Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ શ્રેણિક બિંબિસાર મીઠાઈ ઉપર પાણી ન મળે તો તરસે જીવ જતો રહે. કુમાર બિંબિસાર તો બુદ્ધિનો ભંડાર હતો. એણે ઘડાઓની આસપાસ કપડું વીંટાળી દેવા કહ્યું. ઘડા નવા હતા, એટલે ઝમતા હતા. એ ઝમેલું પાણી કપડા ઉપર લઈ નિચોવીને સહુએ તરસ છિપાવી. રાજા ખબર કાઢવા આવ્યા ત્યારે કુમારોએ બધી હકીકત કહી. રાજાએ દિલગીર થવાનો ડોળ કરતાં કહ્યું : જેને આવી સુંદર મીઠાઈનો ભૂકો કરીને ખાવાની અક્કલ સૂજી, ને જેણે ઝમેલું પાણી પીધું એને ખરેખર રંક સમજવો.” ' ટૂંક સમય બાદ રાજાએ બીજી એક પરીક્ષા કરી. બધા કુમારોને જમવા માટે બોલાવ્યા. સહુના ભાણામાં ખીર પીરસી અને પછી સંકેત મુજબ શિકારી કૂતરાઓ છોડી મૂક્યા. ભયંકર કૂતરાઓને આવતા જોઈ બીજા કુમારો નાસી ગયા, પણ ધીરજનો અવતાર કુમાર બિંબિસાર તો શાન્તિથી પોતાના ભાણા પર જ બેઠો રહ્યો. એણે પોતાની પાસે પડેલાં બીજા કુમારોનાં ભાણાં કૂતરાઓ તરફ ધકેલી દીધાં. કૂતરા એ ખાવામાં રોકાયા. તેટલી વારમાં પોતે ખાઈ લીધું. રાજાએ આ જાણ્યું ત્યારે તેમણે કેવળ એટલું જ કહ્યું : “ધિકુ છે કુમાર તને ! કૂતરાઓની પંક્તિમાં બેસીને ખાતાં ન શરમાયો !” બિંબિસારને આથી બહુ ખોટું લાગ્યું. એક દિવસે બિંબિસાર ફક્ત હાથે ને પગે નગર છોડીને ચાલ્યો નીકળ્યો. પોતાના પિતા કે પોતાની પ્રજા જ્યાં સુધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36