Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૩ર જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ નાણસ્સ' પદના બે હજાર જાપ કરવા, ચિત્તને એકાગ્ર કરવા પાંચ કે એકાવન લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો; અને જ્ઞાનનાં સાધનો સમક્ષ એકાવન ખમાસમણાં (નમસ્કાર) દેવાં. બને તો એ પર્વના દિવસે સાધુ જેવું પવિત્ર જીવન જીવવા પૌષધ કરવો. વિશુદ્ધ મનથી બ્રહ્મચર્યનું પાલન કરવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનું બહુમાન કરવું, એમની જરા પણ વિરાધના, આશાતના કે અવહેલના ન થાય એની પૂરી જાગૃતિ રાખવી. આ માટે તો કેવળ પર્વના દિવસે જ નહીં પણ જિંદગીભર ખબરદારી રાખવી; અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે વિનય, નમ્રતા અને ગુરુ પ્રત્યે પૂર્ણ આદર સાથે પ્રયત્ન કરવો. પાંચ જ્ઞાનના પ્રતીક રૂપે પાંચ દીવડા પ્રગટાવવા, અક્ષતના પાંચ સ્વસ્તિક કરવા, અને પોતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ફળ-નૈવેદ્ય જ્ઞાન પાસે અર્પણ કરવાં. આખો દિવસ જ્ઞાન અને જ્ઞાનના મહિમાનું શાંત ચિત્તે ચિંતવન કરવું, અને સ્વાધ્યાય કરવો. જે નર-નારી આ રીતે જ્ઞાનપંચમી મહાપર્વની આરાધના કરશે, તે અજ્ઞાનનો મહાસાગર તરીને પોતાના આત્માનું કલ્યાણ સાધી જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36