Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005459/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ શ્રેણિક બિંબિસાર જ્ઞાનપંચમી Illllll WAV VVVV જયભિખુ Jain Education international www.jainelibrary or Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૨ શ્રેણિક બિંબિસાર જ્ઞાનપંચમી સંપાદક જયભિખ્ખુ - શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ પુષ્પ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાકા સામે, ઉસ્માનપુરા, | ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ' ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ડ્ઝિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રેણિક બિબિસાર પુણ્યભૂમિ ભારતમાં મગધ નામે સુંદર દેશ છે. ગિરિવજ નામે એનું પાટનગર છે. ત્યાં રાજા પ્રસેનજિત રાજ કરે. એક વાર રાજા શિકારે ચડ્યો છે. વનજંગલોમાં, નદીનાળાંમાં ઘૂમે છે. ઘૂમતો ઘૂમતો એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યો છે. નોકરચાકર પાછળ રહી ગયા છે. દિનદિશાનું ભાન ભૂલ્યો છે. શિકારની શોધમાં ઘોડો દોડાવ્યે જાય છે. ખરો બપોર થયો છે. ઊના લૂના વાયરા વાય છે. તરસ લાગી છે, પણ ક્યાંય પાણી ન મળે. રાજાએ ઘોડેથી ઊતરી ઊંચા ઝાડ પર ચડીને જોયું, ક્યાંય નદીનવાણ દેખાય ! પણ ક્યાંય કશું ન દેખાય ! થોડે દૂર કેટલાંક ઝૂપડાં નજરે પડ્યાં. રાજા ત્યાં પહોંચ્યો. એ ભીલોની પલ્લી હતી. એક ઝૂંપડી પાસે જઈને રાજાએ ઇશારાથી પાણી માગ્યું. તરસે જીવ જતો હતો. ઝૂંપડીમાં એક ભીલકન્યા હતી. છોકરી તો ભીલની, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૫ ........ . . પણ રૂપમાં રાજાની કુંવરીને આંટે એવી. એણે રાજાને પાણી પાયું. રાજાના ઘોડાને પાણી પાયું. આંગણામાં ઘટાદાર લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરી આપ્યો. રાજા તો થાક્યો હતો એટલે બેઠો એવો ઊંઘી ગયો. ઊંઘમાંથી જાગીને જોયું તો ભીલપતિ સામે બેઠો હતો, ને એના હાથમાં ખાવાનું હતું. રાજાને ભૂખ પણ લાગી હતી. એણે એ સાદું ભોજન ઘણા ભાવથી ખાધું, જાણે બત્રીસાં પકવાન મળ્યાં ! ભીલપતિને લાગ્યું કે આ નર દેવાંશી લાગે છે. એણે થોડા દિવસ રોકાવા આગ્રહ કર્યો. રાજાનું મન પેલી ભીલકજામાં હતું. એ રોકાયો. દિવસો ગયા, એક દિવસ રાજાએ ભીલપતિને કહ્યું: “હું મગધનો રાજા છું. તારી પુત્રી તિલકા મને પરણાવ.” ભીલ કહે : “ના બાપજી ! મારી દીકરીનું ત્યાં કોણ ? જંગલનો જીવ શહેરમાં મૂંઝાઈ જાય, એમાં તમે વળી રાજા ! તમારું મન ચંચળ ! અનેક નવી-જૂની રાણીઓના જમેલામાં મારે નથી નાખવી એને !” રાજા કહે : “અરે, એને મારા માથા પર રાખીશ, તું જરાય ચિંતા કરીશ મા. એને પટરાણીપદે થાપીશ.” તિલકાનો બાપ કહે : “એના દીકરાને ગાદી આપવી પડશે. મોહમાં અંધ બનેલા રાજાએ બધી વાતની હા પાડી. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર ه ن . . . .ت . તિલકાને લઈ રાજા પાટનગરમાં આવ્યો. વાજતેગાજતે લગ્ન કર્યા. રાજા પ્રસેનજિતને ઘરડાપો ઘેરી વળ્યો છે. જુવાન રાણી તિલકાનું જોર જામ્યું છે. એણે ખટપટિયાઓનું ટોળું જમાવ્યું છે. રાજનો સાચો વારસ તો રાજકુંવર બિંબિસાર છે. બિંબિસાર શૂરો, ન્યાયી ને પરાક્રમી છે. બધા રાજકુંવરોમાં રૂપથી, ગુણથી, વાણીથી, વેશથી એ જુદો તરી આવે છે. એક વાર રાજમહેલમાં આગ લાગેલી. ભયંકર આગ ! રાજાએ બધા કુમારોને તેમાંથી અમૂલ્ય વસ્તુઓ લઈ આવવા જણાવ્યું. ઘણા કુમારો રન, સોનું ને બીજી કીમતી ચીજો લઈ આવ્યા, પણ બિંબિસાર તો “ભંભા’ નામના લડાઈના વાજિંત્રને લઈ આવ્યો. અને જણાવ્યું કે, “મારે આ દુનિયામાં બીજા કશાની જરૂર નથી. મારામાં બળ છે, બુદ્ધિ છે, દુનિયાને આ ભંભા' વગાડીને યુદ્ધનું આહ્વાન કરીશ અને સામી છાતીએ ઘા આપી દુશ્મનને જીતીશ.” આ જવાબ સાંભળી રાજા પ્રસેનજિત જાણે બહુ દુઃખી થતા હોય તેમ, કટાણું મોં કરી બોલ્યા : “અરેરે ! આ બુદ્ધિહીનને સારાસારનું જ ભાન નથી. એને રાજ્ય સોંપીને શું કરવું?” આ પ્રમાણે કહી રાજાએ બધા કુંવરોને રાજકાજ શીખવા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ નાના નાના પ્રદેશ વહેંચી આપ્યા. બિંબિસારને નિર્ધન અને નિર્જન પ્રદેશ સોંપ્યો. બીજા કુમારો તો પ્રજા પાસેથી ધન લૂંટીને મોજશોખ માણવા લાગ્યા, પણ બિંબિસારે પ્રજા પાસેથી કંઈ પણ ન લેતાં સાદું જીવન જીવવા માંડ્યું. રાજા પ્રસેનજિત પાસે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તેમણે કહ્યું: “અરેરે, ! આ લોભી શું રાજ-વૈભવ જાળવશે?” આવા સાધુરામો રાજ શું ચલાવવાના? નક્કી, આ બિંબિસાર