________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૫ ........ . . પણ રૂપમાં રાજાની કુંવરીને આંટે એવી.
એણે રાજાને પાણી પાયું. રાજાના ઘોડાને પાણી પાયું. આંગણામાં ઘટાદાર લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરી આપ્યો. રાજા તો થાક્યો હતો એટલે બેઠો એવો ઊંઘી ગયો. ઊંઘમાંથી જાગીને જોયું તો ભીલપતિ સામે બેઠો હતો, ને એના હાથમાં ખાવાનું હતું. રાજાને ભૂખ પણ લાગી હતી. એણે એ સાદું ભોજન ઘણા ભાવથી ખાધું, જાણે બત્રીસાં પકવાન મળ્યાં !
ભીલપતિને લાગ્યું કે આ નર દેવાંશી લાગે છે. એણે થોડા દિવસ રોકાવા આગ્રહ કર્યો. રાજાનું મન પેલી ભીલકજામાં હતું. એ રોકાયો. દિવસો ગયા, એક દિવસ રાજાએ ભીલપતિને કહ્યું: “હું મગધનો રાજા છું. તારી પુત્રી તિલકા મને પરણાવ.”
ભીલ કહે : “ના બાપજી ! મારી દીકરીનું ત્યાં કોણ ? જંગલનો જીવ શહેરમાં મૂંઝાઈ જાય, એમાં તમે વળી રાજા ! તમારું મન ચંચળ ! અનેક નવી-જૂની રાણીઓના જમેલામાં મારે નથી નાખવી એને !”
રાજા કહે : “અરે, એને મારા માથા પર રાખીશ, તું જરાય ચિંતા કરીશ મા. એને પટરાણીપદે થાપીશ.”
તિલકાનો બાપ કહે : “એના દીકરાને ગાદી આપવી પડશે. મોહમાં અંધ બનેલા રાજાએ બધી વાતની હા પાડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org