Book Title: Shashwat Giri Mahima Author(s): Rushabhdas Kavi, Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 9
________________ - શાશ્વત ગિરિ મહિમા : શ્રી હેમસૂરિ મહારાજ કુમારપાળ ભૂપાળ અને સકળ સભાસમક્ષ શ્રી સિદ્ધાચળનું અપૂર્વ માહાભ્ય વિસ્તારથી જણાવતાં કહેવા લાગ્યા કે- “શ્રી નંદીશ્વરદ્વીપની, યાત્રા કરતાં પ્રાણી જે પુન્ય ઉપાર્જન કરે છે તેથી બમણુંકુંડળદ્વીપની યાત્રાથી, ત્રણગણું રૂચકદ્વીપની યાત્રાથી, ચારગણું ગજદંતગિરિની યાત્રાથી, પાંચગણું જંબૂવૃક્ષ પરના ચૈત્યની યાત્રાથી, છ ગણું ધાતકીખંડની યાત્રાથી, બાવીશગણું પુષ્કરવરદ્વીપની યાત્રાથી, સોગણું મેરૂના ચૈત્યની યાત્રાથી, હજારગણું સમેતશિખરની યાત્રાથી, લાખગણુંકંચનગિરિની યાત્રાથી, દશ લાખગણું શ્રી અષ્ટાપદ તીર્થ અને ગિરનારની યાત્રાથી ક્રોડગણું ફળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. (કેટલાગણું પુણ્ય એમાં કેટલાક સ્તવનાદિમાં ફ્રાર છે. કેટલાગણું કહેવામાં કેટલોક આધાર છે પરંતુ ખરી રીતે તો ભાવની વૃદ્ધિ અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. આ તો વ્યવહારિક મધ્યમ ળ માત્ર કહેલું છે.) શ્રી શત્રુંજય તીર્થ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે અને એ પરમ પુનિત, પરમ ઉપગારી, પરમ કલ્યાણકારી અને શાંતિનિકેતન તીર્થ પ્રાયે કરીને (પ્રાયે શબ્દ પર્વતનું પ્રમાણ નાનું મોટું થાય છે તેથી વાપરેલ છે.) શાશ્વતું છે. જગતની પ્રવૃત્તિમાંથી અને ધમાલમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60