મારી મોટાઈને ઝાંખી પાડશે.” વળી રાજાએ બધા કુમારોને બોલાવ્યા. તેઓને એક ઓરડામાં બેસાડી સામે ખાજાંથી ભરેલા, પણ મોંથી સીવેલા મીઠાઈના કરંડિયા મૂક્યા. સાથે પાણીથી ભરેલા ઘડા મૂક્યા, અને ઉપરથી ઢાંકણ બંધ કર્યા. હવે હુકમ કર્યો કે કરડિયાનું કે ઘડાનું મોં ખોલ્યા વગર અન્નજળ લેજો ! કુમારો તો વિમાસણમાં પડ્યા. આવી ન બનવા જેવી વાત શી રીતે બને? ભૂખ્યા ને તરસ્યા સહુ એકબીજાનાં મોં સામે જોતા બેસી રહ્યા. પણ પેલો બિંબિસાર એમ બેસી રહે તેવો નહોતો. એણે સહુને કહ્યું : “ચાલો, અન્નજળ લઈએ. બધા એની આસપાસ ટોળે વળ્યા. કુમાર બિંબિસારે કરંડિયાને ખૂબ હલાવ્યા. અંદરની મીઠાઈ ભાંગીને ભૂકો થઈ ગઈ. કુમારે હલાવી હલાવીને એ ભૂકો નીચે પાડ્યો ને તે લઈને સહુને ખાવા કહ્યું. સહુએ એમ કર્યું ને પેટ ભર્યું, પણ પાણી શી રીતે પીવું? For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર મીઠાઈ ઉપર પાણી ન મળે તો તરસે જીવ જતો રહે. કુમાર બિંબિસાર તો બુદ્ધિનો ભંડાર હતો. એણે ઘડાઓની આસપાસ કપડું વીંટાળી દેવા કહ્યું. ઘડા નવા હતા, એટલે ઝમતા હતા. એ ઝમેલું પાણી કપડા ઉપર લઈ નિચોવીને સહુએ તરસ છિપાવી. રાજા ખબર કાઢવા આવ્યા ત્યારે કુમારોએ બધી હકીકત કહી. રાજાએ દિલગીર થવાનો ડોળ કરતાં કહ્યું : જેને આવી સુંદર મીઠાઈનો ભૂકો કરીને ખાવાની અક્કલ સૂજી, ને જેણે ઝમેલું પાણી પીધું એને ખરેખર રંક સમજવો.” ' ટૂંક સમય બાદ રાજાએ બીજી એક પરીક્ષા કરી. બધા કુમારોને જમવા માટે બોલાવ્યા. સહુના ભાણામાં ખીર પીરસી અને પછી સંકેત મુજબ શિકારી કૂતરાઓ છોડી મૂક્યા. ભયંકર કૂતરાઓને આવતા જોઈ બીજા કુમારો નાસી ગયા, પણ ધીરજનો અવતાર કુમાર બિંબિસાર તો શાન્તિથી પોતાના ભાણા પર જ બેઠો રહ્યો. એણે પોતાની પાસે પડેલાં બીજા કુમારોનાં ભાણાં કૂતરાઓ તરફ ધકેલી દીધાં. કૂતરા એ ખાવામાં રોકાયા. તેટલી વારમાં પોતે ખાઈ લીધું. રાજાએ આ જાણ્યું ત્યારે તેમણે કેવળ એટલું જ કહ્યું : “ધિકુ છે કુમાર તને ! કૂતરાઓની પંક્તિમાં બેસીને ખાતાં ન શરમાયો !” બિંબિસારને આથી બહુ ખોટું લાગ્યું. એક દિવસે બિંબિસાર ફક્ત હાથે ને પગે નગર છોડીને ચાલ્યો નીકળ્યો. પોતાના પિતા કે પોતાની પ્રજા જ્યાં સુધી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ - - - - ન બોલાવે, ત્યાં સુધી પાછા ન ફરવાનું નામ લીધું. દેશ-પરદેશ ફરતો ફરતો કુમાર બિંબિસાર સમુદ્રની સફરે નીકળ્યો. સફર કરતો, પરાક્રમ ફોરવતો વેણાતટ નામના બંદરે ઊતર્યો. સુંદર શહેર, મોટાં ચોકચૌટાં. ધનદત્ત નામે એક વેપારી ત્યાં વસે. ભારે પ્રામાણિક, નીતિ ને ન્યાયવાળો. ન્યાયથી પેદા કરેલું ધન હાથમાં ઝાલે. - કુમાર ફરતો ફરતો એની દુકાને જઈ પહોંચ્યો. શેઠે તેજસ્વી મુખમુદ્રા જોઈ આવકાર આપ્યો. કુમાર પણ ભારે હોશિયાર. નવરો ન બેસતાં વેચાણની વસ્તુઓ લેવા-મૂકવામાં મદદ કરવા લાગ્યો. આ વખતે એક ભારે અચંબા જેવું થયું. રોજ તો ઘરાકી ઠીક ઠીક રહે, પણ આજ તો જાણે દરોડો પડ્યો. સાંજ પડતાં તો ચીજ-વસ્તુ બધી ખલાસ. વકરો ન પૂછો વાત. શાણા શેઠે વિચાર કર્યો કે નક્કી, આ જુવાનનાં પગલાં શુકનવંતાં છે. એણે કુમારને કહ્યું: ‘તમે મારે ત્યાં ચાકરીએ રહેશો? કહેશો તે પગાર આપીશ.' કુમારને તો જ્યાં ત્યાં નવું નવું જોવું જાણવું હતું. એ તો રહ્યો. થોડા દિવસોમાં એના પર શેઠના ચાર હાથ થયા. કુમાર કહે એ થાય. ધનદત્ત શેઠના ઘરમાં ધન ઊભરાઈ ગયું. એક દિવસે રાજ તરફથી ઢંઢેરો પિટાયો કે તેજંતુરી’ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર . . . . . . નામની ધૂળ જે લાવી આપશે, એને ભારે દામ મળશે. કુમાર બિંબિસાર કે જેણે પોતાનું નામ ગોપાળ રાખ્યું હતું, એણે કહ્યું “અરે, જોઈએ તેટલી તેજંતુરી લાવી આપીશ.' તેજંતુરીમાંથી તો સોનું શોધાય. ધનદત્ત શેઠ કહે, “અરે, આપણી પાસે એ ક્યાંથી હોય ? અને આ તો રાજાનાં કામ. હાની ના ન થાય. વાતવાતમાં ખેલ બગડી જાય.' શેઠ ભારે ચિંતામાં પડ્યા. ગોપાળ કહે, “શેઠ, મૂંઝાશો મા ! હું દેશપરદેશ ફર્યો છું. તેજંતુરી કેવી હોય એની મને પરીક્ષા છે. આપણી ખૂણાની વખારોમાં જે ધૂળ પડી છે, એ ધૂળ નથી, પણ તેજંતુરી છે.' ધનદત્ત શેઠ ખુશ ખુશ થઈ ગયા. રાજાએ પણ બંનેનાં ઘણાં માન-સન્માન કર્યા. શેઠને ચંદાની બીજની જોડ જેવી એક પુત્રી, નામે સુનંદા. શેઠને સંતાનમાં આ પુત્રી સિવાય કંઈ નહોતું. સુનંદામાં પણ નામ તેવા ગુણ. શેઠને લાગ્યું કે ગોપાળ સાથે પોતાની સુનંદાને પરણાવીએ તો સુંદર જોડી જામે. એક દિવસ ધામધૂમથી બંનેનાં લગ્ન થયાં. સુખમાં દિવસો વીતવા લાગ્યા. ત્યાં એક દિવસ શોધતો શોધતો મગધના રાજાનો સંદેશો લઈને સાંઢણીસવાર