________________
ગણાય છે. તેમનાં કુટુંબનાં સંતાનોમાંથી ઘણા જ પુણ્યાત્માઓએ દીક્ષા લઈને જિનશાસનની ખૂબ પ્રભાવના કરી છે અને આજે પણ પ્રભાવના કરી રહ્યા છે. આ રીતે ધર્મસંસ્કારોથી સુવાસિત ધર્મપત્નીના સુયોગથી તેમ જ માતા તરફથી મળેલા ધર્મસંસ્કારોના સુયોગથી તેમના જીવનમાં સોનામાં સુગંધનો યોગ થયો હતો. માંડલથી શંખેશ્વરજી તીર્થ ઘણું નજીક હોવાથી શ્રીશંખેશ્વરજીતીર્થ ઉપર પ્રારંભથી જ એમના હૃદયમાં અપાર ભક્તિભાવ હતો. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ભોગીલાલભાઈ જીવનના પ્રારંભથી જ પરમ ઉપાસક હતા.
ભોગીલાલભાઈ સત્તર વર્ષની વયે માંડલ છોડી મૂળ વતન દેથળી ગયા. ત્યાં લગભગ બે વર્ષ રહી અમદાવાદ ગયા અને ધંધામાં જોડાયા. તેમને બીજા પણ બે નાના ભાઈઓ અને એક બહેન છે કે જેઓ અમદાવાદમાં રહે છે. વિ. સં. ૧૯૭૯માં મહા સુદિ ૧ ને દિવસે અઠ્ઠાવીસમાં વર્ષે તેમને મણિબાઈની કુક્ષિથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ જે હાલ મુનિરાજશ્રી જંબૂવિજયજી ના નામથી પ્રસિદ્ધ છે. પુત્ર ચાર વર્ષની વયનો થતાં બત્રીસમે વર્ષે તેમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધી. યુવાવસ્થા, સર્વ પ્રકારની સાધનસંપન્નતા, અનુકૂળ વાતાવરણ આ બધાં સંયોગો વચ્ચે પણ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા સ્વીકારવી એ શ્રી ભોગીલાલભાઈમાં રહેલા દૃઢ આત્મબળની સાક્ષી પુરે છે.
આંતરિક અભિરૂચિ, ઘરનું ધાર્મિક વાતાવરણ તેમજ સદ્ગુરૂ આદિના સતત સંસર્ગ અને પ્રેરણાને પરિણામે ભોગીલાલભાઈનો પ્રભુભક્તિ, ધાર્મિક આચરણ તથા તપ-જપાદિ આરાધના તરફનો ઝોક વધતો ગયો. તેમણે શ્રી સિદ્ધાચળની નવાણું યાત્રા કરી. બીજાં ઘણાં તીર્થસ્થળોની યાત્રા કરી. તેમજ હૃદયમાં ઉડે ઉડે પણ દીક્ષાની ભાવના પ્રગટવાથી ધાર્મિક તેમજ સંસ્કૃત અભ્યાસ પણ શરૂ કર્યો. દીક્ષા લીધા પહેલાં જ સંસ્કૃતભાષાનું તથા કાવ્યાદિનું સારૂં એવું જ્ઞાન એમણે સંપાદન કરી લીધું હતું.
પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી દાદાના પટ્ટાલંકાર પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ ઉત્તમ ચારિત્રપાત્ર ગંભીર અને જ્ઞાની સત્પુરૂષ હતા. તેમની ધર્મદેશના ઉચ્ચ કોટિની ગણાતી હતી. ભોગીલાલભાઈના હૃદય તથા જીવન ઉપર તેની ઘણી અસર થઈ હતી અને તેથી એ તેમના પરમ ભક્ત બન્યા હતા. વિ. સં ૧૯૮૮ માં શ્રી ભોગીલાલભાઈની દીક્ષાની ભાવના બળવત્તર બની, પણ પુત્ર દશ વર્ષનો હતો તેમજ તેમના પોતાના માતા-પિતા વગેરે પણ હૈયાત હતા. તેઓ બધાં આ બાબતમાં સંમતિ આપે કે કેમ તે શંકાસ્પદ હકીકત હતી. એટલે તેમણે ગુપ્ત રીતે જ અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી દાદાના વરદ હસ્તે વિ. સં ૧૯૮૮ ના જેઠ વિદ છઠને દિવસે દીક્ષા લીધી અને પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે તેમને સ્થાપવામાં આવ્યા અને મુનિરાજશ્રી ભુવનવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા.
સંયમી જીવનમાં પણ નિરતિચારપણે ચારિત્રપાલન કરતાં તેમણે સારી સુવાસ ફેલાવી હતી. અપ્રમત્તભાવે સતત જ્ઞાનઉપાસના એ એમની એક મોટી વિશિષ્ટતા હતી. દ્રવ્યાનુયોગ, કર્મસાહિત્ય આદિનો અભ્યાસ કરવા ઉપરાંત આગમસાહિત્યનું અવગાહન એમણે શરૂ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org