Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 35
________________ -: શાશ્વત ગિનિ મહિમા : જસ પદ પુન્ય પસાઉલે, શેત્રુંજાગિરિ હુઓ સાર; રાયણ રૂખે સમોસર્યા, પૂર્વ નવાણુ વાર. હેમસૂરીશ્વર બોલ્યા કે- “હે રાજન્ ! આપ મ્હારી સ્તુતિ કરી મને ભલો કહો છો, પરંતુ તે અયુક્ત ઘટના છે. જગતમાં મ્હારા કરતાં તેમજ સર્વ કરતાં ભલામાં ભલા અનંત ગુણથી ભરેલા, અનંતા જીવોનો ઉદ્ધાર કરવાવાળા, પરમ પુન્યવંત પ્રભુ શ્રી ઋષભજિણંદ છે કે જેમના પુન્યપ્રભાવે શ્રી શત્રુંજયતીર્થ પૃથ્વીતળમાં પંકાણું છે અને જેમણે પૂર્વ નવાણુ વાર આવી, રાયણવૃક્ષ તળે સમવસરી આ તીર્થને પાવન કરેલ છે. એ કારણથી આ રાયણવૃક્ષ પણ પૂજનિક છે, એનો મહિમા પણ અપૂર્વ છે, માટે યુગલાધર્મનિવારક શ્રી આદીશ્વર ભગવાનની ત્રિકરણ યોગે ભક્તિ કરીને અને રાયણવૃક્ષની શીતળ છાયા નીચે બેસી પરમાત્માનું ધ્યાન ધરીને આત્મકલ્યાણ કરી લ્યો.” આ હકીકત સાંભળી કુમારપાળ રાજા વિગેરેએ રાયણવૃક્ષને પ્રદક્ષિણા દઇને આદીશ્વર પ્રભુનાં પગલાની પૂજા કરી. વળી ફરીથી શ્રી ઋષભજિણંદની ભક્તિમાં લયલીન થઇ જઇ અનુપમ આંગી રચી પ્રભુના નવ અંગે નવ લાખની કિંમતના નવ રત્નો મૂક્યાં, સુવર્ણમય એકવીશ Jain Education International ૩૦ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60