________________
તે વિચાર તેઓએ મુંબઈ બિરાજમાન પૂ. પંન્યાસશ્રી ધુરન્ધરવિજયજી મહારાજને જણાવ્યો અને તેઓ દ્વારા આનું સમર્થન તથા સહયોગ મળતાં તે બધી વિધિઓ તૈયાર કરી.
શાન્તિસ્નાત્રાદિવિધિ સમુચ્ચય” તથા “પ્રતિષ્ઠાદિ વિધિ સમુચ્ચય” એમ બે વિભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ. આનાથી ક્રિયાકારકોને ઘણીજ અનુકૂળતા થઇ પણ સમય જતાં તે પ્રત દુર્લભ બનતાં પં. શ્રી કુન્દકુન્દવિજયજી ગણિ. પં. શ્રીદાનવિજયજી ગણિ તથા મુનિશ્રી ગુણશીલવિજયજી દ્વારા સંપાદિત થઇ તે પ્રત અલગ - અલગ પ્રકાશિત કરવામાં આવી અને એના વિશાળ અર્થી વર્ગે એને ઉમળકાભેર વધાવી પણ લીધી. પ્રસ્તુત પ્રકાશન અંગે :
સારી વસ્તુની તો સદાય માંગ રહેતી જ હોય છે. એ નિયમાનુસાર શાન્તિસ્નાત્ર તથા ખનનશિલા સ્થાપન જલાનયન જલયાત્રા વિધાનસંઘ પ્રયાણ વિધિ વગેરે વિધિઓની પ્રત તૈયાર કરવામાં આવે તો સારૂં એવી ઘણાઓ તરફથી માંગણી આવતાં તથા તે કરવું જરૂરી જણાતાં મુનિશ્રી ગુણશીલવિજયજી તથા વિધિકારક શા. નરેન્દ્રભાઇ હીરાલાલ બંનેએ ભેગા મળીને તે તે વિધિઓમાં યથાશક્ય વિશેષ સ્પષ્ટતા કરવા પૂર્વક પ્રત તૈયાર કરી, એમાં તેર વિધિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. “અઢાર અભિષેકની વિધિ’ પૂજય શ્રી સકલચંદ્રજી મહારાજની પ્રત પ્રમાણે સંક્ષિપ્ત લેવામાં આવી છે. વિધિવિધાનનો અપૂર્વ પ્રભાવ :
આ વિધિવિધાન ઉપર શ્રી સંઘના અભ્યદયનો મુખ્ય આધાર છે. એ જેટલી શુદ્ધતાથી થાય તેટલો જ તેનો પ્રભાવ અચૂક અનુભવાયા સિવાય રહે નહિં,
孝孝染染染染染染孝孝孝孝六
For Personal & Private Use Only