Book Title: Shrimad Rajchandra Atmacharya
Author(s): Punyavijay
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 19
________________ શ્રીમદ રાજચંદ્ર-આત્મચય [ પા. ૮૦૩] [ હાથનેધ ૧, પૃ. ૯૦ ] તે વ્યવહાર ત્યાખ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ચ થતા યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હેવાથી વ્યવહાર ત્યાગે જતો નથી. સર્વ વિભાવયોગ મટયા વિના અમારૂં ચિત્ત બીજા કોઈ ઉપાય સંતેષ પામે એમ લાગતું નથી. તે વિભાવયોગ બે પ્રકારે છે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતે ભાવસ્વરૂપ આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વતંતે આત્મભાવ ઘણું પરિક્ષણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. તે સંપૂર્ણ વિભાગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ તે તે કારણે કરી વિશેષ કલેશ વેદના કરવો પડે છે, કેમકે ઉદય વિભાવક્રિયાને છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. [ પા. ૮૦૪] [ હાથનેધ ૧, પૃ. ૯૧] તથાપિ એમ રહે છે કે, ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તે આત્મભાવ વિશેષ ચંચળ પરિણામને પામશે; કેમકે આત્મભાવ વિશેષ સંધાન કરવાને અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે, અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જે આત્મભાવ ઉત્પન્ન થયો છે, તે આત્મભાવ પર જે વિશેષ લક્ષ કરવામાં આવે તે અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય, અને વિશેષ જાગ્રતાવસ્થા ઉત્પન્ન થાય, અને ચેડા કાળમાં હિતકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36