Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ -: શાશ્વત ગિરિ મહિમા : રચેલી છે, પરંતુ તેમાં પ્રભુગુણ, પ્રભુપ્રેમ અને પ્રભુભક્તિની ગુંથણી હૃદયના ઉમળકાથી ભાવપૂર્વક એટલી સરસ રીતે કરેલી છે કે તે પ્રેમ, તે ભક્તિ અને તે ગુણના અમીરસભર્યા ઝરણાં મ્હારામાંથી નીકળવા તદ્દન અશક્ય છે. તે કવિ ધનપાળકૃત સ્તુતિ અને મ્હારી બનાવેલી સ્તુતિમાં હું તો કહું છું કે જેમ એક કોડી અને કંચનમાં, ચંદન અને સુકા ઘાસમાં, રાજા અને સેવકમાં, પાણી અને દુધમાં, મહિષ અને હાથીમાં, સસલા અને સિંહમાં, કીડી અને કુંજરમાં, ખધોત અને સૂર્યમાં, સામાન્યજળ અને ગંગાજળમાં, નિર્ધન અને ધનિકમાં, નિર્ગુણી અને ગુણીમાં તારા અને ચંદ્રમાં, દીપક અને દિનકરમાં, કૃપણ અને દાતારમાં, ખોટા અને સાચા મોતીમાં પીત્તળ અને હેમમાં હરિહરાદિ દેવો અને શ્રી જિનેશ્વર દેવમાં જેમ મહાન અંતર રહેલ છે, ગુણમાં મોટો ફેર રહેલો છે અને તરતમતા રહેલી છે તેવી જ રીતે કવિ ધનપાળ અને મ્હારા માટે સમજી લેવું. ખરેખર કવિ ધનપાળની બરાબરીમાં હું આવી શકું તેમ નથી. કવિ ધનપાળ તો બુદ્ધિ વિશાળ પંડિત પુરૂષ હતા, જેમને શ્રી ૠષભદેવ प्रभु સાથે અપ્રતિમ પ્રેમ, અવિહડ રંગ અને અદ્વિતીય ભાવ જેમ કોયલને સહકાર સાથે, ચાતકને મેઘની Jain Education International ૨૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60