Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 33
________________ ૪૮ લોકપ્રિયતાનું મૂળ સાાયાર છે. ત્રણ પ્રકારના માણસો છે. નામાંકિત, નામચીન અને નામહીન કશુંક અસાધારણ કાર્ય કરે તે નામાંકિત બને. અસાધારણ પણ અઘટિત કાર્ય કરે તે નામચીન બને. રામ અને રાવણ બંનેના વિશ્વપ્રસિદ્ધ ઉદાહરણ છે. રામચંદ્રજી શ્રેષ્ઠ આદર્શપુરુષ છે. તેમની પાસે દુશ્મનના દિલમાં છૂપાયેલી માણસાઈ અને સારપને પીછાણવાની આવડત છે. આવા સારા માણસો જેને સ્વીકાર્ય ગણે તે લોકપ્રિય બને. હનુમાનજી લોકપ્રિય થયા રામચંદ્રજીને કારણે. લોકરંજન કરીને પ્રાપ્ત કરેલી લોકપ્રિયતા વિશ્વસનીય નથી બનતી. સાચી લોકપ્રિયતાનાં મૂળમાં સદાચાર હોય છે. જે વ્યક્તિઓ લોકપ્રિય બને છે. તેમના વર્તન અને પ્રતિભાવમાં પાંચ ખાસિયત જોવા મળે છે. (૧) તેઓ બીજાની નિંદા કરીને આગળ નથી આવતા કે આગળ આવવા માટે કોઈની ખોટી ખુશામત નથી કરતા. તેમને સારા બનવામાં રસ હોય છે સારા દેખાવામાં નહીં. (૨) તેઓ ખોટા આરોપો કરીને કોઈને ઉતારી નથી પાડતા. તેમને તેવી જરૂર નથી હોતી. કારણ કે તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. (૩) તેઓ ગુણોની પ્રશંસા કરે છે. દુશ્મનોના પણ ગુણ જોઈને બિરદાવવાની ખેલદીલી તેમની પાસે હોય છે. (૪) તેઓ બીજાની પ્રગતિ જોઈને રાજી થાય છે. ઇર્ષા નથી કરતા. જે લોકો હારને પચાવી શકતા નથી તે લોકો જીતી શકતા નથી. (૫) તેઓ ભગવાનની અને ગુરુની સ્તવના કરે છે. સર્વશ્રેષ્ઠ શક્તિ અને સર્વોત્તમ જ્ઞાન આ બંનેની કદર કરે છે. લોકપ્રિય બનવાની કળાનું એક જ સૂત્ર છે. તમે સારા છો કે નહીં તે તપાસતા રહો. જે વ્યક્તિ સ્વયંની નજરમાં સારી સાબિત થાય છે તેને દુનિયા આપોઆપ સ્વીકારી લે છે. - ૪૯ • sabada\2nd proof ૪૯ સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું વર્તન લોકપ્રિય બનાવે છે સારા બનવું અઘરું છે પણ સારાઈને ટકાવી રાખવી વધુ અઘરી છે. ભૌતિકતાના વાવાઝોડા વચ્ચે સારાઈના દીવાને જલતો રાખવા વિશેષ મહેનત કરવી પડે છે. આપણા સહુની ભીતરમાં એક આત્મા જીવતો છે, વિકારો અને વિચારોના ઘોંઘાટ સામે તેનો અવાજ સાવ દબાઈ ગયો છે. આપણે આત્મા છીએ તે વાત સાવ ભુલાઈ ગઈ છે. આત્મા તરીકેનું આપણું સાચું મૂલ્ય વીસરાઈ ગયું છે. રબારી મોતીની કિંમત ન પીછાણી શકે તે ક્ષમ્ય ગણાય પણ ઝવેરી મોતીને ઓળખવામાં થાપ ખાય તે અક્ષમ્ય ગણાય. સારા નિમિત્તો અને સારા વાતાવરણ દ્વારા મળતી પ્રેરણાને ચિરંજીવ બનાવવા પોતાની સાથે વચનથી બંધાવું પડે છે. લોકોને પ્રિય થવા જે ગુણો દેખાડીએ છીએ તે આત્માને પ્રિય થવા કેળવવા પડે છે. માનવીય સંબંધોના બે પાસા છે. ક્રિયા અને પ્રતિક્રિયા. આપણા તરફથી અન્યને પહોંચતી લાગણી તે ક્રિયા અને અન્ય તરફથી આપણને મળતી લાગણી તે પ્રતિક્રિયા. ક્રિયામાં સદ્ભાવ અને પ્રતિક્રિયામાં સમભાવ સારાઈને ટકાવી રાખનારા આ બે ગુણો છે. છોડ ઉપરથી ગુલાબનાં ફૂલને ગમે તેટલી વાર ચૂંટો, છોડ કદી દુર્ગંધ નથી આપતું. બીજાને સુગંધ આપવી એ ગુલાબનો સ્વભાવ છે. તો એક ફૂલ ચૂંટાઈ જાય તો પણ આક્રમણ કર્યા વિના સ્વસ્થ રહેવું તે છોડનો સમભાવ છે. સદ્ભાવ અને સમભાવને કેન્દ્રમાં રાખીને થતું વર્તન વ્યક્તિને લોકપ્રિય બનાવે છે. પ્રતિકૂળ સંજોગોમાં તમારા તરફથી જતા મેસેજ નેગેટિવ ન જ હોય, લાચાર સ્થિતિમાં પણ તમે જો ખરાબ કામ કરવા તૈયાર જ ન થતા હો તો તમે બહુ ઝડપથી વિશ્વસનીય અને લોકપ્રિય બની શકો છો. -૫૦

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48