Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 32
________________ sabada\2nd proof ૪૩ સંયોગોને સારા બનાવે તે સફળ સફળતાને અને નિષ્ફળતાને સહજતાથી સ્વીકારો સુખી જીવનના ચાર પાયા છે. શરીરના ક્ષેત્રે સ્વસ્થતા, પ્રયત્નના ક્ષેત્રે સફળતા, ભૌતિકક્ષેત્રે સંપન્નતા અને માનસિકક્ષેત્રે સંતોષ. આ ચાર પરિબળો વચ્ચેનું બેલેન્સ જાળવે તે દેખીતી રીતે સુખી ગણી શકાય. ખુરશીનો એક પાયો ટૂંકો હોય તો પડી જવાય છે તેમ જીવનના આ ચાર પાયામાંથી એકાદ પાયો ટૂંકો થઈ જાય તો અકસ્માત સરજાઈ જય છે. શરીર, સંપત્તિ, અને મન આ ત્રણેયને વ્યવસ્થિત રાખવા પ્રયત્નનો પાયો બહુ જ જરૂરી છે. સફળતા કે નિષ્ફળતા પ્રયત્નના ફળ છે. તે બંનેને જે સનાતન માની બેસે છે તે હારી જાય છે. પ્રયત્ન એટલે પ્રવૃત્તિનું સાતત્ય. સફળતા કે નિષ્ફળતા કેવળ પ્રયત્નના પરિણામ નથી. તેની સાથે અનેક પરિબળો સંકળાયેલા છે. જે માણસ સફળતાને શાશ્વત માને છે તેનાં મનમાં હતાશા જગે છે. સફળતા શાશ્વત નથી. સફળતા મુકામ છે, મં િનથી. પ્લેટફોર્મ છે, ઘર નથી. સફળતાના સાઈડ ઈફેક્ટ રૂપે આવતાં અભિમાનથી બચવું હોય તો સફળતાને સહજભાવે સ્વીકારો. નિષ્ફળતા પણ શાશ્વત નથી. હકીકતમાં દરેક નિષ્ફળતા સફળતા પમાડતી તક છે. એક વાર સફળ થયેલો માણસ સો વાર નિષ્ફળ થયો હોય છે. નિષ્ફળતા આપણી ભૂલને કારણે જ થાય છે. ભૂલ ખોટી સમજથી થાય છે. નિષ્ફળતા આપણી ભૂલને સમજાવે છે. નિષ્ફળતામાંથી ભૂલને ટાળવાના માર્ગ જડી આવે છે. તેમાંથી બોધ-પાઠ લઈને નિષ્ફળતાને ભૂલી જવી જોઈએ. ‘આ ક્ષણ પણ વીતી જશે’ આ શાશ્વત સત્ય જે સમજે છે, સફળતા કે નિષ્ફળતા તેને ડગાવી શકતા નથી. જીવન અનેક સંયોગોનો સરવાળો છે. જીવનમાં સારા અને ખરાબ સંયોગો સરજાતા રહે છે. “સારા સંયોગ મળે તે જ વ્યક્તિ સફળ થાય’ એ નિયમ સાચો નથી. મળેલા સંયોગોને સારા બનાવે તે સફળ. કહો નહીં કે નબળાં પાનાં પડ્યાં અમારે હાથ છે કળા શીખી લો રમવાની તો જીત તમારે સાથ છે. એક સરખા સંયોગોમાં એક સરખી શક્તિ ધરાવતા બે માણસોમાંથી એક સફળ બને છે અને એક નિષ્ફળ. અને એ જ હોડી હલેસા હોય છતાં એક તરે છે બીજો ડૂબે છે. તેનું કારણ સંયોગો નથી. સંયોગોને જોવાની દૃષ્ટિ છે. બીજું કારણ સંયોગોની પસંદગી કરવાની દૃષ્ટિ છે. સારા અને સફળ માણસો વિપરીત સંયોગમાં પણ પસંદગી સારાની જ કરે છે. સફળ માણસો વિશાળ હિતને નજર સમક્ષ રાખી પસંદગી કરે છે. સાધારણ માણસની પસંદ સાધારણ હોય છે સારા માણસોની પસંદગી ઊંચી હોય છે તેઓ આ સારાઈને ટકાવી રાખવા વચનબદ્ધ (કમિટેડ) હોય છે. એમને મન પૈસા કરતાં પ્રામાણિકતાનું મૂલ્ય વધારે હોય છે. ઊંચી અને સાચી સમજને લીધે તેઓ લાલચમાં અટવાતા નથી. તકલીફોથી ગભરાતા નથી તેઓ દુઃખને સહી શકવાનું સત્વ ધરાવતા હોય છે. તેમને પોતાના આત્મા પર વિશ્વાસ હોય છે. ઊંચી પસંદગીને કારણે તેમની આત્માની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે અને તેઓ અસાધારણ સફળતા હાંસલ કરે છે. ઊંચા મૂલ્યો ખાતર તુરછ સુખોના બલિદાનની તૈયારી હોય તો સફળતા મળે છે. સિદ્ધિ મહાન ભોગ આપ્યા વિના મળતી નથી. સંયોગો જ્યારે તમારી સમક્ષ સારા અને ખરાબ વિકલ્પો રજૂ કરે ત્યારે તમે જે વિકલ્પની પસંદગી કરો છો એ તમારી સાચી ઓળખાણ છે, પસંદગી કરતાં પહેલા વિચારો. પસંદગી કર્યા પછી વિચાર કરવો નકામો છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48