Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ -: શાશ્વત ગિરિ મહિમા : કરવા માંડેલા તે તૈયાર થયેલાં હોવાથી એકમાં શ્રી કષભદેવ ભગવાનની અને બીજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય મૂર્તિ પધરાવી સ્નાત્રાદિ મહોત્સવ કરીને શ્રીસંઘ ત્યાંથી આગળ ચાલ્યો. વળા-ચમારડી એટલે વલ્લભીપુરની સીમમાં શુદ્ધ અને વિશાળ જગ્યાએ શ્રીસંઘે પડાવ કર્યો. તેમના આવાગમનના સમાચાર ચારે તરફ ફ્લાતાં અનેક સ્ત્રીપુરૂષો જૈન અને જૈનેતર શ્રી સંઘના અને સંઘપતિના દર્શનાર્થે આવવા લાગ્યા. જેમનો સત્કાર કુમારપાળ રાજા તરફ્ટી બહુ પ્રકારે થતો હતો અને જે જે લોકો તરફ્ટી ધર્મકાર્યને માટે જે કાંઇ માગણી થતી હતી તે સર્વને ઉત્સાહપૂર્વક યોગ્ય રકમ આપવા માટે ભંડારીને હુકમ થતો હતો. - સકળ સંઘનો પડાવ થયા બાદ ત્યાં ઉભા ઉભા શ્રી શેત્રુંજયગિરિના દર્શન કુમારપાળ ભૂપાળ સહિત સકળ સંઘે ભાવપૂર્વક કર્યા. ત્યાર પછી પગે ચાલીને અનુક્રમે શ્રી સંઘ તળાટી નજદીક પહોંચતા પ્રથમ તો ગિરિરાજને સોના રૂપાનાં ફ્લથી તેમજ ઉત્તમ પરવાળા અને મોતીથી વધાવી તેની આગળ અક્ષતાદિ સામગ્રીથી સ્વસ્તિક આલેખ્યા. સહુ કોઇએ યથાશક્તિ તેની ઉપર સોનામહોર-રૂપાનાણું વિગેરે ચઢાવ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60