________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઘુશિલ્પકૃતિઓમાં પગલા
મુનિશ્રી સુયશચંદ્રવિજયજી વૈશ્વિક શિલ્પસંપત્તિના વિકાસમાં જો કોઈનો સિંહફાળો નોંધાયો હોય તો તે કદાચ ભારતનો જ હશે. ભારતના એ પ્રાચીન સ્થપતિઓએ અલ્પ સાધનોમાંય એવા કેટલાય બેજોડ શિલ્પો બનાવ્યા જે કદાચ આજે અદ્યતન ટેક્નોલોજીની સહાયથી પણ ન બની શકે. ખજૂરાવના મંદિરો, અજંટા-ઈલોરાની ગુફાના શિલ્પો, તાજમહલ જેવા સ્થાપત્યો શિલ્પકળાના ઉત્તમ ઉદાહરણો છે.
જૈન દર્શનમાં પણ શ્રેષ્ઠ શિલ્પીઓના હાથે કંડારાયેલા બેનમૂન કારીગરીવાળા આવા ઘણા શિલ્પો પ્રાચીનતાની ધરોહર રૂપે સચવાયેલા છે. દેલવાડાના જિનાલયો, કુંભારિયા તેમજ વકાણાના જિનમંદિરો આ વાતનો બોલતો પૂરાવો છે. જોકે શિલ્પની આ વાત ફક્ત મોટા જિનમંદિરો કે સ્થાપત્ય પૂરતી સીમિત નથી. નાની-નાની શિલ્પાકૃતિઓમાં પણ પોતાનો જીવ રેડી શિલ્પીઓએ જાણે પ્રાણનું આરોપણ કર્યું હોય તેવું કેટલાય શિલ્પો જોતા લાગે પણ મોટું –મોટું જોવા ટેવાયેલા આપણને તે બાબતનું ધ્યાન ઓછું પહોંચે તે એક સ્વાભાવિક વાત છે. અમારી રાજસ્થાન વિહારયાત્રા દરમ્યાન આવી કેટલીય નાની રચનાઓ અમારા જોવામાં આવી જેમકે બેડાની ૧૦મી સદીની પ્રતિમાઓ, કોરટાજીના તોરણો, આબુનું શેઠ-શેઠાણીનું શિલ્પ અને બીજી પણ ગુરૂપૂર્તિઓ પાદુકાઓ વિગેરે વિગેરે આપણે અહિં તે રચનાઓમાંથી એક પ્રાચીન પાદુકા શિલ્પ અંગે વિચારીશું. પાદુકાઃ
આપણી ભારતીય સંસ્કૃતિમાં પરાપૂર્વથી દેવ-ગુરુના ચરણકમલની પૂજા થતી આવી છે. જૈન દર્શનમાં પણ પ્રભુ ઋષભદેવના પુત્ર બાહુબલીજીએ તક્ષશીલામાં પ્રભુના અંકુશ ચક્રાદિથી લાંછિત ચરણયુગલનું ભાવથી પૂજન કરી તેના પર રત્નમય ધર્મચક્ર બનાવ્યાની વિગત ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્રમાંથી મળે છે. તે સિવાય વિવિધતીર્થકલ્પ જેવા અનેકાનેક ગ્રંથોમાં પણ આવા પગલાઓની નોંધ મળે છે. પગલાના પ્રત્યક્ષપુરાવા રૂપે પાલીતાણા-આદીનાથ દાદાના પગલા, કલિકુંડ પાર્શ્વનાથના પગલા, ગોડી પાર્શ્વનાથના પગલાને આપણે જાણીએ છીએ.
અહિં પ્રશ્ન થાય કે પ્રતિમાઓની જગ્યાએ પગલાઓનું પૂજન શા કારણથી અને ક્યારથી શરૂ થયું હશે? જો કે પ્રશ્નનો ઉત્તર વિચારવો ઘણો અઘરો છે. આપણે ત્યાં દેવ-ગુરૂની ભક્તિમાં શ્રાવકોએ ક્યારેય પાછુ વાળી જોયું નથી તેથી
For Private and Personal Use Only