Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ શ્રેણિકબિંબિસાર કસાઈને કૂવામાં લટકાવો, જેથી કીડી જેવા જીવની પણ હત્યા ન કરી શકે.” રાજાનો હુકમ એટલે એની બજવણીમાં વાર શી? બીજે દિવસે મગધરાજ શ્રેણિક હરખાતે હૈયે ભગવાન પાસે આવ્યા. કપિલા દાસી ને કાલસૌરિક કસાઈને પણ સાથે રાખ્યાં હતાં. - ભગવાને હસીને કપિલાને પૂછ્યું કે કેમ તે દાન દીધું ને ! કપિલા દાસી છણકો કરતી બોલી : “ના રે ના. એ ભીખ મંગાઓને હું દાનના બદલે ડામ આપું. મેં તો સહુને કહ્યું કે હું દાન આપતી નથી, આ તો શ્રેણિક મહારાજનો ચાટવો આપે છે.' ભગવાને કસાઈને પૂછ્યું કે કેમ તેં કંઈ હત્યા તો કરી નથી ને ? કસાઈ કહે, ભગવાન એ તો અમારો કુળધર્મ. આજે પાંચ નથી માર્યા તો હવે કાલે પાંચસો મારીશ. મેં કૂવાના પાણીમાં પાડા ચીતરી ચીતરીને માર્યા છે. એ વિના મને જંપ ન વળે. મગધરાજ શ્રેણિક શું કહે ? ભગવાન કહે : “રાજનું, એક માણસના મનને ફેરવવું કેટલું મુશ્કેલ છે? તો નિયતિને કોણ ફેરવી શકે, છતાં શ્રદ્ધાવાન જીવનું કદી બૂરું થતું નથી. રાજા તો ધર્મ પાળે છે. પોતાનાથી પૂરો પળાતો નથી, પણ જે પાળે છે, એનો સત્કાર કરે છે. અભયકુમાર જેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36