Book Title: Shrutsagar 2016 06 Volume 03 01
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR June-2016 ઉજમણામાં મુકવા તેમાં ખરૂ જુઓ તો ચંદ્રવા, પુંઠીયાનું ઉજમણું કહેવાય, જ્ઞાનનું ન કહેવાય. પણ પાંચસે રૂપૈયાના નવા ગ્રંથો લખાવી ઉજમણાંમાં મુકે તો તે જ્ઞાનનું ઉજમણું કહેવાય અને તેથી યથાયોગ્ય લાભ થઈ શકે. પહેલાના વખતમાં મુનિરાજ વર્ગ પોતે જુનાં પુસ્તકો ઉપરથી નવાં પુસ્તકો હાથે લખતા હતા અને જ્ઞાનની વૃદ્ધિ કરતા હતા. તેથી અશુદ્ધ લખવાનું પ્રાયઃ બનતું નહોતું પણ હાલ તેમ થતું નથી, હાલ તો લહીઓ પાસેજ લખાવવામાં આવે છે. માટે દેખરેખ રાખી શુદ્ધ ગ્રંથો લખાય તેમ થવું જોઇએ. તેમાં રૂશનાઈ (શાહી) પણ સારી વાપરવી જોઇએ. કે ચોમાસામાં પાનાં પરસ્પર ચોંટી જવાનો ભય રહે નહિં. તીર્થોદ્ધાર કરતાં જીર્ણ ગ્રંથોદ્ધારનું કામ ઘણું અગત્યનું નથી એમ કહી શકાય નહીં. કારણ કે જે જે અલૌકિક ગ્રંથો કે જેની બીજી પ્રતિઓ નથી તેવા ગ્રંથો નાશ પામ્યા તો કરોડો ઉપાયે તે ગ્રંથો મળવાના નથી પણ પ્રતિમાઓ તો નવી પણ ભરાવી શકાય તો તેમાં ના કહી શકાય નહીં. જેવું તીર્થોદ્ધારનું કામ અગત્યનું છે તેવુંજ નીર્થગ્રંથોદ્ધારનું કામ પણ ઘણુંજ અગત્યનું છે. જે કાળે જેની હાનિ થતી હોય અને તે કામ ઘણું અગત્યનું હોય તો તેના ઉપર વિવેકી પુરુષો વિશેષ લક્ષ રાખે છે. હાલ જીર્ણ તીર્થોદ્ધારને માટે જેમ લાખ રૂપૈયા ઉપરાંતની ટીપ થઇ તેમ નીfથોદ્ધારને માટે ટીપ થવી જોઇએ. શ્રી ફલોદી તીર્થમાં જૈન કનફરન્સ ભરાયું હતું, તેમાં આ વાત ચર્ચાઇ હતી. પણ વાતો કરી સર્વ સહસ્થો પોત પોતાને ઘેર ગયા છે. હવે તેઓ શું કરે છે. તે જાણવાને આતુર છીએ. જૈન ધર્મની પ્રાચીનતા જણાવનાર ખરેખર જૈન પુસ્તક ભંડારોજ છે. તેની ખુવારી નહીં થવા દેવી જૈનધર્મીઓને છાજે છે. પ્રખ્યાત મુનિવર્ય શ્રીમત્ શ્રી આત્મારામજી મહારાજ લખે છે કે "जैनी लोक जिव्हाके वास्ते खाने में लाखों रुपये खरच करते हैं. चुरमे आदिकके लडुओंकी खबर लीये जाते हैं, परंतु जीर्ण भंडार के उद्धार करणेकी वात तो क्याजाने स्वप्नमेंभी करते होवेंगे के नहीं. जिनेश्वरदेवने तो एसे कहा है कि जो धर्मक्षेत्र बिगडता होवे तिसकी सारसंभाल पहिले करनी चाहिये. इस वास्ते इस कालमें ज्ञानभंडार विगडता है. पहिले तिसका उद्धार करना चाहिये. આગળ કહે છે કે “નો ગેની તો અપને પુસ્તક વસુત ચત્ર રતે હૈં વે તો बहुत अच्छा काम करते हैं. परंतु जेसलमेरमें जो भंडारके आगे पत्थरकी भींत चिनके भंडार बंधकर छोडा है, और कोई उसकी खबर नहीं लेता है. क्याजाने वे पुस्तक मट्टी होगये हैं के शेष कुछ रहगये हैं इस हेतुसे तो हम इस कालके जैनमतीयोंको बहुत नालायक समजते हैं" For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36