Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 9
________________ sabada\2nd proof બીજાને સાંભળતા શીખો બીજાને સંભાળતા શીખો અભિમાન જતા વધુ તક્લાદી છે માનવ તરીકે આપણને ત્રણ વિશેષ શક્તિ મળી છે. વિચાર શક્તિ, વિવેકશક્તિ, સંવેદનશક્તિ. વિચાર શક્તિ પાયો છે. વિચાર જ ન હોય અથવા વિચારોમાં સારપ ન હોય તો વિવેક કે સંવેદના અનુભવાતી નથી. સાત અબજની માનવવસ્તીમાં આજે સારા માણસોનો દુકાળ છે. તેનું કારણ સારા વિચારોનો દુકાળ છે. વિચારશક્તિને ખીલવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, સાંભળવાની કળા. સાંભળવાની શક્તિ મળે અને સારું સંભળાવનાર મળે તો જીવન નંદનવન બની શકે છે. પર્સનાલિટી ડેવલપર ગુરુઓ કહે છે, ‘સારો વક્તા તે જ બની શકે જે સારો શ્રોતા હોય. સંગીત શીખવાનો નિયમ છે પહેલા કાનસેન બનો પછી તાનસેન બનો.’ જીવનમાં સારા વિચારો આવી શકે, જો સારું સાંભળવાની આદત રાખી હોય. અજ્ઞાન-આગ્રહ કે આળસને કારણે માણસ સાંભળવાનું ગુમાવે છે. ગુજરાતી પ્રજાને સાંભળવાની આદત કરતા સંભળાવી દેવાની આદત વધારે છે. કુટુંબમાં કુસંપ, સમાજમાં મતભેદ વગેરે પ્રશ્નોનું મૂળ–સાંભળવાની આદત નથી, તે છે. સંભળાવી દેવાની આદત ઝઘડા કરાવે છે. સાંભળી લેવાની આદત ઝઘડા અટકાવે છે. જીવનને પ્રસન્ન બનાવવું હોય તો બે કામ કરજો . બીજાને સાંભળતા શીખો. બીજાને સંભાળતા શીખો. ધર્મની શરૂઆત વંદનાથી થાય છે. વંદન એટલે મનને ઊંધુ કરી ખાલી કરવું. કપમાં ભરેલી ચા ખાલી કર્યા વિના નવી ચા ભરી શકાતી નથી તેમ મનમાંથી સંસારને ખાલી કર્યા વિના પરમાત્માનું અવતરણ થતું નથી. વંદન એટલે પરમાત્માને અંતરમાં પધારવાનું આમંત્રણ. મનને વંદનના ભાવથી દૂર રાખનારો મહાદોષ છે અભિમાન. અભિમાન એટલે આપણે આપણી જાત વિશે કરેલી ખોટી ધારણા. “હું શ્રીમંત છું’ ‘બુદ્ધિશાળી છું’ એવી ધારણા અભિમાન છે. અભિમાન object નથી. કેવળ કલ્પના છે. અભિમાન મનને ખોટી કલ્પનાથી ભર્યા કરે છે. મનને ખાલી કરવાનો ચાન્સ જ આપતું નથી. ભગવાન કહે છે : ‘અભિમાન કાચ કરતાં પણ વધુ તકલાદી છે.' તમારું અભિમાન જો તમે તોડતાં નથી તો બીજા તોડી નાંખે છે. બીજા કદાચ ન તોડે તો પણ મોત તો તોડી જ નાંખે છે. અભિમાન રાજા રાવણનું કે દુર્યોધનનું પણ રહ્યું નથી. मान करे तीनो गये धरम धन और वंस । ना माने तो देख ले रावण कौरव कंस ॥

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48