Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જ્ઞાનપંચમી રૂડો એવો કારતક માસ આવ્યો છે. અજવાળી એવી પાંચમ આવી છે. અરે બાઈ, બાઈ ! અરે બહેન બહેન ! આ તો રૂડી એવી જ્ઞાનપાંચમ આવી. સહુ નર-નાર ચોખ્ખાં દિલે જ્ઞાનપાંચમનાં વ્રત લે છે. વ્રત લે છે, ને વરતોલાં કરે છે; તપ આચરે છે; ને તપનો મહિમા આદરે છે. પૂરી જયણા જાળવે છે. મન રંગે ને દિલ ચંગે ઉજવણું કરે છે. જેનાથી થાય એ સહુ કરે છે ! કરે એનાં વ્રત છે, પાળે એનો ધરમ છે. કરશે એનું સર્વ ભાતનું સૌભાગ્ય વધશે. કરશે એને સર્વ જાતની સિદ્ધિરિદ્ધિ સાંપડશે. જ્ઞાનપંચમીને શાસ્ત્રમાં સૌભાગ્યપાંચમ ભાખી છે. જ્ઞાનપાંચમનાં વ્રત કરે, એને આ ભવે ને પરભવે અનંત સુખસંપદા સાંપડે. રૂડું રૂપ વધે, બુદ્ધિનો વિસ્તાર વધે, વાણીની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36