આવ્યો. રાજા મરણપથારીએ પડ્યા હતા. કુમાર બિંબિસારને ઝંખતા હતા, અરે, મગધની મારી ગાદીને એના સિવાય કોણ સાચવશે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ . . ..... . દીકરાને કહેજો કે બાપને ગતિએ પહોંચાડવા જલદી આવે. ગમે તેમ તોય બાપ-દીકરાનું હેત ! સાસુ-સસરાની રજા લઈ, ગર્ભવતી પત્ની સુનંદાની રજા લઈ ગોપાળ એક દિવસ રવાના થયો. પોતાનો જમાઈ રાજકુંવર છે એ જાણી શેઠશેઠાણીની આંખમાં હરખનાં આંસુ આવ્યાં. કુમાર બિંબિસારના અનેક દુશ્મનો હતા, પણ સૂરજનો ઉદય જોઈ તારા છુપાઈ જાય, એમ એના પરાક્રમ પાસે સહુ નાસી ગયા. મરતા રાજાએ મગધનો મુગટ બિંબિસારને માથે મૂક્યો. રાજા બિંબિસાર મગધના સિંહાસનને શોભાવે છે. એણે નવી નગરી વસાવી છે. રાજગૃહી નામ રાખ્યું છે. ઇંદ્રની અલકાપુરીની તો લોકો વાતો કરે એટલું જ, પણ પૃથ્વી પર અલકાપુરી જોવી હોય તો રાજગૃહી જોઈ લો. ત્યાં ધન્ના ને શાલિભદ્ર જેવાની રિદ્ધિસિદ્ધિ છે. મેતારની દાનશાળાઓ ને અશ્વશાળાઓ છે, શ્રેષ્ઠી સુદર્શન જેવાનાં ધર્માલયો છે. રાજા તો રાજનાં કાજમાં પડ્યો છે. ભોળી સુનંદાની યાદ ભૂલ્યો છે. સુનંદાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. નામ પાડ્યું છે અભયકુમાર ! માતાનું શીલ ને પિતાનું પરાક્રમ પુત્રમાં ઊતર્યા છે ! એક દિવસ મા-દીકરો રાજગૃહી આવ્યાં, ને રાજાને મળ્યાં. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર રાજાએ બંનેને હેતથી રાખ્યાં. અભયની અક્કલ જોઈને પોતાનો પ્રધાન મંત્રી બનાવ્યો. આ વેળા વૈશાલીનું રાજ ઘણું વખણાતું હતું. ત્યાં પ્રજાના માણસો રાજતંત્ર ચલાવતા. એ રાજને સહુ ગણતંત્ર કહેતા. આ ગણતંત્રની દેશોદેશમાં ખ્યાતિ હતી. વૈશાલીના ગણતંત્રના વડા રાજા જિતશત્રુ ચેટક હતા. એમને સાત પુત્રીઓ હતી. પાંચને જુદા જુદા રાજાઓ સાથે પરણાવી હતી. સુજ્યેષ્ઠા ને ચેલ્લણા બે કુંવરીઓ બાકી હતી. ૧૧ રાજા બિંબિસારે માગું નાખ્યું, પણ ચેટક મહારાજની ઇચ્છા પોતાની પુત્રીઓને જૈન સંસ્કારવાળા કુળમાં પરણાવવાની હતી. રાજા બિંબિસારને આથી ખોટું લાગ્યું. એણે સુનંદાના પુત્ર અભયકુમાર, જે બુદ્ધિનો ખજાનો હતો – એની સહાયથી ચેલ્લણાનું હરણ કર્યું. - ચેલ્લણા એ ચેલ્લણા જ હતી. અદ્ભુત એના સંસ્કાર હતા, અજબ એનું શીલ-સૌંદર્ય હતું. લોઢાને ભેદી શકાય, પણ એની શ્રદ્ધા અભેદ્ય હતી. એના આવતાં આખું અંતઃપુર પલટાઈ ગયું. રાજા બિંબિસાર પલટાઈ ગયા. સાધુ-સંતોની સેવા, પૂજા ને દર્શન ચાલુ થયાં. એક વાર એક મુનિ સાથે મેળાપ થયો. મુનિએ પોતાનું નામ ‘અનાથી મુનિ’ રાખ્યું હતું. તેઓએ રાજાજીને સમજાવ્યું કે મારી પાસે બધું હતું – સગાંવહાલાં, પૈસો-ટકો, મિત્ર – For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૫ . . . . . . દોસ્તદાર. પણ એ બધાં મારો એક નાનો એવો રોગ દૂર ન કરી શક્યાં. એટલે મને વૈરાગ્ય થયો ને જ્ઞાતપુત્ર મહાવીર પાસે જઈને મેં દીક્ષા લીધી. રાજા બિંબિસારને લાગ્યું કે મુનિ સત્ય સમજ્યા છે. સંસારમાં કોઈ કોઈનું નથી. ત્યાં ધન્ના અનગાર નામે બીજા મુનિનાં દર્શન થયાં. તેમણે તપ પાછળ કાયા ગાળી નાખી છે, પણ આત્માને ઊજળો કર્યો છે. રાજા કહે : “અરે, આજ સુધી તો મેં એવું જાણ્યું હતું કે શરીરને બહુ દુઃખ ન દેવું, બહુ આળપંપાળ પણ ન કરવી. વચલો રસ્તો લેવો.” રાણી ચેલ્લણા કહે, “રોગને તો જડમૂળથી કાઢવો સારો.” રાજા બિંબિસાર કહે, “અરે, ચાલ, મને જ્ઞાતપુત્ર મહાવીર પાસે લઈ જા ! મારે તેમનો ઉપદેશ સાંભળવો છે!” રાણી એને ભગવાન મહાવીર પાસે લઈ ગઈ. રાજા બિંબિસાર ભગવાનનો ઉપદેશ સાંભળી તેમના ચરણે પડ્યા, તેમના અનુયાયી થયા. એક તરફ બુદ્ધિધન અભયકુમાર, બીજી તરફ રાણી ચેલણા, ને એમાં જ્ઞાતપુત્ર મહાવીરનો ઉપદેશ. રાજાએ બધો રાજવહીવટ શ્રેણીવાર વહેંચી નાખ્યો. ધંધાદારીઓની શ્રેણીસંઘ સ્થાપી. એ શ્રેણીઓ પોતાનો વહીવટ પોતે ચલાવે. રાજાની કંઈ દખલ નહીં. પ્રજા તો રાજીની રેડ થઈ. એ દિવસથી રાજા બિંબિસાર રાજા શ્રેણિકને નામે પંકાયા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર . .. . .. . .. . ભગવાન તો ભક્તવત્સલ હોય છે. ભગવાન મહાવીર અનેક વાર રાજગૃહી પધારે છે. મહારાજ શ્રેણિક ચઢતે પરિણામે છે. ઊતરતી જુવાનીએ ધર્મનું તત્ત્વ બૂઝયા છે, એટલે વાસનાના રંગો કેટલીક વાર મૂંઝવે છે; પણ મહારાજ જાગતા રહે છે ! વાતની વાત છે. ભગવાનની પરિષદા મળી છે. સહુ ઉપદેશમાં લયલીન બન્યાં છે. ત્યાં ભગવાનને છીંક આવી. સહુએ ખમીખમા પોકાર્યું ત્યારે ત્યાં બેઠેલો એક કોઢિયો બોલ્યો: ‘મરજો.” સહુની આંખો એની સામે ફાટી રહી. અલ્યા, દયાના અવતાર ભગવાનને ગાળ આપી? ત્યાં તો