________________
| ૧
૨૦૫૪ના અમદાવાદ-આંબાવાડી શ્રી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન પંચમાંગ શ્રી ભગવતીજીસૂત્રના યોગોહનની આરાધનાની સાથે ઉપરોક્ત વિધિઓનું સંકેલન કાર્ય શરૂ કર્યું. પૂજ્યપાદ પરમોપકારી ગુરુભગવંતશ્રીનું સતત માર્ગદર્શન અને વિધિકારક સુશ્રાવક શ્રી નરેન્દ્રભાઇ હિરાલાલ શાહના ઉલ્લાસપૂર્વક સહયોગથી તમામ વિધાનો શક્ય તેટલી શુદ્ધિ-સ્પષ્ટતા અને સરળતા પૂર્વક કરાવી શકાય તેવી રીતે સંકલન શક્ય બન્યું છે.
પ્રફ સંશોધનમાં ગણિવર્ય શ્રી સુવ્રતસેન વિજયજી મ.સા. નો આત્મીય સહયોગ પ્રાપ્ત થયો છે તેથી જ આ પ્રકાશનનું સ્વચ્છ મુદ્રણ શક્ય બન્યું છે.
આ કાર્યમાં પ્રેસ કોપી તૈયાર કરવામાં અમારા શિષ્ય મુનિશ્રી કાંતિવિજયજી, આંબાવાડી શ્રીસંઘના ઉત્સાહી કાર્યકર શ્રી હિંમતભાઇ સોમચંદભાઇ શાહ તેમજ જિજ્ઞેશ (રાજ) બાબુલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓની શ્રુતભક્તિની અનુમોદના.
મુદ્રણ કાર્યમાં કિરીટ ગ્રાફીક્સ વાળા શ્રેણીક શાહે અનુમોદનીય સહકાર આપ્યો છે. આ પ્રતના પ્રકાશન કાર્યમાં હરેશ એસ. દેસાઇનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
પ્રસ્તુત પ્રકાશનમાં શ્રુતજ્ઞાનરસિક સુશ્રાવકો સુકૃતના સહભાગી થયેલ છે.
મુફ સંશોધનમાં શક્ય તેટલી શુદ્ધિ જાળવવા પ્રયત્ન કર્યો છે છતાં પણ દૃષ્ટિદોષ પ્રેસદોષના કારણે કાંઇપણ અશુદ્ધિ રહી હોય તો સુજ્ઞ વાચકો સુધારીને વાંચવા ઉપયોગ રાખે અને અમને જણાવે જેથી ભવિષ્યમાં ખ્યાલ રહે. પરમાત્માભક્તિ દ્વારા સૌ આત્માઓ શીધ્ર આત્મકલ્યાણ સાધો એ જ અભિલાષા. સં. ૨૦૫૫, જેઠ વદ-૧૦,
વ્યાકરણાચાર્ય પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ઓપેરા સોસાયટી, અમદાવાદ
ગણિ. ગુણશીલવિજય
Jan Education Intel
For Personal & Private Use Only
www.inneby.org