Book Title: Shrutsagar 2016 06 Volume 03 01
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 25 श्रुतसागर जून-२०१६ ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્ર ભાષાથી સંસ્કૃત શીખવાને જેમ ‘બાલબોધિની રચાયેલ છે, તેમ આ પણ કદાચ લોકભાષાથી શીખવાનું સંસ્કૃત વ્યાકરણ હશે એવી જિજ્ઞાસાથી એ ગ્રંથ તપાસવા હેને ઈચ્છા થઈ, પરંતુ આ ગ્રંથની પ્રતિ અન્યત્ર મળવી દુર્લભ જણાઇ. સદ્ભાગ્યે વયોવૃદ્ધ જૈન મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજના સંગ્રહમાંથી અહીંના જૈન જ્ઞામંદિરમાંથી એ ગ્રંથની પ્રતિ મહિને મળી, કે જે પ્રતિ તેઓશ્રીએ વિ.સં. ૧૯૫૦માં જેસલમેરના ચાતુર્માસ દરમ્યાન ત્યાંના આદર્શ પુસ્તક ઉપરથી નવી લખાવી લીધી હતી. જો કે આ પ્રતિ કેટલીક જગ્યાએ અશુદ્ધ છે, તો પણ મૂળ ગ્રંથની ભાષા તેમાં સારી રીતે સચવાઇ રહેલી જણાય છે. તેનો અંતભંગ તપાસવાથી તે ગ્રંથમાં રહેલી તત્કાલીન ગુજરાતી ભાષા તરફ હારૂં ખાસ લક્ષ્ય ખેંચાયું, હું ધારું છું કે-પ્રાચીન ગુજરાતી ભાષાના અભ્યાસીઓને આથી કંઈક નવું જાણવા-વિચારવાનું મળશે. પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં કર્તાએ બીજા બે શ્લોકો મૂક્યા છે, તેમાં આ ગ્રંથના જે આઠ વિભાગોમાં વિભક્તિ કરેલ છે, તેનાં નામો તથા આ ગ્રંથની ઉપયોગિતા માટે જણાવ્યું છે. તે શ્લોકો આ પ્રમાણે છે. “आदौ संज्ञा तत: सन्धिः स्यादयः कारकाणि च । समासान्योक्तिविज्ञानं संस्कारस्त्यादयस्तथा ॥२॥ इत्यष्टप्रक्रमोपेतामेतां कुर्वन्तु हृद्गहे। વાતન્ત્રમાæરમાવે યથા તપશ્રિગંગના: રા” ભાવાર્થ-૧ સંજ્ઞાપ્રક્રમ, ૨ સંધિપ્રક્રમ, ૩ સ્વાદિપ્રક્રમ, ૪ કારકપ્રક્રમ, ૫ સમાસ પ્રકમ, ૬ અન્યોક્તિવિજ્ઞાન પ્રક્રમ, ૭ સંસ્કાર પ્રક્રમ અને ૮ ત્યાદિપ્રક્રમા એમ આઠ પ્રક્રમોથી યુક્ત આ બાલશિક્ષાને કાતંત્ર-સૂર્યના અભાવમાં દીપશ્રી સદશ સમજી હે જનો! આપ હૃદય-ગૃહમાં સ્થાપન કરો. ૨,૩. પૂર્વોક્ત પ્રશસ્તિપદ્યમાં જો કે કર્તાનું નામ જોવામાં આવતું નથી, પરંતુ પ્રક્રમોના અન્તમાં સંગ્રામસિંહ નામ જોવામાં આવે છે.' વિ.સં. ૧૫૨૦માં બુદ્ધિસાગર' નામના સર્વમાન્ય અસુપયોગી ગ્રંથના રચનાર, મહમ્મદ ખીલજીના માનીતા વિશ્વાસપાત્ર ભંડારી, લક્ષ્મી અને સરસ્વતીના કૃપાપાત્ર, માંડવગઢના પ્રસિદ્ધ ઓસવાલ કવિ સંગ્રામસિંહથી પ્રસ્તુત બાલશિક્ષાકાર સંગ્રામસિંહ ભિન્ન છે, એ ઉપર્યુક્ત પ્રશસ્તિમાં સૂચવાયેલ રચના સમય, ગ્રંથસ્પરિચય ઇત્યાદિથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. વિશેષમાં આ ગ્રંથકાર એક સ્થળે કર્ણદેવરાજાના ઉજ્જવલ યશની પ્રશંસા કરે છે. જૂઓ1. (इति ठ. संग्रामसिंहविरचितायां बालशिक्षायां संस्कारप्रक्रमः । “वेदाः प्रमाण स्मृतयः प्रमाण ધર્માર્થયુર્ત વવનું પ્રમાણ I શ્રી વેવસ્ય નરાધિપસ્ય શુભ્રં યશઃ વર્તમપ્રમાણમ્ II” બાલશિક્ષા (કારકપ્રક્રમ, ૫-૧૨) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36