અભયકુમારે છીંક ખાધી. પેલો કોઢિયો તરત બોલ્યો “જીવો યા મરો.' એક વખતે કાલસૌરિક નામના કસાઈને છીંક આવી : પેલો બટકબોલો બોલ્યો : ન જીવો, ન મરો.” એટલામાં ખુદ મહારાજા શ્રેણિકને છીંક આવી. પેલો કોઢિયો બોલ્યો : “ઘણું જીવો.” મગધરાજ શ્રેણિકે પરિષદામાં ખડા થઈને આ કોઢિયાના વિશે પ્રશ્ન કર્યો. ભગવાન હસતાં હસતાં બોલ્યા, કે એ સાચું કહે છે. એણે મને મરવાનું કહ્યું, કારણ કે મોક્ષ માટે મારે મૃત્યુની જ રાહ છે. એણે અભયકુમારને ‘જીવો યા મરોનો આશીર્વાદ આપ્યો, કારણ કે એને જીવતાં પણ સુખ છે, ને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ મરીને પણ સુખ છે. કાલસૌરિક કસાઈને તેણે ન જીવો - ન મરોનો આશીર્વાદ દીધો તે તેને યોગ્ય છે; એને અહીં પણ દુઃખ છે, ને ત્યાં પણ છે. ને તને જે ઘણું જીવો કહ્યું, તેનું કારણ આ ભવમાં તો તને સુખ છે, પણ મર્યા પછી આવતે ભવે તારી નરકગતિ છે. “શું હું નરકેશ્વરી છું ?' હા, રાજનું ! પણ તેથી મૂંઝાવાની જરૂર નથી. તું નરકેસરી પણ છે. તારી શ્રદ્ધા તને ત્રીજા ભવે તીર્થકર બનાવશે.' પ્રભુ, તમારા જેવાનું શિષ્યપદ પામીને પણ મારે નરકગતિ ભોગવવી પડશે?” મગધરાજ, કરેલાં કર્મ અવશ્ય ભોગવવાં પડે છે. પુરુષાર્થ કર. કર્મકાળને તોડી નાખ. એ વિના કંઈ પણ ફેરફાર ન થઈ શકે ? અવશ્ય થઈ શકે, જો તારી કપિલા દાસી પોતાને સગે હાથે દાન દે, ને આ કાલસૌરિક કસાઈ એક દિવસ હત્યા બંધ કરે તો.” મગધરાજ કહે, “અરે, એમાં તે શી મોટી વાત. જાઓ, રાજભંડાર ખુલ્લા મૂકી ને કપિલા દાસીને હાથે અન્ન વહેંચાવો.” ભંડાર છૂટા મૂક્યા. બીજી આજ્ઞા છૂટી ! “અરે, પેલા For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકબિંબિસાર કસાઈને કૂવામાં લટકાવો, જેથી કીડી જેવા જીવની પણ હત્યા ન કરી શકે.” રાજાનો હુકમ એટલે એની બજવણીમાં વાર શી? બીજે દિવસે મગધરાજ શ્રેણિક હરખાતે હૈયે ભગવાન પાસે આવ્યા. કપિલા દાસી ને કાલસૌરિક કસાઈને પણ સાથે રાખ્યાં હતાં. - ભગવાને હસીને કપિલાને પૂછ્યું કે કેમ તે દાન દીધું ને ! કપિલા દાસી છણકો કરતી બોલી : “ના રે ના. એ ભીખ મંગાઓને હું દાનના બદલે ડામ આપું. મેં તો સહુને કહ્યું કે હું દાન આપતી નથી, આ તો શ્રેણિક મહારાજનો ચાટવો આપે છે.' ભગવાને કસાઈને પૂછ્યું કે કેમ તેં કંઈ હત્યા તો કરી નથી ને ? કસાઈ કહે, ભગવાન એ તો અમારો કુળધર્મ. આજે પાંચ નથી માર્યા તો હવે કાલે પાંચસો મારીશ. મેં કૂવાના પાણીમાં પાડા ચીતરી ચીતરીને માર્યા છે. એ વિના મને જંપ ન વળે. મગધરાજ શ્રેણિક શું કહે ? ભગવાન કહે : “રાજનું, એક માણસના મનને ફેરવવું કેટલું મુશ્કેલ છે? તો નિયતિને કોણ ફેરવી શકે, છતાં શ્રદ્ધાવાન જીવનું કદી બૂરું થતું નથી. રાજા તો ધર્મ પાળે છે. પોતાનાથી પૂરો પળાતો નથી, પણ જે પાળે છે, એનો સત્કાર કરે છે. અભયકુમાર જેવા For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ ت ن .ت.د.ن.ك. કેટલાય પુત્રો ભગવાન પાસે દીક્ષા લઈ સાધુ બન્યા. સુનંદા જેવી કેટલીય રાણીઓ દીક્ષા લઈ સાધ્વી બની. રાજાએ હસતે મુખે સહુને રજા આપી. - ચઢતે પરિણામે રાજનાં કાજ કરે છે, પણ રાજનાં કાજ એવાં છે કે એમાં બાપ બેટાને ભૂલી જાય છે, બેટો બાપને વિસરી જાય છે. પાટવીકુમાર કુણિક (અજાતશત્રુ) વૃદ્ધ મહારાજાને એક દિવસ કેદ કરે છે. પિતાને કેદ કરીને રોજ સો કોરડાનો માર મારે છે. જીવતેજીવ મહારાજા શ્રેણિક નરકગતિનો અનુભવ કરે છે, પણ એ તો શાંત છે. ભગવાનની વાત એના મનમાં ગુંજ્યા કરે છે. – નરકેસરી એનરકેશ્વરી - નરકેશ્વરી એ નરકેસરી સમતાભાવે બધું સહે છે. વેર–વિરોધ તો દિલમાંથી ઓછાં થઈ ગયાં છે. પોતાના કર્મનો વાંક કાઢે છે, ને ભવિષ્ય ઉજ્વળ કરે છે. રાજા પાસે જવાની રજા એકમાત્ર રાણી ચેલણાને છે. ચલ્લણા કંઈ કંઈ છુપાવી લાવીને ખવરાવે છે, પિવરાવે છે, ને શક્તિ જાળવી રાખે છે. દુઃખના દિવસો એક પછી એક પૂરા થાય છે. મા દીકરાને સમજાવવાની તક શોધે છે. એક દિવસ રાજા કુણિક જમતો હતો. પાસે જ એનો પુત્ર રમતો For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બિંબિસાર હતો. રમતાં રમતાં એણે થાળી પાસે પેશાબ કર્યો. એના છાંટા ભોજન પર ઊડ્યા, પણ એ તો જમતો રહ્યો. જમી રહ્યા પછી પોતાની માતાને કહે : “મારા જેવો પુત્રપ્રેમ કોઈનો હશે ખરો !' રાણી ચેલ્લણા કહે : “બેટા, પુત્રપ્રેમનો તારા બાપનો, બાકી બધી વાતો ! તારા જન્મ પહેલાં જોશીએ અવળવાણી ભાખેલી. દીકરો બાપનો દુશ્મન થશે. મેં સગી માએ જન્મતાં જ તને તજેલો. ઉકરડામાં નાખી દીધેલો. તારા બાપને ખબર પડી. એણે ત્યાંથી તને તેડી મગાવ્યો. તારી આંગળી એક કૂકડાએ કરડી ખાધેલી. તું ખૂબખૂબ રૂવે, એણે પાસ પરુવાળી આંગળી પોતાના મોંમાં રાખી તને રડતો બંધ રાખેલો.' - રાજા કુણિકની આંખો ખૂલી ગઈ. એ બાપને કેદમાંથી છોડાવવા દોડ્યો. બેડીઓ તોડવા હાથમાં કુહાડો લીધો. મહારાજા શ્રેણિકને લાગ્યું કે પુત્ર મારો ઘાત કરશે, એને બાપને માર્યાનું પાપ લાગશે. લોકમાં ભંડો દેખાશે. એના કરતાં મારા હાથે કાં ન મરું. પોતાની આંગળી પર હીરો હતો, એ ચૂસી લીધો. પુત્ર પાસે આવ્યો ત્યારે પિતાના પ્રાણ નીકળી ગયા હબ મગધરાજ ભવ જીતી ગયા. शिवमस्तु सर्वजगतः For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી રૂડો એવો કારતક માસ આવ્યો છે. અજવાળી એવી પાંચમ આવી છે. અરે બાઈ, બાઈ ! અરે બહેન બહેન ! આ તો રૂડી એવી જ્ઞાનપાંચમ આવી. સહુ નર-નાર ચોખ્ખાં દિલે જ્ઞાનપાંચમનાં વ્રત લે છે. વ્રત લે છે, ને વરતોલાં કરે છે; તપ આચરે છે; ને તપનો મહિમા આદરે છે. પૂરી જયણા જાળવે છે. મન રંગે ને દિલ ચંગે ઉજવણું કરે છે. જેનાથી થાય એ સહુ કરે છે ! કરે એનાં વ્રત છે, પાળે એનો ધરમ છે. કરશે એનું સર્વ ભાતનું સૌભાગ્ય વધશે. કરશે એને સર્વ જાતની સિદ્ધિરિદ્ધિ સાંપડશે. જ્ઞાનપંચમીને શાસ્ત્રમાં સૌભાગ્યપાંચમ ભાખી છે. જ્ઞાનપાંચમનાં વ્રત કરે, એને આ ભવે ને પરભવે અનંત સુખસંપદા સાંપડે. રૂડું રૂપ વધે, બુદ્ધિનો વિસ્તાર વધે, વાણીની For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી - - - - - શોભા વધે, ભાષાનો ભારબોજ રહે. જીભનું તોતડાપણું ટળે, કાનની બહેરાશ ટળે, કાયાની સુંદરતા રહે. વચનની નિર્મળતા રહે. પાંચમાં માન પમાવે, પાંચ રૂડાં જ્ઞાન પ્રગટાવે, મુક્તિનું સુખ મેળવાવે. કળિયુગનું કલ્પવૃક્ષ જ્ઞાન છે. શાસ્ત્રમાં કહ્યું છે, કે – અજ્ઞાની બહુ ક્રોડો વરસે કરી, રે, કરમ ખપાવે જેટલું આપ રે; જ્ઞાની ત્રિગુપ્ત ગુપ્તો તેટલું રે, ક્ષણમાં ખમાવે સંચિત પાપ રે. જ્ઞાન અકારણ બંધુ જીવને રે, - કરમ કઠિણ તમ ટાળણ ભાણ રે; સંસાર-સાગર તારણ તરી સમો રે, નાણથી લહિયે પદ નિરવાણ રે. જ્ઞાનરહિત કિરિયા ખજુઓ સમી રે, કિરિયાવિણ નાણ તે જલાહલ ભાણ રે; દેશ-આરાધક કિરિયાનિધિ કહ્યો રે, | સર્વ આરાધક નાણ પહાણ રે. મહાપુરુષોએ પહેલું જ્ઞાન લેવાનું ને પછી ક્રિયા કરવાની કહી છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨.૫ માટે જ્ઞાનને આરાધો. જ્ઞાન ભણો, ભણાવો, સાંભળો. વિધિએ આરાધો, તપથી ઉજમાળો. જ્ઞાનીને આદરમાન દઈએ, જ્ઞાનની સંસ્થાને દાન દઈએ, જ્ઞાનના સાધનની પ્રભાવના કરીએ. જ્ઞાનપંચમીનાં રૂડાં વ્રત કહ્યાં. હવે એની રૂડી આરાધના કહો! ચઉવિહારો ઉપવાસ કરીએ, સવાર-સાંજ પ્રતિક્રમણ કરીએ, પોષધ થાય તો પોષધ કરીએ. પુસ્તકને પાટ પર થાપીએ. સુગંધી ફૂલથી પૂજન કરીએ. ધૂપઘટા ધરીએ. આગળ પાંચ સ્વસ્તિક પૂરીએ. પાંચ વર્ણા ધાન ચઢાવીએ. પંચજ્યોતિ સુરંગ દીપક પેટાવીએ. પાંચ જાતિનાં સુવર્ણા ફળ મૂકીએ, પાંચ જાતિનાં સુગંધી પકવાન્ન ધરીએ ! ગુરુ દીવો, ગુરુ દેવતા ! ગુરુ વિના ઘોરઅંઘાર ! ગુરુને વિનયપૂર્વક વંદન કરીએ. પૂર્વ પુણ્યના સંજોગ છે. એક વાર ભગવાન સીમંધરસ્વામી ત્યાં સમોસર્યા છે. દેખે ભવોભવનાં દારિદ્ર જાય એવાં છે, પેખે પાપ પલાય એમ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી છે. રૂડી એવી દેશના આપે છેકહે છે, હે ભવ્ય જીવો! સર્વ સંપદાન આપનારું, સર્વ વિપદાને વિદારનારું, આ ભવની શોભા સમાન, પરભવને સુધારનારું, ભવોભવને કાપનારું જ્ઞાનપંચમીનું, સૌભાગ્ય પંચમીનું આરાધન કરો. એવી રીતે આરાધના કરો કે જેવી રીતે કુમાર વરદત્ત ને ગુણસુંદરીએ આરાધ્યું. વ્રતને એવી રીતે ન વિરાધો, જેવી રીતે સુંદરી ને વસુદેવે વિરાવ્યું. સભામાં નગરનો રાજા બેઠો છે. નિજધર્મનો પાળનાર છે. ન્યાયનું દ્રવ્ય લેનાર છે. પરદાર સહોદર છે, નામ છે શૂરસેન. રાજા શૂરસેન મસ્તક નમાવી કહે છેઃ હે ભગવંત, વરદત્ત કુમાર કોણ થયો, ગુણસુંદરી કોણ થઈ, સુંદરી ને વસુદેવ ક્યારે થયાં ને કોણ થયાં આગળનાં બેએ વ્રતને કેવી રીતે ઉજમાળ કર્યું : પાછળનાં બેએ કેવી રીતે પડ્યું : તેની કથા અમને કહો. સાકર શેરડીના સ્વાદ જેની પાસે ફિક્કા પડે છે એવી વાણીવાળા ભગવંત બોલ્યા: ભરતક્ષેત્રમાં પાપુર નામે પટ્ટન છે. ત્યાં અજિતસેન રાજા રાજ કરે. એને એક રાણી, નામે યશોમતી. ચોસઠ કળાની જાણકાર. એમને વરદત્ત નામે કુંવર ! રૂપે રૂડો, રંગે For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૫ .ن.ت.ن.:.:.: રૂડો, પણ બુદ્ધિને ને એને બાર ગાઉનું છેટું! અક્કલને ને એને બારમો ચંદ્રમા. ભલભલા પંડિતો એને પઢાવવા આવ્યા, પણ એ ન પડ્યો તે ન પડ્યો. પંડિતો કહે, આનાથી તો પાંજરાના પોપટ ભણાવવા સુકર.