Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ * શાશ્વત ગિરિ મહિમા : સુરગુરૂ એક આંખે કાણા હતા, સૂર્ય તેજસ્વી છે પરંતુ ઘસાતો જાય છે, ચંદ્રમા ભલે શીતળ છે પણ ગળતો જાય છે, બલિરાજા જો કે બહુબ ળીઓ કહેવાતો હતો છતાં તેને બંધાવું પડ્યું હતું, અર્જુન મહાન્ બાણાવળી તરીકે પંકાણો હતો છતાં વ્યંડળ (નપુંસક) ના રૂપમાં રહેવું પડ્યું હતું, અરણિક મુનિવર કામદેવના ઝપાટામાં ઝંપલાણા હતા, સમુદ્રને મંથાવું પડ્યું, કૃષ્ણ કાળા કહેવાણા, કેશરીસિંહને મેઘગર્જના અસહ્ય લાગવાથી મસ્તક પછાડી મરવું પડે છે, રાવણ બળવાન હતો પરંતુ પરસ્ત્રીહરણના પ્રતાપે મસ્તકરહિત થઇ ગયો, શેષનાગ પૃથ્વીને ઝીલી રહ્યો છે એમ કહેવાય છે પણ તેનામાં ઝેર ભરેલું છે, રાહુ ધડરહિત છે, ચંડરૂદ્ર સૂરિમાં બહુ જ રીસ હતી, બ્રહ્મા પ્રજાપતિ એટલે કુંભાર તરીકે પંકાણા, રહનેમિએ રાજેમતિ પાસે ખોટી યાચના કરી લાંછન લગાડ્યું, ભરત મહારાજાએ લોભને વશ પડી પોતાના બાન્ધવ બાહુબળી સાથે મોટું યુદ્ધ આદર્યું, અષાઢાભૂતિ મુનિએ કપટથી આહાર વહોર્યો, આર્દ્રકુમાર દીક્ષા લીધા પછી ફરીથી સંસારી થઇ પુત્રસ્નેહે સુતરના તાંતણે બંધાતાં બાર વરસ સુધી ગૃહવાસમાં પડી રહ્યા, પાતાળમાં રહેલા કાળીનાગને પણ નથાવું પડ્યું, પાંડવો મહાપરાક્રમી હતા જ Jain Education International ૩૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60