Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ - શાશ્વત ગિરિ મહિમા :-) કાંઇક અધિક વર્ષ વીત્યા બાદ શ્રી કાશમીર દેશનો રત્ન નામનો શ્રાવક પવિત્ર તીર્થ શ્રી ગિરનારની યાત્રા કરવા આવ્યો. દર્શન કર્યા બાદ પ્રભુપૂજા કરવા માટે રત્નશ્રાવકે વિધિવત સ્નાન કર્યું અને પછી ઉત્તમ પ્રકારની સામગ્રી લઇને પ્રભુની જળપૂજા કરવામાં તલ્લીન બની જળ-કળશ ભરીને પ્રભુનું પ્રક્ષાલન કરવું શરૂ કર્યું. તે જળની ધારા બિંબ ઉપર પડતાં જ તે લેપમય બિંબ ગળી ગયું. આ જોતાં તે રત્ન શ્રાવક મનમાં ઘણો જ ખેદ પામ્યો અને આ રીતની પ્રભુની મહાન આશાતના થવાથી તે શ્રાવક ત્યાં જ ચાર આહારનો ત્યાગ કરીને બેઠો. એ રીતે તેને સાઠ દિવસના ઉપવાસ થયા. તે તપશ્ચર્યાના આકર્ષણથી શ્રી અંબિકાદેવી પ્રસન્ન થઇને ત્યાં આવ્યા અને તે રનશ્રાવકને કહ્યું કે - હે વત્સ !ખેદ કરવાનું કાંઇ કારણ નથી. આ લેપમય બિંબ ગળી ગયું તે સ્થાને બ્રશ્ચંદ્રના કરેલા ભૂમિચેત્યમાં સુવર્ણના પબાસણ ઉપર પધરાવેલી વજમયી પ્રતિમા છે તે લાવીને અહિં પધરાવ.” પછી તે રત્નશ્રાવકે દેવીવચનાનુસાર આ વજયી પ્રતિમા ત્યાંથી લાવીને અહીં પધરાવી છે જે ત્રણ જગતમાં સર્વને પૂજનિક છે. અન્ય શાસ્ત્રમાં પણ કહેલ છે કે“વામન અવતારને વિષે વિષ્ણુએ બલિરાજાને બાંધવા સારૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60