આગળનો અક્ષર ભણાવીએ છીએ તો પાછળનો ભૂલી જાય છે. પાછળનો ભણાવીએ છીએ તો આગળનું ભૂલી જાય છે. આગળ પાઠ, તો પાછળ સપાટ ! એનું બોલવું પણ કોઈને સાંભળવું ન ગમે એવું કઠોર. એનું સંગીત માથે ચઢાવે, એની વાણી વિખવાદ જન્માવે. આ તે શી રીતે રાજપાટ ચલાવશે? આના કરતાં વાંઝિયો હોત તો સારું, આ રોજ દેખવાનું ને રોજ દાઝવાનું તો ન થાત. રાજા ભારે અફસોસ કરે છે. અરે, હું ચતુર સુજાણ ને મારો પુત્ર ગમાર ! એવામાં કરમના લેખ, તે કુંવરને આખે ડિલે કોઢ ફૂટી નીકળ્યો ! એ જ ગામમાં એક સિંહશ્રેષ્ઠી રહે. સાત ક્રોડ સોનૈયાનો ધણી છે. દરિયામાં એનાં વહાલા હાલે છે. જગવિખ્યાત શેઠિયો છે, એને ગુણસુંદરી નામે એકની એક પુત્રી છે. ભારે દેખાવડી છે. શરીરના ઘાટમાં ખામી નથી, જાસૂદના ફૂલ જેવી છે: બધી વાતે પૂરી છે, પણ એક વાતે અધૂરી છે. એને એક નવટાંકની જીભ નથી. બોલે બોબડી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી - - - - છે, કાને બહેરી છે. કહીએ કંઈ ને સમજે કંઈ ! દીકરી જુવાન થઈ છે; ને કોઢ દેખાયો છે. રગેરગે પરૂપાસ ઊભરાયા છે. અરેરે, પૂર્વજનમનાં કોઈ પાપ, નહીં તો દેવકન્યા જેવી દીકરીને આમ હોય ! વૈદ્ય તેડ્યા છે, ઔષધો કર્યા છે, પણ જેમ જેમ ઉપચાર કરે છે, તેમ તેમ રોગ અધિકો વ્યાપે છે! શેઠના શોકનો પાર નથી. એકદા ચાર જ્ઞાનના ધારક, પાંચ સમિતિએ યુક્ત, ત્રણ ગુપ્તિએ શોભતા વિજયસેનસૂરીશ્વર પધાર્યા છે. દીઠે દુઃખ જાય એવા મુનિરાયા છે. સાંભળે સંતાપ ટળે એવી વાણી છે. જ્ઞાનના સાગર છે. ગુણના આગાર છે. રાજા અજિતસેન ને સિંહશ્રેષ્ઠી બંને વંદવા આવ્યા છે. વંદીને પોતપોતાનાં પુત્ર-પુત્રીની વિપદા કહી છે. આજીજી કરી છે, કે પ્રભુ ! આપ તો ભવવૈદ છો. આ દુઃખ ટળે તો આપનાથી ટળે. સૂરિજી કહે છેઃ ભાઈ, સંસારમાં જીવને જે સુખદુઃખ થાય છે તે પૂર્વજન્મનાં કારણ છે. કર્યા વગર વેઠવાનું નથી. જે કરે છે, એ ભરે છે. આ વાતને વિગતથી સમજાવવા તમને હું એક કથા કહું છું, તે ચિત્ત દઈને સાંભળો. ખેટકપુર નામે ગામ છે. જિનદેવ નામે શેઠ છે. એને સુંદર કરીને શેઠાણી છે. પૂરો વિસ્તાર પામ્યા છે. પાંચ પુત્ર છે, ને ચાર પુત્રી છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨.૫ દીકરા મોટા થયા છે. કુશળ પંડિતને ત્યાં ભણવા મૂક્યા છે, પણ છોકરા તો અવિવેકી છે. રમતરાળાં કરે છે. ચેનચાળા કરે છે. અટકચાળામાં તો આગળ છે. એના કરતાં તો લાલ મોંનાં માંકડાં ઓછાં અટકચાળાં હોય. જેમ તેમ બોલે છે. પોતે ભણતા નથી, બીજાને ભણવા દેતા નથી. ભણે એનું ભૂરું વાંછે છે. શિક્ષાગુરુનું પણ સન્માન જાળવતા નથી. પંડિત ઠપકો આવે છે, તો છોકરા સામે થાય છે. ન કહેવાનું કહે છેઃ ને ઘેર જઈ માતાને કહે છે; મા, મા, પંડિત પાપિયો અમને મારે છે. સુંદર શેઠાણી દીકરાનું ઉપરાણું લે છે. કહે છે તમે હવે ભણવા જશો નહીં. આપણે ભણીને શું કરવું છે ? ભણે કોનું ભલું થયું છે ? ભણે છે, એ પણ એક દહાડો મરે છે ને નથી ભણતો એ પણ મરે છે. કોઈ અમરપાટો લાવ્યો નથી. માટે કાલથી પંડિત પાસે જશો નહીં. મોટો જ્ઞાની જોયો ન હોય તો ? મૂઓ, મારાં ફૂલકમળ સરખાં છોકરાંને મારતાં શરમાતો નથી. પુત્રો, જો હવે સામો મળે તો પથરાથી એનું માથું રંગી નાખજો! મોટો પંડ્યો જોયો ન હોય તો! સુંદર શેઠાણી આમ બોલે છે ને ક્રોધથી બળઝળી પાટી, પોથી, લેખણ ચૂલામાં નાખી દે છે. દીકરા તો ગામમાં ફરે છે, મસ્તી તોફાન કરે છે. ગાળાગાળી બોલે છે, જેનું તેનું માન ને For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી મોં તોડે છે. શેઠના જાણવામાં આ વાત આવી ત્યારે ભારે દુઃખી થયો. એણે સુંદર શેઠાણીને કહ્યું: “અરે, શાસ્ત્રમાં કહ્યું છે કે જે બાપ દીકરાને ભણાવતો નથી, એ એનો દુશ્મન છે; ને જે માતા દીકરાને ભણાવતી નથી, એ એની વેરી છે. અભણ દીકરા જ્યાં જશે ત્યાં હંસની સભામાં કાગડાની દશા પામશે. વ્યાપાર એમને નહીં આવડે. પાંચમાં એ નહીં પુછાય. શાખઆબરૂ જામશે નહીં. સારાસારનો વિવેક એમને નહીં આવડે. જેમ આવશે તેમ ભરડશે. ક્લેશ એમને પ્યારા લાગશે. કજિયા એમને વહાલા લાગશે. પારકા ઓટલા તોડશે. પારકા દોષ જોશે. પારકાની પંચાત કરશે. આપણું કુળ બોળશે.” શેઠાણી કહે, બળ્યો તમારો વેપાર ને બળી તમારી આબરૂ ! મારા દીકરાને કોઈ શું કહેશે ? . શેઠ બિચારો સમસમીને બેસી રહ્યો છે. બૈરીની બુદ્ધિ પાનીએ, જે કહ્યું છે તે કંઈ બધી ગુણવાન સ્ત્રીઓ માટે નહીં, પણ આવી કોક કભારજાને માટે ! છોકરા મોટા થયા. જુવાન થયા. પૂરેપૂરા ઊંચા, લાંબા ને પહોળા થયા. તાડના ત્રીજા ભાગ જેવા થયા; કકળતા કાગડા જેવા થયા. અદીઠ કલ્યાણ થયા. ઉકરડે ફૂંકતા ભંડ જેવા થયા. લાતાલાતી કરતા ગધેડા