________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ . . ..... . દીકરાને કહેજો કે બાપને ગતિએ પહોંચાડવા જલદી આવે.
ગમે તેમ તોય બાપ-દીકરાનું હેત ! સાસુ-સસરાની રજા લઈ, ગર્ભવતી પત્ની સુનંદાની રજા લઈ ગોપાળ એક દિવસ રવાના થયો. પોતાનો જમાઈ રાજકુંવર છે એ જાણી શેઠશેઠાણીની આંખમાં હરખનાં આંસુ આવ્યાં.
કુમાર બિંબિસારના અનેક દુશ્મનો હતા, પણ સૂરજનો ઉદય જોઈ તારા છુપાઈ જાય, એમ એના પરાક્રમ પાસે સહુ નાસી ગયા. મરતા રાજાએ મગધનો મુગટ બિંબિસારને માથે મૂક્યો.
રાજા બિંબિસાર મગધના સિંહાસનને શોભાવે છે. એણે નવી નગરી વસાવી છે. રાજગૃહી નામ રાખ્યું છે. ઇંદ્રની અલકાપુરીની તો લોકો વાતો કરે એટલું જ, પણ પૃથ્વી પર અલકાપુરી જોવી હોય તો રાજગૃહી જોઈ લો. ત્યાં ધન્ના ને શાલિભદ્ર જેવાની રિદ્ધિસિદ્ધિ છે. મેતારની દાનશાળાઓ ને અશ્વશાળાઓ છે, શ્રેષ્ઠી સુદર્શન જેવાનાં ધર્માલયો છે.
રાજા તો રાજનાં કાજમાં પડ્યો છે. ભોળી સુનંદાની યાદ ભૂલ્યો છે. સુનંદાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. નામ પાડ્યું છે અભયકુમાર ! માતાનું શીલ ને પિતાનું પરાક્રમ પુત્રમાં ઊતર્યા છે !
એક દિવસ મા-દીકરો રાજગૃહી આવ્યાં, ને રાજાને મળ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org