Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 34
________________ ЧО જીવન શા માટે જીવવું છે ? દુનિયાના તમામ પદાર્થો કરતા આત્માની શક્તિ અનંતગણી વધુ છે પણ એ શક્તિ દબાઈ ગઈ છે પરમાણુમાં પ્રચંડ વિસ્ફોટ કરવાની શક્તિ છે તેની પર કેન્દ્રિત થઈને અન્ય પરમાણુઓનો મારો કરવામાં આવે છે ત્યારે તે શક્તિ છૂટી પડે છે. પરમાણુની શક્તિને સક્રિય કરવા તેની પર કેન્દ્રિત થવું પડે છે. આપણા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો—પદાર્થ પર કેન્દ્રિત થાય છે તેથી આત્મશક્તિ ઉપેક્ષિત રહી છે. આત્માની શક્તિને જાગૃત કરવાના પાંચ નિયમો છે. પહેલો નિયમ ‘વિશ્વાસ'નો છે. આત્માની શક્તિનો અવિશ્વાસ માણસને પ્રતિબદ્ધ થવા દેતો નથી. બીજો નિયમ ‘પ્રતિબદ્ધતા’નો છે. પ્રતિબદ્ધતા એટલે કમિટમેંટ, ભૌતિક સુખોની આકાંક્ષા મૂલ્યોની વફાદારીને ખતમ કરી દે છે. અપ્રતિબદ્ધતા નબળાઈ છે. પ્રતિબદ્ધતા શક્તિ છે. મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ વ્યક્તિ પસંદગી સાચી કરશે. સ્વાર્થી વ્યક્તિ ખોટી પસંદગી કરશે. અર્જુન અને દુર્યોધન બંને પાસે પસંદગીનો અવકાશ હતો. દુર્યોધને શક્તિની પસંદગી કરી. અર્જુને, સારથિની પસંદગી કરી. શક્તિ મળી પણ દુર્યોધન હારી ગયો. ‘સાચી પસંદગી’ ત્રીજું પરિબળ છે. ખોટી પસંદગી કરનાર વ્યક્તિ પરિસ્થિતિ પરનો અંકુશ ગુમાવી દે છે. ખરાબ પસંદગી પરિસ્થિતિની પરવશતા સર્જે છે. દુર્યોધન યુદ્ધ કરવા જેવું નથી તે નથી સમજે છે છતાં પોતાનાં મનને મનાવી શકતો ~49~ sabada\2nd proof નથી. રાવણ પોતાના પક્ષે સત્ય નથી એ સમજે છે છતાં ઝૂકી શકતો નથી. માણસ પાસે બે જ વિકલ્પ છે. યાતો પરિસ્થિતિનો માલિક બને યા ગુલામ. પરિસ્થિતિની ગુલામી બે રીતે આવે છે. સુખમાં લીનતા અને દુઃખમાં દીનતા. આ બંને નબળી લાગણીઓ છે. સાચી પસંદગી કરનાર વ્યક્તિ સુખમાં સ્વસ્થ અને દુઃખમાં સ્થિર રહે છે. સફળતા મળે તો સ્વસ્થતા રાખવી અને નિષ્ફળતા મળે તો સ્થિરતા કેળવવી' ચોથો નિયમ છે. પાંચમો નિયમ છે ‘લક્ષ્યની સ્પષ્ટતા’. જીવન જીવવું એક વાત છે અને જીવન શા માટે જીવવું એ બીજી વાત છે. લક્ષ્ય વિષેની સ્પષ્ટતા જીવનની દિશા નક્કી કરે છે. દિશાનિર્ધારણ શક્તિ જાગરણનું મૂળ છે. -૫૨ -

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48