જેવા થયા. ગામના તેવાતેવડા છોકરાનાં વેવિશાળ થયાં, લગ્ન લેવાયાં. ઢોલનગારાં For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ વજડાયાં. રૂડી જાનું આવી. પરણીપષ્ઠિ ઊતર્યા, વેપારધંધે લાગ્યા, બાપનો બોજ હળવો કર્યો, પણ પેલા સુંદર શેઠાણીના છોકરાને કોઈ સંભારે નહીં. કોઈ વળી રડ્યુંખવું પૂછતું આવે, છોકરાને જુએ ને મન થાય, પણ એમની સાથે વાતચીત કરે કે મન ફરી જાય. જીભ કુહાડા જેવી, વાણી અંગારા જેવી, વર્તન વાંદરા જેવું. એવા છોકરા કોને ગમે? શેઠ કહે, હે સ્ત્રી ! તેં છોકરાને મૂર્ખ રાખ્યા. આજ તારાં પાપ સહુ કોઈને નડ્યાં. પેલી શેઠાણી કહેઃ દીકરા બાપને અનુસરનારા હોય, દીકરી માને અનુસરનારી. તમે દીકરાને જાળવ્યા નહીં ને આજે મને દોષ દો છો ? તમારાં જ પાપ નડ્યાં. શેઠ કહે, અરે પાપિણી, તારાં કૃત્ય સંભારતી નથી, ને મને સંતાપે છે? દીકરાને તેં મોઢે ચઢાવ્યા. ન શાળાએ મોકલ્યા, ન ઘેર ભણાવ્યા. મા તો સંતાનની સાચી શિક્ષિકા છે. ધણીધણિયાણી લડી પડ્યાં. ક્રોધ મોટો ચંડાળ છે. ધણીએ પાસે પડેલો પથરો ઉપાડીને માર્યો. શેઠાણીના મર્મસ્થાનમાં વાગ્યો. અનરાધાર લોહી તૂટી પડ્યું. શેઠાણી મરણ પામી. મહાનુભાવો ! આ એક વાત થઈ. એવી જ એક બીજી વાત છે. વસુસાર ને વસુદેવ નામના For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી બે ભાઈઓ છે. મુનિનાં વચને બંનેને વૈરાગ્ય ઊપજ્યો છે : બંને થયા છે સાધુ ! વસુદેવ વિદ્યાનો અર્થી હતો. સાધુ થયા પછી જ્ઞાન માટે જાત ગાળી નાખી. સ્વાધ્યાય કર્યો. સિદ્ધાંત ભણ્યો. સિદ્ધાંતના અર્થમાં કુશળ થયો. આગમન પારગામી થયો. ગુણવંતના ગુણની સહુ ગણના કરે. ગુરુદેવે વસુદેવને યોગ્ય જાણી આચાર્ય પદવી આપી. વસુદેવ આચાર્ય રોજ પાંચસો સાધુને વચન આપે. એક દિવસની વાત છે. શરીર કંઈ નરમ છે. મન કંઈ ઢીલું છે. તાવલી ભરાઈ છે. બપોરના વિશ્રામ લે છે. ત્યાં એક સાધુ આગમના અર્થ પૂછવા આવ્યો. આચાર્યે ઊઠીને એને અર્થ કહ્યો, ને પાછા વિશ્રામ લેવા આડા પડ્યા. ત્યાં બીજો સાધુ આવ્યો, બીજો અર્થ પૂછવા. આચાર્ય વળી બેઠા થયા ને અર્થ કહ્યો. આમ ને આમ એક આવ્યા ને બીજા ગયા. વિશ્રામ થયો નહીં. તાવ તો સડસડીને ચડ્યો. ડાકલી તો ડગડગ થાય એટલી ટાઢ ચડી. છતાંય સાધુ પૂછવા ચાલ્યા આવે ! શરીર ખૂબ થાકેલું હતું. શરીર થાકે એટલે મન થાકે જ ને ! આચાર્ય વિચારવા લાગ્યા, “અરે, જાણકારને જ દુનિયામાં દુઃખ છે. આ મારા ભાઈ વસુસાર ! જુઓને કેવો નિરાંતે ઊંઘે છે. નથી કંઈ ચિંતા ! નથી કંઈ ઉપાધિ ! સ્વેચ્છાએ વર્તે છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૫ મનેચ્છાએ હરેફરે છે. સર્યું આ વિદ્યાથી ને સર્યું આ જ્ઞાનથી ! હવે તો ભાઈ, નક્કી કર્યું, જેને ભણવું હોય એ ભણે, ન ભણવું હોય એ જાય ચૂલામાં. આપણે તો નિરાંતે ખાઈપીને લહેર કરીશું. આજથી નવા પાઠ વિચારવા નથી. કોઈને વાચના આપવી નથી. પાઠ પણ સમજાવવા નથી. મૌન ધારણ કરી લઉં છું, એટલે બધી માથાકૂટ છૂટી.’ ૨૮ આચાર્ય વસુદેવ બાર દિવસ મોનપણે રહ્યા. જ્ઞાનના અર્થીને અર્થ ન કહ્યો. વિદ્યાના અર્થીને પાછા વાળ્યા. ને થવા કાળ છે. એકાએક રાતના દરદ ઊપડ્યું, ને કાળધર્મ પામ્યા. વિદ્યા કોઠામાં સડસડી ગઈ. હે રાજન્‚ એ વિદ્વાન આચાર્ય વસુદેવ મરીને આ દેવદત્ત રૂપે તમારે ત્યાં ઊપજ્યા. ને એ સુંદર શેઠાણી મરીને હે શ્રેષ્ઠી, તમારે ત્યાં ગુણસુંદરીરૂપે જન્મી. “અને પેલા વસુસારનું શું થયું ?”’ રાજાએ પૂછયું. માનસરોવરને મિષે એ હંસલો થયો.’ ગુણસુંદરી ને દેવદત્ત ત્યાં હાજર હતાં. આ સાંભળી દેવદત્તે જિંદગીનું જ્ઞાનપંચમીનું વ્રત લીધું. ગુણસુંદરીએ પાંચ વર્ષ પાંચ માસનાં પચ્ચખાણ કર્યાં. રૂડાં તપ કર્યાં છે. રૂડાં વ્રત રાખ્યાં છે. જ્ઞાનીની ને જ્ઞાનનાં સાધનની પૂજા કરે છે. સ્વયં જ્ઞાન ઉપાસ્યું છે. ગ્રંથ વાંચ્યા છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી : .:.:.:.:. વિવેકથી વિચાર્યા છે. હોંશથી અવધાર્યા છે. સ્વાધ્યાય એ તો મોટો સંયમ છે. કરનારનું સદા કલ્યાણ જ થાય છે. કાયા કંચનવરણી થઈ છે. રોગ-શોક ગયા છે. જીભ અચકતી અટકી છે. વાણી ને ભાષા વેરીને વહાલ કરાવે ને ઉઘાડી તલવાર મ્યાન કરાવે તેવાં થયાં છે. તપ કરતાં બંને મૃત્યુ પામ્યાં છે. બંનેએ દેવતાના અવતાર ધર્યા છે. ત્યાંથી આવીને હે રાજન્, વરદત્તનો આત્મા રાજાને ત્યાં જન્મ્યો છે. રૂડું ભણ્યો છે, ને રાજ પામ્યો છે. ને સઘળી વાતે એને લીલાલહેર છે. કોણ રાજા છે, ને ક્યાંનો રાજવી છે?” રાજા શૂરસેન પ્રશ્ર કરે છે. ભગવાન સીમંધરસ્વામી હસતે મુખડે કહે છેઃ “એ બીજી કોઈ નથી. હે રાજા શૂરસેન, તું પોતે જ છે. પૂર્વે કરેલી