Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 43
________________ ૬૦ જીવનનું લક્ષ્ય નક્કી કરવા યુવાની શ્રેષ્ઠ તબક્કો છે યુવાન રહેવું સહુને ગમે છે. પણ કાયમ માટે કોઈ યુવાન રહી શકતું નથી. જુવાની જિંદગી અને જોર આ ત્રણ જવા માટે જ આવે છે. યુવાની જિંદગીનો બહુ જ સુંદર તબક્કો છે. તેનો લાભ ઉઠાવતા આવડવું જોઈએ. યુવાન હોવાના ત્રણ લક્ષણો છે. જે નવું શીખવાને તત્પર હોય તે યુવાન છે. જેની પાસે એકલા રહેવાની હિંમત હોય તે યુવાન છે. જે નિખાલસતા અને આત્મ-વિશ્વાસથી ભરપૂર હોય છે તે યુવાન છે. આજના યુવાનો આ ત્રણ આદતો કેળવી લે તો વિશ્વ પલટાઈ જાય. યુવાનોમાં નવું શીખવાની મનોવૃત્તિ મરી પરવારી છે. સ્કૂલકૉલેજ છોડ્યા પછી વાંચવાની કે શ્રવણની આદત રાખનારા બહુ જ ઓછા છે. સારા વિચારો તો સારા ચારિત્રનું રૉ મટિરીયલ છે. સેકન્ડમાંથી મિનિટ-કલાક-દિવસ મહિના અને વરસ બને છે. તેમ સારા વિચારોથી સારું લક્ષ્ય બંધાય છે. લક્ષ્ય મુજબ આચરણ થાય છે. આચરણ, આદત બને છે. અને આદત, ચારિત્રનું નિર્માણ કરે છે. યુવાનો પાસે સ્વતંત્ર વિચારશક્તિ નથી રહી તેને કારણે હિંમત કે સાહસ નથી. કે તેમની રુચિ-અરુચિ બીજાને જોઈને નક્કી થાય છે. નકલ ~ ૯ sabada\2nd proof કરનારો માણસ નવો ચીલો ચાતરી શકે નહીં. જીવન શા માટે જીવવું છે તેના લક્ષ્ય વિના આત્મવિશ્વાસ ન જન્મે. આત્મવિશ્વાસનો અભાવ વૃદ્ધાવસ્થાની નિશાની છે. જીવનનું લક્ષ્ય નક્કી કરવા માટે યુવાની શ્રેષ્ઠ તબક્કો છે. યુવાનોના જીવનમાં લક્ષ્ય પણ ઉછીના છે. બધાને ડૉક્ટર, ઉદ્યોગપતિ, ઇંજિનીયર, વેપારી બનવું છે પણ માણસ નથી બનવું. લક્ષ્ય વિના જીવન જીવનાર નાકામિયાબ માણસો છે. લક્ષ્ય જેટલું વિશાળ હોય તેટલું સર્વ કેન્દ્રિત હોય તે જરૂરી છે. સ્વકેન્દ્રી અને સ્વાર્થકેન્દ્રી લક્ષ્યો સફળતા આપી શકે છે. પણ સંતોષ નથી આપી શકતા. અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૮ ક - 06 -

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48