________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫
નાના નાના પ્રદેશ વહેંચી આપ્યા. બિંબિસારને નિર્ધન અને નિર્જન પ્રદેશ સોંપ્યો. બીજા કુમારો તો પ્રજા પાસેથી ધન લૂંટીને મોજશોખ માણવા લાગ્યા, પણ બિંબિસારે પ્રજા પાસેથી કંઈ પણ ન લેતાં સાદું જીવન જીવવા માંડ્યું. રાજા પ્રસેનજિત પાસે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તેમણે કહ્યું: “અરેરે, ! આ લોભી શું રાજ-વૈભવ જાળવશે?” આવા સાધુરામો રાજ શું ચલાવવાના? નક્કી, આ બિંબિસાર મારી મોટાઈને ઝાંખી પાડશે.”
વળી રાજાએ બધા કુમારોને બોલાવ્યા. તેઓને એક ઓરડામાં બેસાડી સામે ખાજાંથી ભરેલા, પણ મોંથી સીવેલા મીઠાઈના કરંડિયા મૂક્યા. સાથે પાણીથી ભરેલા ઘડા મૂક્યા, અને ઉપરથી ઢાંકણ બંધ કર્યા. હવે હુકમ કર્યો કે કરડિયાનું કે ઘડાનું મોં ખોલ્યા વગર અન્નજળ લેજો ! કુમારો તો વિમાસણમાં પડ્યા. આવી ન બનવા જેવી વાત શી રીતે બને? ભૂખ્યા ને તરસ્યા સહુ એકબીજાનાં મોં સામે જોતા બેસી રહ્યા.
પણ પેલો બિંબિસાર એમ બેસી રહે તેવો નહોતો. એણે સહુને કહ્યું : “ચાલો, અન્નજળ લઈએ. બધા એની આસપાસ ટોળે વળ્યા. કુમાર બિંબિસારે કરંડિયાને ખૂબ હલાવ્યા. અંદરની મીઠાઈ ભાંગીને ભૂકો થઈ ગઈ. કુમારે હલાવી હલાવીને એ ભૂકો નીચે પાડ્યો ને તે લઈને સહુને ખાવા કહ્યું. સહુએ એમ કર્યું ને પેટ ભર્યું, પણ પાણી શી રીતે પીવું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org