Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 28
________________ -: શાશ્વત ગિરિ મહિમા : છે. પડિલેહણા કરતાં, સંથારો પાથરતાં, માત્રાદિ પરઠવતાં, ઉઠતાં અને બેસતાં તથા ખાતાં પીતાં દરેક કરણીમાં વિધિ સાચવીને જયણાપૂર્વક કામ કરવાની જ પ્રભુની આજ્ઞા છે.” કહ્યું છે કે ઃ - યતિધર્મમાં જયણા કહી, જીવજંત ઉગારે સહી; પડિલેહતાં ભણતાં સદહે, રખે જીવ મુજથી દુઃખ ઉઠતાં બેસતાં વળી, મુનિવર રાખે મતિ નિર્મળી; લહે. સંથારે જયણાએ સોય, સરપ્રમાણે પંથે જોય. ઉભો રહી ૠષિ જયણા કરે, મધુર વચન મુખથી ઉચ્ચરે; ભુજંતા નવિ બોલે જેહ, ઋષભ કહે ઋષિ સાચો તેહ. એણીપરે જયણા કરતો યતિ, તેને પાપ ન લાગે રતિ; તેમ શ્રાવકને જયણા ધર્મ, જયણા કરે તો શ્રાવક પર્મ. કુમારપાળ ભૂપાળનો સંઘ સર્વ પ્રકારે જયણાપૂર્વક પ્રયાણ કરતો કરતો અનુક્રમે ધંધુકા ગામે પહોંચ્યો, ત્યાં સંઘપતિ કુમારપાળ રાજા તરફ્થી આખા ગામમાં દરેક ઘરે થાળીમાં એકેક સોનામહોર મૂકીને લ્હાણી કરવામાં આવી અને પોતે કરાવેલા “ઝોલિકા-વિહાર” નામના જિનમંદિરમાં પ્રભુદર્શન, પૂજન આદિ ભક્તિ કરીને ત્યાંથી શ્રીસંઘ વળાચમારડી આવ્યો, જ્યાં બે મોટા પર્વતો ઉપર જિનમંદિરો Jain Education International ૨૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60