Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 35
________________ ૫૧ લક્ષ્યનિર્ધારણ જે વ્યક્તિને પોતાના લક્ષ્ય નથી હોતા તે વ્યક્તિ બીજાના લક્ષ્ય માટે જીવે છે. શેઠ અને નોકર વચ્ચે તફાવત આ જ છે. શેઠને પોતાના લક્ષ્ય છે. નોકરને શેઠના લક્ષ્ય પૂર્ણ કરવાના છે. મોટા ભાગે લોકો જીવન જીવે છે પણ શા માટે જીવે છે તે જાણતા નથી. તેમની જીવન શક્તિ વેડફાતી રહે છે. લક્ષ્ય વિના પ્રવૃત્તિ થતી રહે છે, પ્રગતિ થતી નથી. ઘાંચીનો બળદ પ્રવૃત્તિ કરે છે, પ્રગતિ નહીં. બળદને ઘાણીની આસપાસ ફરતો રાખવા તેની આંખે દાબડા બાંધવામાં આવે છે. લક્ષ્ય વિનાનો આદમી દાબડા બાંધેલા બળદ જેવો છે. જીવનનું લક્ષ્ય સારું અને ઉમદા હોય તો શક્તિ જાગૃત થાય છે. યોગ્ય દિશામાં વપરાય છે અને ભીતરી સંપદામાં ઉમેરો થતો રહે છે. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ વેઠ કહેવાય. લક્ષ્ય વિનાની મહેનત મજૂરી કહેવાય. લક્ષ્ય વિનાનું જીવન કેવળ નોકરી જ કહેવાય. લક્ષ્ય સતત પ્રેરણા આપતું રહે છે. લક્ષ્યને કારણે જીવનમાં શિસ્ત આવે છે. લક્ષ્ય નક્કી કરવાથી વિચારો સ્પષ્ટ બને છે. પ્રવૃત્તિમાં સ્થિરતા આવે છે. વિપરીત સંજોગોમાં ખડકની જેમ મજબૂત ઊભા રહેવાની તાકાત જન્મે છે. ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભોગ આપવો પડે છે. માત્ર વિચાર કરી લેવાથી લક્ષ્ય સાધ્ય થતા નથી. લક્ષ્ય બાંધતી વખતે વખતે આપણે વિશે આ પાંચ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. એક, લક્ષ્યનો પૂરો વિચાર કરવો જરૂરી છે. -૫૩ ~ sabada\2nd proof બે, જ્યાં આપણી વિચાર શક્તિ અટકતી જણાય ત્યાં બીજાની સલાહ લેવી જરૂરી છે. ત્રણ, મગજને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહો કે દીનભાવનાઓથી મુક્ત રાખવું. ચાર, તમારી પોતાની શક્તિનો કયાસ કાઢવો. પાંચ, વર્તમાન સંયોગોની વિચારણા કરવી. આપણે જે લક્ષ્ય બાંધીએ છે તે લક્ષ્ય Positive (હકારાત્મક) હોવું જોઈએ. બે, Present (વર્તમાનકાલીન) હોવું જોઈએ. ત્રણ, Pleasant (આનંદપ્રદ હોવું જોઈએ. લક્ષ્યનો વિચાર પણ આનંદપ્રદ હોવો ઘટે. જીવનનાં લક્ષ્યો બે પ્રકારના છે. તાત્કાલિક લક્ષ્યો અને સ્થાયી લક્ષ્યો. તત્કાલ લક્ષ્યો સિદ્ધ થતા સફળતા મળે છે પણ એ સફળતાઓ જીવનમાં સ્થાયી લક્ષ્ય સામે સુસંગત હોવી ઘટે. પૈસા કમાઈએ પણ જીવનનો આનંદ ગુમાવી બેસીએ તો પ્રસન્નતા નહીં મળે. જીવનના સ્થાયી લક્ષ્યોના આધારે જ વ્યક્તિની મહત્તાનું મૂલ્યાંકન થાય છે. સ્થાયી લક્ષની ત્રણ કેટેગીરી છે. આલોક, પરલોક અને પરમલોક. પરમલોકનું લક્ષ્ય સર્વોત્તમ છે. તમામ સુખદુઃખથી મુક્તિ મળે છે. પરલોકનું લક્ષ્ય ઉત્તમ છે. આલોકનું લક્ષ તો પશુ પાસે પણ હોય છે. જે વ્યક્તિ પરલોકને નજર સામે રાખીને જીવે છે તે ઉત્તમ છે. પણ પરમલોકને નજર સામે રાખે તે સર્વોત્તમ છે. ધર્મ ઉત્તમ અને સર્વોત્તમ લક્ષ્યની જાગૃતિપૂર્વકનું જીવન જીવતા શીખવે છે. -૫૪

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48