Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૫ - - - - - - “સંસારનાં સર્વ સુખ એને મળ્યાં છે. સર્વ સૌભાગ્ય એને સાંપડ્યાં છે. સાંપડ્યાંનો એ સારો ઉપયોગ કરે છે. નમ્રતા ધારે છે. વિનય ધારે છે. વૈરાગ્ય રાખે છે. યોગ્ય કાળે, સર્વ કર્મને ક્ષય કરી એ મોક્ષને વરશે.” “માટે હે રાજન, જે જ્ઞાનપંચમીનું વ્રત કરશે, એ આ ભવમાં ને પરભવમાં સુખી થશે. એના આત્માનો ઉદ્ધાર થશે; ને કાયાનાં કલ્યાણ થશે.” જ્ઞાનપંચમી જ્ઞાનીઓએ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે : સૌ જીવોમાં સમજણની થોડી ઝાઝી પણ સંજ્ઞા હોય જ; જ્ઞાનનો સર્વથા અભાવ તો કોઈ પણ જીવમાં ન સંભવે : એ મતિજ્ઞાનનો પ્રભાવ. શાસ્ત્રો ભણી-ભણાવીને જે જ્ઞાન પ્રગટે એ શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયોની કોઈ મદદ લીધા વગર દૂર દૂરના ભેદ પામી શકે એનું નામ અવધિજ્ઞાન. સામાના મનની ભીતરના ભેદ પારખી જવણી શક્તિ એ મન:પર્યવજ્ઞાનનો પ્રભાવ. અને ત્રણે લોક અને ત્રણે કાળના ભેદ-પ્રભેદને જે જાણી શકે એનું નામ કેવળજ્ઞાન. હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ જાય, એમ કેવળજ્ઞાનમાં બધાંય જ્ઞાન સમાઈ જાય. એ જ્ઞાનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36