________________
૧૮ ॥
Jain Education International
સંપાદકીય
સં.૨૦૫૨નું ચાતુર્માસ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સુરત-નાનપુરા શ્રી સંઘમાં થયું. એ ચાતુર્માસ અનેકવિધ આરાધનાઓથી યાદગાર બની રહ્યું. સુરત-નવાપુરા શ્રી શાંતિનાથજી ભગવાન જૈન દેરાસર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓએ પૂજ્યપાદ આચાર્ય ભગવંતોને વિનંતી કરી કે “અમારા શ્રી સંઘમાં આરાધના કરાવવા માટે પૂ. સાધુ ભગવંતો આપવાની કૃપા કરો.''
પૂજ્યશ્રીએ મને તેમજ મુનિશ્રી લલિતાંગવિજયજી ને આરાધના કરાવવા જવા માટે આજ્ઞા કરી. પૂજ્યોના આશીર્વાદથી ચાતુર્માસના વિશિષ્ટ દિવસોએ તેમજ પર્વાધિરાજ પર્યુષણામહાપર્વની આરાધના સારા ઉલ્લાસપૂર્વક થઇ. આસો સુદમાં સિદ્ધચક્રપૂજન-ભક્તામરપૂજન, શાંતિસ્નાત્ર, ૧૮ અભિષેક સહ પંચાહ્નિકા મહોત્સવ અપૂર્વ ઉલ્લાસ પૂર્વક ઉજવાયો.
નવાપુરા શ્રી સંઘના ટ્રસ્ટીગણે દેવદ્રવ્ય, સાધારણખાતુ, જ્ઞાનદ્રવ્યની રકમ ઉદારતા પૂર્વક આપવાની જાહેરાત કરી. પૂજ્યપાદ વાત્સલ્યનિધિ આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.સા.ની ભાવના હતી કે “શાસન સમ્રાટ્ અનેકતીર્થોદ્વારક શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ (૨૦૦૫-૨૦૫૫) તેમજ કવિરત્ન પીયૂષપાણી આચાર્યશ્રી વિજયામૃતસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દીવર્ષ (૧૯૫૨-૨૦૫૨) સ્મૃતિ નિમિત્તે શાસનોપયોગી સુંદર કાર્ય કરવું.' તેઓશ્રીની આ ભાવના અને પ્રેરણાથી શ્રી શાંતિસ્નાત્ર, અઢાર અભિષેક, પ્રભુ પ્રવેશ, ખનન, શીલા સ્થાપન, આદિ તેર વિધિઓ સરળતા પૂર્વક કરાવી શકાય એ રીતે એનું સંકલન કરવાનો નિર્ણય કર્યો.
For Personal & Private Use Only
॥૮॥
www.jainelibrary.org