________________
૧
શ્રેણિક બિબિસાર
પુણ્યભૂમિ ભારતમાં મગધ નામે સુંદર દેશ છે. ગિરિવજ નામે એનું પાટનગર છે. ત્યાં રાજા પ્રસેનજિત રાજ કરે. એક વાર રાજા શિકારે ચડ્યો છે. વનજંગલોમાં, નદીનાળાંમાં ઘૂમે છે. ઘૂમતો ઘૂમતો એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યો છે. નોકરચાકર પાછળ રહી ગયા છે. દિનદિશાનું ભાન ભૂલ્યો છે.
શિકારની શોધમાં ઘોડો દોડાવ્યે જાય છે. ખરો બપોર થયો છે. ઊના લૂના વાયરા વાય છે. તરસ લાગી છે, પણ ક્યાંય પાણી ન મળે. રાજાએ ઘોડેથી ઊતરી ઊંચા ઝાડ પર ચડીને જોયું, ક્યાંય નદીનવાણ દેખાય ! પણ ક્યાંય કશું ન દેખાય ! થોડે દૂર કેટલાંક ઝૂપડાં નજરે પડ્યાં.
રાજા ત્યાં પહોંચ્યો. એ ભીલોની પલ્લી હતી. એક ઝૂંપડી પાસે જઈને રાજાએ ઇશારાથી પાણી માગ્યું. તરસે જીવ જતો હતો. ઝૂંપડીમાં એક ભીલકન્યા હતી. છોકરી તો ભીલની,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org