Book Title: Shanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay Author(s): Gunshilvijay, Publisher: Amrut Jain Sahityavadhak Sabha View full book textPage 7
________________ nn ***** Jain Education International એમાં વિધિકારકોનો પણ બહુ મોટો હિસ્સો છે. જેઓની આચાર-વિચાર નિષ્ઠતા તથા ઉચ્ચારશુદ્ધિ વિધિવિધાનની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓની આજીવિકા માટેની વ્યવસ્થા બીજી રીતે જો ગોઠવાઇ ગઇ હોય તો તેઓએ વિધિવિધાન કોઇપણ અપેક્ષા વગર જ કરાવવા જોઇએ અથવા શ્રીસંઘના સુખી-સંપન્ન શ્રાવકોએ તેઓને એ રીતે નિશ્ચિત બનાવી દેવા જોઇએ કે જેથી તેઓને કોઇ અપેક્ષા રહે નહિં. વળી હાલમાં મોટેભાગે ભણાવવામાં આવતાં પૂજનો માટે ખાસ ધ્યાન દોરવાનું મન થાય છે કે એ પૂજનો જે કેવળ વ્યવહારિક જ થઈ ગયા છે એ બરાબર નથી. એવા, મહાન પ્રભાવક પૂજનો આરાધના સાધનારૂપ થવા જોઈએ કે જેથી ભણાવનાર ને કાંઈક અચૂક આત્મિક લાભ પ્રાપ્ત થયા સિવાય રહે નહિં. આમ તૈયાર કરવામાં આવેલી આ પ્રત અનેક શ્રુતભક્તિરસિક મહાનુભાવોના સહયોગથી પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેના ઉપયોગ દ્વારા સૌ શુદ્ધ વિધિવિધાન કરી કરાવી સ્વ-પર કલ્યાણ સાધે એ જ એક મંગલ કામના, For Personal & Private Use Only ॥૭॥ www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 240