પુણ્યાઈ આજે ખાય છે.” ગુણસુંદરીના આત્માનું શું થયું ?” રાજાએ ફરી પ્રશ્ન કર્યો. હે રાજનું, પુણ્ય કરનારની કદી ખરાબ ગતિ થતી નથી. ગુણસુંદરીનો પંચમી તપથી પવિત્ર થયેલો આત્મા, દેવતાનાં સુખ ભોગવી, આ મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામના વિજયને મિષે સુગ્રીવ નામે રાજા થયો છે.” For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ - - - - - - “સંસારનાં સર્વ સુખ એને મળ્યાં છે. સર્વ સૌભાગ્ય એને સાંપડ્યાં છે. સાંપડ્યાંનો એ સારો ઉપયોગ કરે છે. નમ્રતા ધારે છે. વિનય ધારે છે. વૈરાગ્ય રાખે છે. યોગ્ય કાળે, સર્વ કર્મને ક્ષય કરી એ મોક્ષને વરશે.” “માટે હે રાજન, જે જ્ઞાનપંચમીનું વ્રત કરશે, એ આ ભવમાં ને પરભવમાં સુખી થશે. એના આત્માનો ઉદ્ધાર થશે; ને કાયાનાં કલ્યાણ થશે.” જ્ઞાનપંચમી જ્ઞાનીઓએ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે : સૌ જીવોમાં સમજણની થોડી ઝાઝી પણ સંજ્ઞા હોય જ; જ્ઞાનનો સર્વથા અભાવ તો કોઈ પણ જીવમાં ન સંભવે : એ મતિજ્ઞાનનો પ્રભાવ. શાસ્ત્રો ભણી-ભણાવીને જે જ્ઞાન પ્રગટે એ શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયોની કોઈ મદદ લીધા વગર દૂર દૂરના ભેદ પામી શકે એનું નામ અવધિજ્ઞાન. સામાના મનની ભીતરના ભેદ પારખી જવણી શક્તિ એ મન:પર્યવજ્ઞાનનો પ્રભાવ. અને ત્રણે લોક અને ત્રણે કાળના ભેદ-પ્રભેદને જે જાણી શકે એનું નામ કેવળજ્ઞાન. હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય, એમ કેવળજ્ઞાનમાં બધાંય જ્ઞાન સમાઈ જાય. એ જ્ઞાનથી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી - - - - - - આત્માનો અને વિશ્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થાય. જ્ઞાનની આરાધનાનું આ તપ વિધિ સહિત જે આચરશે તેના અંતરમાં જ્ઞાનદીપકનાં અજવાળાં પથરાઈ જશે. સાંભળો ત્યારે એનો વિધિ : કારતક સુદિ પાંચમ એ એ તપના આરાધનની મોટી પંચમી ! એનું નામ જ્ઞાનપંચમીનું મહાપર્વ. લોકો એને સૌભાગ્યપંચમી પણ કહે છે. એના આરાધનથી આત્મા સાચો સૌભાગ્યશાળી બને છે. એ પાંચથી આ તપનો આરંભ કરવો. દર અજવાળી પાંચમે એક ટંક જમીને એકાસણ કરવું વધારે શક્તિ હોય તો સાવ લૂખું અને નીરસ ભોજન એક વખત જમીને આયંબિત કરવું; અને એથીય વધારે શક્તિ પહોંચતી હોય તો ભોજનનો સદંતર ત્યાગ કરીને ઉપવાસ કરવો. ઉપવાસ થઈ શકે તો એ સર્વથી ઉત્તમ. એ રીતે પાંચ વરસ અને પાંચ માસ લગી અખંડપણે આ તપ આરાધન કરવું. દર મહિને ન થઈ શકે તો જિંદગી પર્યત દર વર્ષે જ્ઞાનપંચમીના પર્વ દિવસે આ તપનું આરાધન અવશ્ય કરવું. તપના દિવસે બન્ને વખત પ્રતિક્રમણ કરવું, દેવવંદન કરવું અને ભાવભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરવી. અંતરમાં જ્ઞાનદીપકનું આવાહન કરવા ‘ૐ હ્રીં નમો For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ નાણસ્સ' પદના બે હજાર જાપ કરવા, ચિત્તને એકાગ્ર કરવા પાંચ કે એકાવન લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો; અને જ્ઞાનનાં સાધનો સમક્ષ એકાવન ખમાસમણાં (નમસ્કાર) દેવાં. બને તો એ પર્વના દિવસે સાધુ જેવું પવિત્ર જીવન જીવવા પૌષધ કરવો. વિશુદ્ધ મનથી બ્રહ્મચર્યનું પાલન કરવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનું બહુમાન કરવું, એમની જરા પણ વિરાધના, આશાતના કે અવહેલના ન થાય એની પૂરી જાગૃતિ રાખવી. આ માટે તો કેવળ પર્વના દિવસે જ નહીં પણ જિંદગીભર ખબરદારી રાખવી; અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે વિનય, નમ્રતા અને ગુરુ પ્રત્યે પૂર્ણ આદર સાથે પ્રયત્ન કરવો. પાંચ જ્ઞાનના પ્રતીક રૂપે પાંચ દીવડા પ્રગટાવવા, અક્ષતના પાંચ સ્વસ્તિક કરવા, અને પોતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ફળ-નૈવેદ્ય જ્ઞાન પાસે અર્પણ કરવાં. આખો દિવસ જ્ઞાન અને જ્ઞાનના મહિમાનું શાંત ચિત્તે ચિંતવન કરવું, અને સ્વાધ્યાય કરવો. જે નર-નારી આ રીતે જ્ઞાનપંચમી મહાપર્વની આરાધના કરશે, તે અજ્ઞાનનો મહાસાગર તરીને પોતાના આત્માનું કલ્યાણ સાધી જશે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ G જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વી૨ ભામાશા ૭. શ્રી નંદિષણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમા૨, વી૨ ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ पामोमिन ///T. // WU Uસારા છે - તડવી સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના જીવનમાં રં Serving Jinshasan. A Jain Education Intemational For Personal & Private Use Only