________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫
વજડાયાં. રૂડી જાનું આવી. પરણીપષ્ઠિ ઊતર્યા, વેપારધંધે લાગ્યા, બાપનો બોજ હળવો કર્યો, પણ પેલા સુંદર શેઠાણીના છોકરાને કોઈ સંભારે નહીં. કોઈ વળી રડ્યુંખવું પૂછતું આવે, છોકરાને જુએ ને મન થાય, પણ એમની સાથે વાતચીત કરે કે મન ફરી જાય. જીભ કુહાડા જેવી, વાણી અંગારા જેવી, વર્તન વાંદરા જેવું. એવા છોકરા કોને ગમે?
શેઠ કહે, હે સ્ત્રી ! તેં છોકરાને મૂર્ખ રાખ્યા. આજ તારાં પાપ સહુ કોઈને નડ્યાં.
પેલી શેઠાણી કહેઃ દીકરા બાપને અનુસરનારા હોય, દીકરી માને અનુસરનારી. તમે દીકરાને જાળવ્યા નહીં ને આજે મને દોષ દો છો ? તમારાં જ પાપ નડ્યાં.
શેઠ કહે, અરે પાપિણી, તારાં કૃત્ય સંભારતી નથી, ને મને સંતાપે છે? દીકરાને તેં મોઢે ચઢાવ્યા. ન શાળાએ મોકલ્યા, ન ઘેર ભણાવ્યા. મા તો સંતાનની સાચી શિક્ષિકા છે.
ધણીધણિયાણી લડી પડ્યાં. ક્રોધ મોટો ચંડાળ છે. ધણીએ પાસે પડેલો પથરો ઉપાડીને માર્યો. શેઠાણીના મર્મસ્થાનમાં વાગ્યો. અનરાધાર લોહી તૂટી પડ્યું. શેઠાણી મરણ પામી.
મહાનુભાવો ! આ એક વાત થઈ. એવી જ એક બીજી વાત છે. વસુસાર ને વસુદેવ નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org