________________
શ્રેણિક બિંબિસાર
ه
ن
.
.
.
.ت
.
તિલકાને લઈ રાજા પાટનગરમાં આવ્યો. વાજતેગાજતે લગ્ન
કર્યા.
રાજા પ્રસેનજિતને ઘરડાપો ઘેરી વળ્યો છે. જુવાન રાણી તિલકાનું જોર જામ્યું છે. એણે ખટપટિયાઓનું ટોળું જમાવ્યું છે. રાજનો સાચો વારસ તો રાજકુંવર બિંબિસાર છે.
બિંબિસાર શૂરો, ન્યાયી ને પરાક્રમી છે. બધા રાજકુંવરોમાં રૂપથી, ગુણથી, વાણીથી, વેશથી એ જુદો તરી આવે છે. એક વાર રાજમહેલમાં આગ લાગેલી. ભયંકર આગ !
રાજાએ બધા કુમારોને તેમાંથી અમૂલ્ય વસ્તુઓ લઈ આવવા જણાવ્યું. ઘણા કુમારો રન, સોનું ને બીજી કીમતી ચીજો લઈ આવ્યા, પણ બિંબિસાર તો “ભંભા’ નામના લડાઈના વાજિંત્રને લઈ આવ્યો. અને જણાવ્યું કે, “મારે આ દુનિયામાં બીજા કશાની જરૂર નથી. મારામાં બળ છે, બુદ્ધિ છે, દુનિયાને આ ભંભા' વગાડીને યુદ્ધનું આહ્વાન કરીશ અને સામી છાતીએ ઘા આપી દુશ્મનને જીતીશ.” આ જવાબ સાંભળી રાજા પ્રસેનજિત જાણે બહુ દુઃખી થતા હોય તેમ, કટાણું મોં કરી બોલ્યા : “અરેરે ! આ બુદ્ધિહીનને સારાસારનું જ ભાન નથી. એને રાજ્ય સોંપીને શું કરવું?”
આ પ્રમાણે કહી રાજાએ બધા કુંવરોને રાજકાજ શીખવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org