Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 7
________________ કરી “દેહ તે હું” એમ દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે. શ્રીમ આત્મા તે “હું–લોડÉ' એમ આત્માને અહં મુખ્યપણે વતી રહ્યો છે. એક અહંમરે તે બીજે જીવે, બીજે જીવે તે પહેલે મરે. ભલભલે મહાત્માઓ પણ આ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છુટી શકતા નથી, પણ શ્રીમદ્દ તો એમાંથી સર્વથા છુટી ગયા હતા, એ જ એમનું પરમ સતપણું-પરમ માહપણું છે. સર્વ અહંના મૂળ આધારભૂત દેહાભિમાન (અહંપ્રત્યયબુદ્ધિ) શ્રીમદ્દ કેટલું બધું ગલિત થઈ ગયું હતું, એ તેમની આત્મચર્યા વગેરે અનેક વસ્તુનું ગંભીરતાપૂર્વક અભ્યાસ-અવગાહન કરવાથી મધ્યસ્થ બુદ્ધિમાન વિચારકેને સ્પષ્ટ સમજી શકાશે. મ્યાનથી તલવાર જેમ જુદી છે, શરીરથી વસ્ત્ર જેમ જુદું છે, ક્ષીરથી નીર જેમ જુદું છે; તેમ દેહથી “દેહી’–આત્મા જુદો છે, * ભિન્ન છે, એવું સ્વાનુભવપ્રત્યક્ષ સતત આત્મભાન જે મહાપુરુષને વર્તતું હતું: એવા શ્રીમદ્દ સાચે જ પરમ આત્મજ્ઞાની–પરમહંસ હતા; જેને બુદ્ધિમાન પ્રેક્ષાવજો તેમની અંગત હાથનોંધમાંની વગેરે અનેક વસ્તુ લક્ષમાં લઈ વિચારવામાં આવશે તે સ્પષ્ટ પ્રતીતિરૂપ થવા સંભવ. આશ્ચર્ય એ થાય છે કે, એ મહાપુરુષમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ જોઈ તેથી સાવધ રહેવાની પુરુષાર્થરૂપ તાલાવેલી કેટલી બધી વતી રહી છે, તે હાથનોંધ ૧ લી પૃષ્ઠ ૮૭-૮૯-૯૦-૯૧-૯૨-૯૩-૯૪-૧૦૧ માં વિચારક સુજ્ઞ બંધુઓ સ્પષ્ટ નિહાળી જતાં ગંભીર વિચારમાં મૂકી દે તેવો પ્રકાર જોઈ શકશે કે, જે આ અંતરંગ વચનપ્રકાર ભાગ્યે જ કોઈ વિરલ છવામાં સંભવી શકે. શ્રીમદ્દ એક પત્રમાં લખે છે કે–અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. શ્રીમદ્ભી દશા સંસારમાં * જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે; તેમ સમ્યગ્દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36