Book Title: Shabde Shabde Shata
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 42
________________ sabada 2nd proof ૫૮ ક્રોધનાં ફળ ૐવાં હોય છે. ૫૯ સીતા અને દ્રૌપદી ક્રોધના ફળ કડવાં છે. એ દરેક જાણે છે, છતાં ક્રોધથી મુક્ત બની શકાતું નથી. મહિને એક દિવસ માથું દુ:ખે એ પીડા કહેવાય. રોજ માથું દુ:ખે એ રોગ કહેવાય. મહિને એક વાર ગુસ્સો આવે તે દોષ કહેવાય. પણ રોજ ગુસ્સો આવે તે રોગ કહેવાય. ક્રોધ ખરાબ છે તે કરતા ક્રોધની આદત વધુ ખરાબ છે. માણસની મનોવૃત્તિમાં જો ક્રોધ દ્વારા મળતી સફળતાનું મહત્વ વધારે હોય તો ક્રોધ અસાધ્ય રોગ બની શકે છે. ક્રોધ દ્વારા મળતી સફળતા, નિષ્ફળતાથી વધારે ખતરનાક હોય છે. નાના ગુંડાના ત્રાસમાંથી મોટો ગુંડો છોડાવે ત્યારે જીત ગુંડાગીરીની જ થતી હોય છે. ક્રોધ મોટા ગુંડા જેવો છે. નિરંકુશ વ્યક્તિને ક્રોધ જલ્દી આવી જાય છે. ક્રોધને જીતવા માટે અનુશાસન સ્વીકારો. ભીમ અને દુર્યોધન શક્તિની અને આવેશની દૃષ્ટિએ સમાન છે. છતાં ભીમનો ક્રોધ વ્યાપક સ્તર પર નુકશાનકર્તા સાબિત થતો નથી. તેનું કારણ યુધિષ્ઠિરનું અનુશાસન છે. તેવું જ લક્ષ્મણનું છે. આવેશનો સ્વભાવ હોવા છતાં રામચંદ્રજીનું અનુશાસન તેમને બચાવી લે છે. ક્રોધની લાગણી વધારે ઘટ્ટ બને તો વેરનું સ્વરૂપ ધારણ કરે છે વેર, ઝેર કરતાં વધારે ખતરનાક છે. ઝેર એકવાર મારે, વેર ભવોભવ મારે છે. મનને સારા વિચારોનું આલંબન આપો. સારા વિચારો પોઝીટિવ લાગણીને ખીલવે છે. અવસર : ‘ક્રોધને જીતવાનો માર્ગ’ પુસ્તિકાનું વિમોચન, શ્રા. વ. ૯ ભારત દેશને સંસ્કારોનો ભવ્ય વારસો મળ્યો છે. આજે એ વારસો ભુલાઈ ગયો છે. જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે. એ પતનના આરે ઊભી હોય છે. સીતા અને દ્રૌપદી જેવા મહાસતીઓ આ દેશનો અભુત આદર્શ હતા. વ્યક્તિ કર્મથી નહીં પણ ચારિત્રથી મહાન બને છે. મહાન વ્યક્તિ અને સાધારણ વ્યક્તિ વચ્ચે મહત્વનો તફાવત હોય છે. મહાન વ્યક્તિ પોતાના લક્ષ્ય વિષે સ્પષ્ટ હોય છે. સાધારણ વ્યક્તિને પોતાના લક્ષ્ય હોતા નથી. હોય તો સ્પષ્ટ હોતા નથી. સ્પષ્ટ હોય તો તેઓ લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ નથી હોતા. સાધારણ માણસ વસુ (ધન) કે વસ્તુને મહત્વ આપે છે. મહાન માણસ ધન કરતા વ્યક્તિને વધુ મહત્વ આપે છે. સીતાજી મહાન હતા. તેમણે જીવનમાં ઊંચા લક્ષ્યો રાખ્યા હતા. તેઓ જ્યાં ગયા હતા ત્યાં દરેક સ્થળે સદ્ભાવને જીતવાનો પ્રયાસ કરતા રહ્યા. પરિસ્થિતિને અનુકૂળ થવાની અદ્દભુત સૂઝ સીતાજી પાસે હતી. અન્યાય કરનારનું પણ ખરાબ કરવાનું તેમને ગમતું નહીં. ‘સુખની યાદ નહીં ને દુ:ખની ફરિયાદ નહીં* આ તેમનો જીવનમંત્ર હતો. સત્ત્વ, શીલ અને સદ્ભાવને સહારે તેઓ સંસારના સર્વોચ્ચ આદર્શ નારી બની ગયા. તેમણે આદર્શ ખડો કરવા પોતાના સુખ-સગવડને તિલાંજલિ આપી હતી. આજની પ્રજા સુગસગવડ ખાતર આદર્શોને તિલાંજલિ આપે છે. એ ખેદની વાત છે. અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૭, શ્રા. વ. ૯ - ૬૮ -

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48