Book Title: Shrenik Bimbisara Gyanpanchami
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ જ્ઞાનપંચમી છે. રૂડી એવી દેશના આપે છેકહે છે, હે ભવ્ય જીવો! સર્વ સંપદાન આપનારું, સર્વ વિપદાને વિદારનારું, આ ભવની શોભા સમાન, પરભવને સુધારનારું, ભવોભવને કાપનારું જ્ઞાનપંચમીનું, સૌભાગ્ય પંચમીનું આરાધન કરો. એવી રીતે આરાધના કરો કે જેવી રીતે કુમાર વરદત્ત ને ગુણસુંદરીએ આરાધ્યું. વ્રતને એવી રીતે ન વિરાધો, જેવી રીતે સુંદરી ને વસુદેવે વિરાવ્યું. સભામાં નગરનો રાજા બેઠો છે. નિજધર્મનો પાળનાર છે. ન્યાયનું દ્રવ્ય લેનાર છે. પરદાર સહોદર છે, નામ છે શૂરસેન. રાજા શૂરસેન મસ્તક નમાવી કહે છેઃ હે ભગવંત, વરદત્ત કુમાર કોણ થયો, ગુણસુંદરી કોણ થઈ, સુંદરી ને વસુદેવ ક્યારે થયાં ને કોણ થયાં આગળનાં બેએ વ્રતને કેવી રીતે ઉજમાળ કર્યું : પાછળનાં બેએ કેવી રીતે પડ્યું : તેની કથા અમને કહો. સાકર શેરડીના સ્વાદ જેની પાસે ફિક્કા પડે છે એવી વાણીવાળા ભગવંત બોલ્યા: ભરતક્ષેત્રમાં પાપુર નામે પટ્ટન છે. ત્યાં અજિતસેન રાજા રાજ કરે. એને એક રાણી, નામે યશોમતી. ચોસઠ કળાની જાણકાર. એમને વરદત્ત નામે કુંવર ! રૂપે રૂડો, રંગે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36