________________
nn
*****
Jain Education International
એમાં વિધિકારકોનો પણ બહુ મોટો હિસ્સો છે.
જેઓની આચાર-વિચાર નિષ્ઠતા તથા ઉચ્ચારશુદ્ધિ વિધિવિધાનની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.
તેઓની આજીવિકા માટેની વ્યવસ્થા બીજી રીતે જો ગોઠવાઇ ગઇ હોય તો તેઓએ વિધિવિધાન કોઇપણ અપેક્ષા વગર જ કરાવવા જોઇએ અથવા શ્રીસંઘના સુખી-સંપન્ન શ્રાવકોએ તેઓને એ રીતે નિશ્ચિત બનાવી દેવા જોઇએ કે જેથી તેઓને કોઇ અપેક્ષા રહે નહિં.
વળી હાલમાં મોટેભાગે ભણાવવામાં આવતાં પૂજનો માટે ખાસ ધ્યાન દોરવાનું મન થાય છે કે એ પૂજનો જે કેવળ વ્યવહારિક જ થઈ ગયા છે એ બરાબર નથી. એવા, મહાન પ્રભાવક પૂજનો આરાધના સાધનારૂપ થવા જોઈએ કે જેથી ભણાવનાર ને કાંઈક અચૂક આત્મિક લાભ પ્રાપ્ત થયા સિવાય રહે નહિં.
આમ તૈયાર કરવામાં આવેલી આ પ્રત અનેક શ્રુતભક્તિરસિક મહાનુભાવોના સહયોગથી પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેના ઉપયોગ દ્વારા સૌ શુદ્ધ વિધિવિધાન કરી કરાવી સ્વ-પર કલ્યાણ સાધે એ જ એક મંગલ કામના,
For Personal & Private Use Only
॥૭॥
www.jainelibrary.org