધીર છે. આ પ્રમાણે હારા કહેવાથી તેને અત્યંત હર્ષ થયે અને રોમાંચિત થઈ તરતજ તેણીએ પિતાનો સર્વ વેષ ઉતારીને હેને આપી દીધો. પછી હું તે બાળાને સાથે લઈ કામદેવની મૂર્તિ પાછળ પ્રથમની માફક સંતાઈગ. ચિત્રગતિ પણ તેણીનાં સર્વ વસ્ત્રઆભરણ પહેરી તૈ
યાર થઈ દ્વાર ઉઘાડીને બહાર નીકચિત્રગતિનુંપટ, જે, એટલે કનકમાલાનો પરિજન
તેની વાટ જોઈને તૈયાર ઉભે હતો. ચિત્રગતિને જે કોઈને પણ ભ્રાંતિ થઈ નહીં અને તેઓ, કનકમાલા આવી એમ જાણું શિબિકાને પાસમાં લાવ્યા, એટલે ચિત્રગતિ એકદમ તેની અંદર બેસી ગયો. ત્યારબાદ તે લોકે ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા એટલે તેઓને કે લાહલ બંધ પડયો. બાદ આ સ્થાનમાં હવે કઈ નથી એમ જાણું હે કહ્યું કે, હે સુંદરી ? હવે આપણે અહીં શું કરવું? તે સાંભળી લજજાને લીધે તેનું મુખારવિંદ નમ્ર થઈ ગયું અને ભયને લીધે તેનાં સર્વ અંગ કંપવા લાગ્યાં. છતાં પણ મહાન વિરહ દુઃખથી પીડાયેલી તે બાલા ગદ્ગદ્દ કંઠે મહા કષ્ટવડે બેલી કે, હે પ્રિયતમ ? દેવગને લીધે મહને આપને આજે સમાગમ થયો છે. હવે હું આપને શરણે આવી, આપને જેમ એગ્યલાગે તેમ આપ પોતેજ કરે.
For Private And Personal Use Only