________________
૨૪
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચય હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
હે શ્રી ભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર છે.
[ પા. ૮૨૪]
[ હાથોંધ ૨, પૃ. ૪૭ ] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે.
ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાર્ગ શ્રી ગુના અનુગ્રહથી જાણ, પરમ પ્રયત્નથી ઉપાસના કરે.
હાથોંધ ૩ જી. [ પા. ૮૨૫]
[ હાથનેધ ૩, પૃ. ૭ સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા ગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.
[પા. ૨૬ ]
[ હાથનેધ ૩, પૃ. ૧૫ ]
ૐ નમઃ સર્વ જીવ સુખને ઈચ્છે છે. દુઃખ સર્વને અપ્રિય છે. દુખથી મુક્ત થવા સર્વ જીવ ઈચ્છે છે. વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org